Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવિત વૃદ્ધાને કાગળ પર મૃત બતાવી કરોડોની જમીન હડપવાનું કાવતરું:સાંતલપુરના ગોખંતર ગામે બોગસ મરણ પ્રમાણપત્ર, ખોટા દસ્તાવેજોના આધારે જમીન વેચી દેવાઈ હોવાનો આક્ષેપ, FIR નોંધાઈ

    7 hours ago

    પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખંતર ગામે જીવિત મહિલાને કાગળ પર મૃત દર્શાવી તેમની કરોડોની જમીન હડપ કરી લેવાનું કથિત કાવતરું સામે આવ્યું છે. લીમગામડા ગામના રહેવાસી મેનાબેન સુંડાભાઈ ઠાકોર જીવિત હોવા છતાં તેમના નામે વર્ષ 1999નું બોગસ મરણ પ્રમાણપત્ર તૈયાર કરાયું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ ખોટા સોગંદનામા, બોગસ દસ્તાવેજો અને ભળતા નામવાળી વ્યક્તિ ઊભી કરીને જમીન વેચી દેવાઈ હોવાની ફરિયાદ વારાહી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જમીનના ઉતારા કઢાવતા સમગ્ર મામલો સામે આવ્યો ફરિયાદ મુજબ, ગોખંતર ગામે ખાતા નંબર 237 અને સર્વે નંબર 302/2 વાળી જમીન મેનાબેનની સંયુક્ત માલિકીની છે. આશરે 12 મહિના પહેલાં તેમનો પુત્ર મેરામભાઈ વારાહી મામલતદાર કચેરી ખાતે જમીનના ઉતારા કઢાવવા ગયો હતો. ત્યારે રેવેન્યુ રેકોર્ડમાં મેનાબેનના નામને બદલે અહેમદખાન નાથાજી મલેકનું નામ જોવા મળતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ત્યારબાદ મામલાની તપાસ કરતાં જમીનના માલિકી હકમાં કથિત રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. 1999નું બોગસ મરણ પ્રમાણપત્ર બનાવ્યાનો આક્ષેપ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મોબતખાન હાજીખાન મલેકે પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. કિલાણા ગ્રામ પંચાયતના જન્મ-મરણ રજિસ્ટરમાં નોંધણી ક્રમાંક 3ના આધારે મેનાબેનનું 5 જૂન 1999ના રોજ મૃત્યુ થયું હોવાનું દર્શાવી 12 ઓગસ્ટ 2016ના રોજ ખોટું મરણ પ્રમાણપત્ર કઢાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણી કાર્ડ સહિતના અન્ય ખોટા પુરાવા ઊભા કરાયા હોવાનો પણ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ખોટા સોગંદનામા અને ભળતા નામની વ્યક્તિનો ઉપયોગ આ સમગ્ર કથિત કૌભાંડમાં 17 એપ્રિલ 2018ના રોજ મસાભાઈ દાનસંગભાઈ ઠાકોરે ખોટું સોગંદનામું કર્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ મેનાબેનના પુત્ર મેરામભાઈના ભળતા નામવાળી વ્યક્તિ ઊભી કરી બોગસ સહીઓના આધારે 19 એપ્રિલ 2018ના રોજ હકપત્રકમાં નોંધ નંબર 2895થી જીવિત મેનાબેનનું નામ જમીનમાંથી કમી કરાવવામાં આવ્યું હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે. જમીનનું પ્રથમ વેચાણ, ત્યારબાદ ફરી નામે કરાઈ મેનાબેનનું નામ જમીનમાંથી કમી થયા બાદ 5 જૂન 2018ના રોજ વારાહી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ નોંધણી નંબર 577/2018થી જમીન મલેક મહંમદખાન હુસેનખાનને વેચી દેવામાં આવી હતી. ત્યારબાદ રેવેન્યુ રેકોર્ડમાં નોંધ નંબર 2928 પાડવામાં આવી હતી. ફરિયાદ મુજબ, 5 જુલાઈ 2024ના રોજ દસ્તાવેજ નંબર 720/2024થી અહેમદખાન નાથાજી મલેકે આ જમીન પોતાના નામે વેચાણ રાખી લીધી હતી અને 8 ઓગસ્ટ 2024ના રોજ નોંધ નંબર 4303થી તે પ્રમાણિત પણ થઈ ગઈ હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ જીવિત મહિલાને સરકારી કાગળોમાં મૃત બતાવી, ખોટું મરણ પ્રમાણપત્ર, સોગંદનામા, બોગસ પુરાવા અને ભળતા નામવાળી વ્યક્તિનો ઉપયોગ કરીને જમીન પચાવી પાડવાનું કથિત કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મેનાબેન ઠાકોરે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી કથિત રીતે સંડોવાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વારાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટડીમાં ટ્રકની અડફેટે પરપ્રાંતિય યુવાનનું મોત:માલવણ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા અકસ્માત, પત્ની-ત્રણ બાળકો નોંધારા થયા
    Next Article
    BPSC Protest: शिक्षा मंत्री और कोचिंग माफिया की मिलीभगत, छात्रों ने बिहार सरकार पर बड़े आरोप लगा दिए

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment