Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ મહોત્વનું આયોજન:સતત બીજીવાર રાજ્યકક્ષાએ સન્માન, શિક્ષણ વિભાગને બિરદાવાયું

    18 hours ago

    વલસાડ જિલ્લાને સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ઉત્કૃષ્ટ આયોજન બદલ સતત બીજીવાર રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ કેળવવા માટે કરાયેલા શ્રેષ્ઠ પ્રયાસોને રાજ્યકક્ષાએ બિરદાવવામાં આવ્યા છે. આ સન્માનપત્ર વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને એનાયત કરાયું છે. રાજ્યભરમાં 25 થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત સપ્તાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ અને સંસ્કૃત પ્રદર્શન સહિત અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. આ વિવિધ કાર્યક્રમોમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યો સહિત શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના જગાડવાનો હતો. ગાંધીનગરના સેક્ટર-17 ટાઉનહોલ ખાતે 31 ઓગસ્ટે યોજાયેલા રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવના સમાપન સમારોહમાં આ સન્માન આપવામાં આવ્યું હતું. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ બીજલ છાંગાના હસ્તે જિલ્લા શિક્ષણ વિભાગને સન્માનપત્ર એનાયત કરાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ આ સન્માનપત્ર સ્વીકાર્યું હતું. નોંધનીય છે કે, ગત વર્ષે પણ સંસ્કૃત સપ્તાહ દરમિયાન શ્રેષ્ઠ આયોજન બદલ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યો હતો. સતત બીજીવાર મળેલા આ સન્માનથી વલસાડના શિક્ષણ પરિવારનું ગૌરવ વધ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઇસ્કોન ભાડજ દ્વારા 6 શહેરોમાં જન્માષ્ટમી ઉજવાઈ:“સ્વાગતમ્ કૃષ્ણ 2026” હેઠળ આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
    Next Article
    શહેરમાં ડબલ ઋતુને કારણે રોગચાળો વકર્યો:મનપાનાં ચોપડે આશ્ચર્યજનક રીતે કેસમાં ઘટાડો! સ્વાઈન ફ્લૂનાં આંકડા જાહેર કરવા તંત્રનો ઈનકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment