Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ-પોરબંદર 351 કરોડ મહાઠગાઈ કેસ:દોઢ વર્ષથી ફરાર માસ્ટરમાઇન્ડ નૈતિક માવાણીને SOGએ ઝડપી પાડ્યો

    22 hours ago

    જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં આચરાયેલા કુલ 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ મુખ્ય સૂત્રધાર નૈતિક પરેશભાઈ માવાણીને જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) ની ટીમે સફળતાપૂર્વક ઝડપી લીધો છે. નાસતા-ફરતા લિસ્ટેડ ગુનેગારોને પકડવા માટે ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત SOG ઇન્ચાર્જ પી.આઇ. કૃણાલ એમ. પટેલના નેતૃત્વ હેઠળ રચાયેલી ટીમે આ આંતરરાજ્ય ઓપરેશન પાર પાડ્યું હતું. જૂનાગઢ ખાતે 188 કરોડ તેમજ પોરબંદરમાં 163 કરોડના ફ્રોડ કેસના આ મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસ સમક્ષ હસતા ચહેરે રજૂ કરાયેલી તસવીર ચર્ચાનો વિષય બની છે. 3 બોગસ કંપનીઓ અને 21 બેંક ખાતાઓ દ્વારા 188 કરોડનું ટ્રાન્ઝેક્શન મુંબઈના કાંદીવલી ખાતે રહેતા 32 વર્ષીય આરોપી નૈતિક માવાણીએ તેના સહ-આરોપીઓ હિરલબા જાડેજા, સચીન મહેતા અને હીતેષ ઓડેદરા સાથે મળીને પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. આરોપીઓએ નિર્દોષ વ્યક્તિઓને વિવિધ પ્રલોભનો આપી તેમની ઓળખનો ઉપયોગ કર્યો હતો અને વિઠ્ઠલ પલ્સ કોમોડીટીઝ, અર્હમ કોમોડીટી તેમજ ભરત એન્ટરપ્રાઇઝ નામની 3 બોગસ પેઢીઓ ઊભી કરી હતી. ત્યારબાદ સાહેદોની જાણ બહાર ખોટા જીએસટી નંબર અને દસ્તાવેજો મેળવી અલગ-અલગ બેંકોમાં કુલ 21 કરંટ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આરોપીઓએ કોરા ચેકબુક અને RTGS ફોર્મ પર સહીઓ મેળવીને દેશભરમાંથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી 188,03,19,281/- (188 કરોડથી વધુ) ની રકમ આ 22 બેંક એકાઉન્ટ્સમાં ફેરવી પૈસા સગેવગે કર્યા હતા. દિલ્હી-રાજસ્થાન હાઇ-વે પરથી ટેક્નિકલ વર્કઆઉટના આધારે ઝડપાયો જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં અગાઉ 3 સહ-આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર નૈતિક માવાણી સતત નાસતો ફરતો હતો. SOG ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પગેરું દબાવી દિલ્હી-રાજસ્થાન હાઇવે પરથી તેને દબોચી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 163 કરોડની છેતરપિંડી તેમજ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સાયબર પોલીસને સોંપાયો, વધુ કડીઓ મેળવવા રિમાન્ડની તજવીજ આ સમગ્ર સફળ ઓપરેશનમાં SOGના PSI એચ.જે. બારડ, પ્રતાપભાઈ શેખવા, મયુરભાઈ ઓડેદરા, કૃણાલસિંહ પરમાર અને પરબતભાઈ દિવરાણીયા સહિતના સ્ટાફે પ્રશંસનીય કામગીરી કરી હતી. ધરપકડ બાદ આરોપીને આગળની કાયદેસરની તપાસ અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા અર્થે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં આ કરોડોના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    ગીર ઇકો સેન્સિટિવ ઝોનમાં બુલડોઝર એક્શન:હાઇકોર્ટના આદેશ બાદ સાસણ નજીક મેગા ડિમોલિશન, 3 હેક્ટર જમીન મુક્ત કરાઈ
    Next Article
    શંખેશ્વર મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી હડતાળ પર:પડતર માંગણીઓ માટે સેવાસદન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment