Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિલ્લાને સંસ્કૃત સપ્તાહમાં ઉત્કૃષ્ટ આયોજન બદલ સન્માન:ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં જિલ્લા શિક્ષણ વિભાગને સન્માનપત્ર અપાયું

    1 day ago

    વલસાડ જિલ્લાને સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ઉત્કૃષ્ટ આયોજન બદલ સતત બીજી વાર રાજ્યકક્ષાએ સન્માનિત કરવામાં આવ્યો છે. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં રસ કેળવવાના હેતુથી ૨૫ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં "સંસ્કૃત સપ્તાહ મહોત્સવ"ની ઉજવણી થઈ હતી. વલસાડ જિલ્લામાં આ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ, સાહિત્ય દિવસ અને પ્રદર્શન સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. આ સન્માન વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને સતત બીજા વર્ષે મળ્યું છે. ગત વર્ષે પણ સંસ્કૃત સપ્તાહ મહોત્સવના શ્રેષ્ઠ આયોજન બદલ જિલ્લા શિક્ષણ વિભાગને રાજ્યકક્ષાએ સન્માનપત્ર એનાયત કરાયું હતું. આ સિદ્ધિ વલસાડ જિલ્લાના શિક્ષણ પરિવાર માટે ગૌરવપૂર્ણ છે. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગાંધીનગરના સેક્ટર-૧૭ સ્થિત ટાઉનહોલ ખાતે રાજ્યસ્તરીય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાના હસ્તે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને સન્માનપત્ર એનાયત કરાયું. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ વતી જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાએ આ સન્માનપત્ર સ્વીકાર્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ અને કમિશનર શાળાઓની કચેરીના કમિશનર આનંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લામાં આયોજિત પ્રવૃત્તિઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, આચાર્યો અને શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંસ્કૃત ભાષા પ્રત્યે રસ અને ગૌરવની ભાવના પ્રબળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બની ધમકી મળતાં અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ:ટિશ્યુ પેપર પર બોમ્બ હોવાનો મેસેજ મળ્યો, પ્લેનને સાઈડમાં ઉભું રાખી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
    Next Article
    કચ્છમાં HIV/AIDS જાગૃતિ માટે સઘન અભિયાન:રેલીઓ અને શાળાઓ દ્વારા વૈજ્ઞાનિક સમજ ફેલાવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment