Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇસ્કોન ભાડજ દ્વારા 6 શહેરોમાં જન્માષ્ટમી ઉજવાઈ:“સ્વાગતમ્ કૃષ્ણ 2026” હેઠળ આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

    18 hours ago

    ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા “સ્વાગતમ્ કૃષ્ણ 2026” પહેલ અંતર્ગત ગુજરાતના છ શહેરોમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ચાંદલોડિયા, અદાણી શાંતિગ્રામ, નિકોલ, કલોલ, સાણંદ અને મણિનગર ખાતે આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું સફળ આયોજન થયું. આ કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી પર્વનો આનંદ અને તેમનો આધ્યાત્મિક સંદેશ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવામાં આવ્યો. “સ્વાગતમ્ કૃષ્ણ 2026” એ ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજની એક વિશેષ પહેલ છે. તેનો મુખ્ય ઉદ્દેશ જન્માષ્ટમીની ઉજવણીને મંદિરની સીમાઓથી બહાર લાવીને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવાનો અને લોકોને ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક સંદેશ સાથે જોડવાનો છે. આ અંતર્ગત કીર્તન, ભક્તિસંગીત, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, આધ્યાત્મિક સંદેશ અને વિશેષ જન્માષ્ટમી કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. હરેકૃષ્ણ મંદિર, ભાડજના પ્રમુખ શ્રી જગનમોહન કૃષ્ણ દાસજીએ જણાવ્યું હતું કે, “સ્વાગતમ્ કૃષ્ણનો મુખ્ય ઉદ્દેશ લોકોને જન્માષ્ટમીના આનંદમય અને આધ્યાત્મિક અનુભવ સાથે જોડવાનો છે. આ ઉજવણીને વિવિધ વિસ્તારો અને સમાજના લોકો સુધી લઈ જઈને અમારો પ્રયાસ છે કે પરિવારો, બાળકો અને યુવાવર્ગ ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત ઉપદેશો સાથે જોડાય અને કૃષ્ણભાવનામૃતના આનંદનો અનુભવ કરે.” ચાંદલોડિયા ખાતે યોજાયેલી ઉજવણીમાં સ્થાનિક પરિવારો અને રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભક્તિસંગીત, કીર્તન, આધ્યાત્મિક સંદેશ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સૌએ સાથે મળીને જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. આ અવસરે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય પ્રાગટ્યનું આધ્યાત્મિક મહત્વ સમજવાનો અવસર પ્રાપ્ત થયો. અદાણી શાંતિગ્રામ ખાતે “સ્વાગતમ્ કૃષ્ણ” દ્વારા જન્માષ્ટમીનો આધ્યાત્મિક માહોલ સીધો જ રહેણાંક સમુદાય સુધી પહોંચાડવામાં આવ્યો. કીર્તન, ભક્તિસંગીત અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ઉપસ્થિત સૌએ આનંદમય વાતાવરણમાં શ્રીકૃષ્ણના સંદેશને આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો. નિકોલ ખાતેનો કાર્યક્રમ વિશેષ રીતે પરિવારો અને યુવાવર્ગની ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી જીવંત બન્યો હતો. કીર્તન, સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા નવી પેઢીને ભારતની સમૃદ્ધ આધ્યાત્મિક પરંપરા તથા ભગવાન શ્રીકૃષ્ણના શાશ્વત સંદેશ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. કલોલ, સાણંદ અને મણિનગર ખાતે પણ સમાન કાર્યક્રમો યોજી જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    શંખેશ્વર મહેસૂલી કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી હડતાળ પર:પડતર માંગણીઓ માટે સેવાસદન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું
    Next Article
    વલસાડ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ મહોત્વનું આયોજન:સતત બીજીવાર રાજ્યકક્ષાએ સન્માન, શિક્ષણ વિભાગને બિરદાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment