Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરા પર દુષ્કર્મ કેસમાં સણોસરાના આસીફ મલેકને 20 વર્ષની કેદ:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ, 18 સાહેદો અને 40 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી દોષિત

    7 hours ago

    ભાવનગર પંથકમાં અભ્યાસ અર્થે અપડાઉન કરતી સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં ભાવનગરની એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 3 માસમાં કેસની ટ્રાયલ પૂર્ણ કરવાના અપાયેલા આદેશ બાદ કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલો, 18 સાક્ષીઓની જુબાની તેમજ 40 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખીને આરોપીને પોક્સો સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. અભ્યાસ અર્થે જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કર્યું બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મૂળ સુરેન્દ્રનગરના પીપળી ગામના વતની અને હાલ સિહોર તાલુકાના સણોસરા ગામે પોસ્ટ ઓફિસ પાસે રહેતા 28 વર્ષીય આસીફ રસુલખાન મલેકે ફરિયાદીની 17 વર્ષ 8 મહિનાની સગીર દીકરી જ્યારે અભ્યાસ માટે અપડાઉન કરતી હતી ત્યારે તેની સગીર વયની હોવાની જાણ હોવા છતાં લલચાવી-ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આરોપી સગીરાને લગ્નની ખોટી લાલચ આપી વાલીપણામાંથી ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના પિતાએ 17 સપ્ટેમ્બર 2025 ના રોજ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે BNS તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ફાસ્ટ ટ્રેક પર ચાલી સુનાવણી આરોપી જેલવાસ ભોગવી રહ્યો હતો તે દરમિયાન તેની જામીન અરજી દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે 26 મે, 2026ના રોજ આ કેસની ટ્રાયલ આગામી 3 મહિનાની અંદર પૂર્ણ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જેના પગલે ભાવનગરના એડિશનલ સેશન્સ જજ એન.જી. દવેની કોર્ટમાં આ કેસની સુનાવણી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી સજા ફટકારી કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ ગીતાબા પી. જાડેજા દ્વારા રજૂ કરવામાં આવેલી અસરકારક દલીલો, 18 સાહેદોની જુબાની અને 40 જેટલા દસ્તાવેજી તથા ફોરેન્સિક પુરાવાઓના આધારે આરોપી સામેનો ગુનો શંકા રહિત સાબિત થયો હતો. અદાલતે ગુનાની ગંભીરતા અને સગીરાના ભવિષ્યને ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસે તે હેતુથી આરોપી આસીફ રસુલખાન મલેકને 20 વર્ષની સખત કેદની આકરી સજા તેમજ રોકડ દંડ ભરવાનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    50 ફૂટ ઊંચેથી પટકાતા 20 વર્ષના યુવકનું મોત:પરિવારના જૂનાગઢ મનપા અને એજન્સી સામે ગંભીર આક્ષેપો, માતાએ કહ્યું- મારા દીકરાના મોત પાછળ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી
    Next Article
    મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા સરકારનો એક મહિનાનો સમય:હાલ આંદોલન મોકૂફ; ઉકેલ નહીં આવે તો ફરી કાર્યક્રમો શરૂ કરવાની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment