Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    50 ફૂટ ઊંચેથી પટકાતા 20 વર્ષના યુવકનું મોત:પરિવારના જૂનાગઢ મનપા અને એજન્સી સામે ગંભીર આક્ષેપો, માતાએ કહ્યું- મારા દીકરાના મોત પાછળ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી

    7 hours ago

    જૂનાગઢ મનપાના કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને સેફ્ટી સાધનોના અભાવે વૃક્ષની ડાળી કાપતી વખતે 50 ફૂટ ઊંચાઈથી નીચે પટકાતા 20 વર્ષના ઋષિ વર્માનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતકના પરિવારજનોએ ભારે રોષ સાથે મનપા અને એજન્સી સામે ગંભીર આક્ષેપો કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. યુવકે સંતુલન ગુમાવતા 50 ફૂટથી નીચે પટકાયો 30 ઓગસ્ટના રોજ આઇ.બી ઓફિસ ખાતે ઝાડ કાપવા 20 વર્ષીય ઋષિ વર્માને મોકલવામાં આવ્યો હતો. શરૂઆતમાં યુવક 15થી 20 ફૂટની ઊંચાઈએ કામ કરી રહ્યો હતો, પરંતુ હાજર કર્મચારીઓ અને તંત્રના દબાણના કારણે તેને 40થી 50 ફૂટ ઊંચે ચડવા મજબૂર થવું પડ્યું હતું. આ દરમિયાન ઝાડની ડાળી કાપતા સમયે અચાનક સંતુલન ગુમાવતા યુવક સીધો જમીન પર પટકાયો હતો. સ્થાનિકો દ્વારા યુવકને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તનું મોત નીપજ્યું હતું. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરાવવામાં આવતું હતું તેના દ્વારા ઝાડ કાપવાની કામગીરી કરતા મજૂરોનો વીમો લાવામાં આવ્યો ન હતો કે, ના સુરક્ષાને લઈ મજૂરોને કોઈ જાણ ન કરી હોવાના ગંભીર આક્ષેપો કરાયા છે. 'મારા દીકરાના મોત પાછળ તંત્ર અને કોન્ટ્રાક્ટરની સીધી ભુલ': કુંદનબેન વર્મા મૃતકની માતા કુંદનબેન વર્માએ ભારે હૈયે જણાવ્યું હતું કે, મેં મારો 20 વર્ષનો દીકરો ગુમાવ્યો છે, જે અમારા આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મારો દીકરો આટલી ઊંચાઈએ ચડવાની ના પાડતો હતો, છતાં અધિકારીઓએ તેના પર બળજબરીપૂર્વક દબાણ કરીને તેને ઊંચે મોકલ્યો હતો. રક્ષાબંધન હોવાથી હું તેની સાથે ન હતી, જો હું સાથે હોત તો તેને ક્યારેય આટલી ઊંચાઈએ ચડવા ન દેતી. અમે ઝાડ કાપવા માટે ટ્રોલીની માંગણી કરતા હતા, તો પણ ટ્રોલી આપવાની ના પાડીને મોતના મુખમાં ધકેલવામાં આવતો હતો. કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા કોઈ સેફ્ટી બેલ્ટ આપવામાં આવ્યા નહોતા. મારા દીકરાના મૃત્યુ પાછળ તંત્ર અને કોન્ટ્રાક્ટરની સીધી ભુલ છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરીને અમને ન્યાય મળવો જોઈએ. 'ક્યારેય સેફ્ટી બેલ્ટ કે સુરક્ષાના સાધનો આપ્યા નથી': રાકેશ વર્મા મૃતકના ભાઈ રાકેશ વર્માએ તંત્ર અને કોન્ટ્રાક્ટર પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા હસ્તક વૃક્ષો કાપવાનું કામ કરીએ છીએ. આ અગાઉ અમે જેટલા પણ કામો કર્યા છે, તેમાં ક્યારેય સેફ્ટી બેલ્ટ કે સુરક્ષાના સાધનો આપવામાં આવ્યા નથી. કોન્ટ્રાક્ટરે પણ અમને ક્યારેય સેફ્ટી અંગે સૂચના આપી નથી. અમે કામગીરી પૂર્ણ કરીને જે GPS લોકેશનવાળા ફોટોગ્રાફ્સ બિલ મંજૂર કરાવવા મનપામાં રજૂ કરતા હતા. અમે સેફ્ટી બેલ્ટ વગર કામ કરતા સ્પષ્ટ દેખાતા હતા છતાં પણ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ક્યારેય કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી નથી. તો જે સમયે અમે GPS વાળા ફોટોગ્રાફ્સ આપ્યા હતા તે સમયે શા માટે કોન્ટ્રાક્ટરને કોઈ નોટિસ આપવામાં આવી નહીં કે અમને પણ આ મામલે જાણ કરવામાં આવી નહીં. જો તંત્રએ સમયસર ધ્યાન આપ્યું હોત તો આજે મારો ભાઈ જીવતો હોત. આ લાપરવાહી મામલે જવાબદારો સામે કાર્યવાહી થવી જ જોઈએ. 'અમે એજન્સીને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે': જયેશ વાજા જૂનાગઢ મનપાના આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજાએ જણાવ્યું હતું કે, શહેરમાં વૃક્ષો કાપવાની કામગીરી માટે 'પ્રમુખરાજ એજન્સી'ને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. નિયમ મુજબ સેફ્ટી ટૂલ્સની સુવિધા પૂરી પાડવી અને કામ કરતા શ્રમિકોનો વીમો લેવો એ તમામ જવાબદારી જે-તે એજન્સીની હોય છે. સાધન સામગ્રીની વ્યવસ્થા પણ એજન્સીએ જ કરવાની હોય છે. અમે એજન્સીને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે અને નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પરિવારની કોઈ લેખિત રજૂઆત હજુ મળી નથી, પરંતુ એજન્સીના બિલોના ચૂકવણા અંગે જે નિયમો છે તે મુજબ જ પ્રક્રિયા કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો:સતલાસણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને તેના સાગરીત 83 હજારની લાંચ લેતા ઝડપાયા
    Next Article
    સગીરા પર દુષ્કર્મ કેસમાં સણોસરાના આસીફ મલેકને 20 વર્ષની કેદ:સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 3 મહિનામાં ટ્રાયલ પૂર્ણ, 18 સાહેદો અને 40 દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી દોષિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment