Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વર મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી હડતાળ પર:પડતર માંગણીઓ માટે સેવાસદન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

    18 hours ago

    શંખેશ્વરના મહેસૂલી કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓના નિરાકરણ માટે વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના સમર્થનમાં, શંખેશ્વર તાલુકા સેવાસદન કચેરીના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને હડતાળમાં જોડાયા હતા. કર્મચારીઓએ જૂના અને વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આ વિરોધ નોંધાવ્યો છે. તેમની મુખ્ય માંગણીઓ અંગે સરકારે સત્વરે નિર્ણય લે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. મહેસૂલી કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં તેઓ માસ સીએલ (સામૂહિક રજા) પર ઉતરશે. આ ઉપરાંત, આવતા સોમવારે કાળી પટ્ટી ધારણ કરી પેન ડાઉન કાર્યક્રમ કરવામાં આવશે. જો સરકાર દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો અનિશ્ચિત મુદત સુધી હડતાળ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ-પોરબંદર 351 કરોડ મહાઠગાઈ કેસ:દોઢ વર્ષથી ફરાર માસ્ટરમાઇન્ડ નૈતિક માવાણીને SOGએ ઝડપી પાડ્યો
    Next Article
    ઇસ્કોન ભાડજ દ્વારા 6 શહેરોમાં જન્માષ્ટમી ઉજવાઈ:“સ્વાગતમ્ કૃષ્ણ 2026” હેઠળ આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment