Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ચેરિટી કમિશનર તંત્ર સામે CA એસોસિએશન લાલઘૂમ:11 માંગણીઓ સાથે કાયદા સચિવને 4 અઠવાડિયાનું અલ્ટીમેટમ

    7 hours ago

    દક્ષિણ ગુજરાતમાં ચેરિટી કમિશનર કચેરીના કથળેલા વહીવટ અને અધિકારીઓની મનસ્વી કામગીરી સામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન (CAAS) દ્વારા આકરો મોરચો ખોલવામાં આવ્યો છે. એસોસિએશને રાજ્યના કાયદા સચિવને પત્ર પાઠવી તંત્રની બેદરકારી, અસહ્ય પેન્ડન્સી અને વહીવટી લાલિયાવાડી સામે 11 મુદ્દાઓની વિસ્તૃત માંગણીઓ રજૂ કરી છે. સંગઠને સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આગામી 4 અઠવાડિયામાં આ ગંભીર પ્રશ્નો અંગે સંતોષકારક લેખિત ખુલાસો કે નક્કર ઉકેલ નહીં આવે, તો સમગ્ર વહીવટી ગેરરીતિઓ સામે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે. 15 વર્ષથી કાયદો કાગળ પર અને વિઝિટિંગ અવર્સના ભરોસે તંત્ર CAAS પ્રમુખ હાર્દિક કાકડિયાએ આક્ષેપ કર્યો છે કે, વર્ષ 2011 માં પસાર થયેલો ‘ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ’ 15 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી પૂર્ણપણે અમલમાં મુકાયો નથી. સમગ્ર દક્ષિણ ગુજરાતનું ચેરિટી વહીવટી તંત્ર માત્ર ‘વિઝિટિંગ અવર્સ’ના ભરોસે ગબડાવવામાં આવી રહ્યું છે. જો કોઈ સામાન્ય અરજદાર તરફથી રિપોર્ટ રજૂ કરવામાં વિલંબ થાય તો તાત્કાલિક ₹1,000 નો દંડ વસૂલવામાં આવે છે, પરંતુ 10-10 વર્ષથી ધૂળ ખાતી પેન્ડિંગ ફાઇલો માટે જવાબદાર અધિકારીઓની કોઈ ઉત્તરદાયિત્વ નક્કી થતું નથી. એસોસિએશને ભરૂચ, નવસારી, વલસાડ, તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમાં તાત્કાલિક કાયમી અધિકારીઓની નિમણૂક કરવા અથવા તો ટ્રસ્ટો પાસેથી ચેરિટી ફંડ ઉઘરાવવાનું સંપૂર્ણપણે બંધ કરવા આક્રોશપૂર્વક માંગ કરી છે. સમરી પ્રોસેસ અને રાઈટ ટુ સર્વિસ એક્ટ લાગુ કરવાની રજૂઆત એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બિન-વિવાદિત ટ્રસ્ટોના ચેન્જ રિપોર્ટ નિયત સમયમર્યાદામાં મંજૂર થાય તે માટે ઝડપી ‘સમરી પ્રોસેસ’ શરૂ કરવામાં આવે તેમજ ચેરિટી કચેરીની તમામ નાગરિક સેવાઓને ‘રાઈટ ટુ સર્વિસ એક્ટ’ ના દાયરામાં લાવવામાં આવે. આ સાથે જ વર્ષ 2018થી અધૂરી રહેલી ઓનલાઇન પોર્ટલ સિસ્ટમને સંપૂર્ણ કાર્યરત કરવા, સુરત બહુમાળી ભવન ખાતે સિનિયર સિટીઝન અને દિવ્યાંગો માટે લિફ્ટની વ્યવસ્થા કરવા તેમજ કચેરીની પેન્ડન્સીના માસિક આંકડા સાર્વજનિક કરવાની માંગ કરવામાં આવી છે. CA, CS અને CWAની સત્તાવાર હાજરી માટે સ્પષ્ટ પરિપત્ર જરૂરી ટ્રસ્ટોના વહીવટમાં પારદર્શિતા લાવવા અને કાનૂની અડચણો દૂર કરવા માટે નિયમ-7 મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA), કંપની સેક્રેટરીઝ (CS) તેમજ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ (CWA) ને ટ્રસ્ટ વતી અધિકૃત પ્રતિનિધિ તરીકે હાજર રહેવાની સ્પષ્ટ મંજૂરી આપતો સત્તાવાર પરિપત્ર બહાર પાડવાની માંગ પણ પત્રમાં દોહરાવવામાં આવી છે. જો નિર્ધારિત સમયમાં આ તમામ વ્યાજબી માંગણીઓ નહીં સંતોષાય તો વ્યાપક કાનૂની લડત શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા સરકારનો એક મહિનાનો સમય:હાલ આંદોલન મોકૂફ; ઉકેલ નહીં આવે તો ફરી કાર્યક્રમો શરૂ કરવાની ચીમકી
    Next Article
    પાટડીમાં ટ્રકની અડફેટે પરપ્રાંતિય યુવાનનું મોત:માલવણ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા અકસ્માત, પત્ની-ત્રણ બાળકો નોંધારા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment