Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા સરકારનો એક મહિનાનો સમય:હાલ આંદોલન મોકૂફ; ઉકેલ નહીં આવે તો ફરી કાર્યક્રમો શરૂ કરવાની ચીમકી

    7 hours ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા લાંબા સમયથી પડતર રહેલા વિવિધ પ્રશ્નો અને માંગણીઓના નિરાકરણ માટે મહેસૂલ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મહામંડળના હોદ્દેદારોએ મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડા તેમજ અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી હતી. બેઠકમાં કેટલાક પ્રશ્નો અંગે વિભાગ દ્વારા અગાઉથી કામગીરી શરૂ હોવાનું જણાવાયું હતું, જ્યારે બાકી પ્રશ્નોના પણ તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હોવાનું મહામંડળે જણાવ્યું છે. પેન્ડિંગ પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ નિર્ણયની ખાતરી મહામંડળ દ્વારા રજૂ કરવામાં આવેલા પેન્ડિંગ પ્રશ્નો અંગે વિભાગ કક્ષાએ ચર્ચા કરીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો નિકાલ થાય અને તેમની મુશ્કેલીઓનો અંત આવે તે માટે વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવાયું છે. આ ખાતરી બાદ મહામંડળે પોતાના આગામી કાર્યક્રમ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે એક મહિનાનો સમય માંગ્યો મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો અંગે વિભાગ દ્વારા એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. અત્યાર સુધી મહેસૂલી કર્મચારીઓએ પોતાના પ્રશ્નો માટે શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને સંગઠિત રીતે રજૂઆત કરી છે. મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે તેમની લડત કોઈ વ્યક્તિ કે અધિકારી વિરુદ્ધ નથી, પરંતુ મહેસૂલી કર્મચારીઓના હક્ક, સન્માન, યોગ્ય કામના વિતરણ અને સારા ભવિષ્ય માટેની લડત છે. હાલના તમામ કાર્યક્રમો એક મહિના માટે મૌકૂફ વિભાગ દ્વારા એક મહિનાની અંદર કર્મચારીઓના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હોવાથી ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના હોદ્દેદારોની સર્વસંમતિથી હાલના કાર્યક્રમને એક મહિના પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહામંડળે આ નિર્ણયને તમામ કર્મચારી મિત્રોએ વિશ્વાસ, ધીરજ અને સંગઠનની તાકાત સાથે સ્વીકારવા અપીલ કરી છે. એક મહિનામાં ઉકેલ નહીં આવે તો ફરી આંદોલનાત્મક કાર્યક્રમો મહામંડળે સાથે સાથે સરકાર અને વિભાગને સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે આ નિર્ણયને અંતિમ સમાધાન તરીકે જોવામાં ન આવે. જો એક મહિનાની સમયમર્યાદામાં મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નોનું યોગ્ય અને સંતોષકારક નિરાકરણ નહીં આવે તો તમામ કાર્યક્રમો ફરીથી એ જ મક્કમતા અને સંગઠનની તાકાત સાથે શરૂ કરવામાં આવશે. એટલે હાલ કર્મચારીઓએ સરકારને તક આપી છે, પરંતુ પ્રશ્નો ઉકેલાશે નહીં તો ફરીથી લડત શરૂ કરવાની તૈયારી પણ રાખવામાં આવી છે. ‘સંગઠન જ અમારી તાકાત’નો સંદેશ મહામંડળે કર્મચારીઓને સંગઠિત રહીને સંગઠનને મજબૂત રાખવા અપીલ કરી છે. પત્રમાં જણાવાયું છે કે સંગઠનમાં વિશ્વાસ રાખવો અને એકતા જાળવવી એ જ સંગઠનની સૌથી મોટી તાકાત છે. મહામંડળે તમામ મહેસૂલી કર્મચારી મિત્રોનો સહકાર, વિશ્વાસ અને અત્યાર સુધીની લડતમાં આપેલા સાથ બદલ આભાર વ્યક્ત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સગીરા પર દુષ્કર્મ કેસમાં સણોસરાના આસીફ મલેકને 20 વર્ષની કેદ:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ, 18 સાહેદો અને 40 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી દોષિત
    Next Article
    સુરતમાં ચેરિટી કમિશનર તંત્ર સામે CA એસોસિએશન લાલઘૂમ:11 માંગણીઓ સાથે કાયદા સચિવને 4 અઠવાડિયાનું અલ્ટીમેટમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment