Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બની ધમકી મળતાં અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ:ટિશ્યુ પેપર પર બોમ્બ હોવાનો મેસેજ મળ્યો, પ્લેનને સાઈડમાં ઉભું રાખી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

    1 day ago

    અમદાવાદના SVP ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી આ ફ્લાઇટમાં અચાનક બોમ્બ હોવાની ચિઠ્ઠી મળી આવતાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા વિમાનને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવી તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, ઘટનાને પગલે એરપોર્ટ પરિસરમાં ભારે દોડધામ અને હાઇ એલર્ટ જેવો માહોલ સર્જાયો હતો. ટિશ્યુ પેપર પર 'BOMB' લખેલી ચિઠ્ઠી મળતાં ખળભળાટ મચ્યો પ્રાપ્ત વિગતો અનુસાર, ફ્લાઇટ હવામાં હતી તે દરમિયાન ક્રૂ મેમ્બરને એક ટિશ્યુ પેપર પર અંગ્રેજીમાં 'BOMB' લખેલી શંકાસ્પદ ચિઠ્ઠી મળી આવી હતી. વિમાનમાં બોમ્બ હોવાની આ ધમકીની જાણ થતાં જ ક્રૂ સ્ટાફે તુરંત પાઇલટને વાકેફ કર્યા હતા અને નિયમાનુસાર સુરક્ષા પ્રોટોકોલ હેઠળ તાત્કાલિક નજીકના અમદાવાદ એરપોર્ટનો સંપર્ક સાધી ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી હતી. ગંભીર પરિસ્થિતિને જોતાં એરપોર્ટ તંત્ર દ્વારા તમામ ઇમરજન્સી સેવાઓને તહેનાત કરી દેવામાં આવી હતી. તમામ 32 મુસાફરોને બસ મારફતે સુરક્ષિત ટર્મિનલ પહોંચાડાયા પ્લેનનું અમદાવાદ રન-વે પર લેન્ડિંગ થતાંની સાથે જ તેને સુરક્ષાના ભાગરૂપે મુખ્ય વિસ્તારથી દૂર લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ વિમાનમાં સવાર તમામ 32 મુસાફરોને સાવચેતીપૂર્વક બહાર કાઢી એરપોર્ટ બસ મારફતે સુરક્ષિત રીતે ટર્મિનલ બિલ્ડિંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોનો તમામ લગેજ પણ અલગ રાખીને વિગતવાર તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ફાયર વિભાગ દ્વારા સઘન સર્ચ ઓપરેશન ઇમરજન્સી લેન્ડિંગ બાદ ફાયર બ્રિગેડ, સીઆઇએસએફ (CISF), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ સમગ્ર વિમાનને ઘેરી લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. એરપોર્ટ સુરક્ષા અધિકારીઓ અને ટેક્નિકલ ટીમો દ્વારા વિમાનના દરેક ખૂણા, કાર્ગો હોલ્ડ અને સીટોની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન ફ્લાઇટમાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી, જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ આ ધમકીભરી ચિઠ્ઠી કોણે અને કયા ઇરાદાથી મૂકી હતી તે દિશામાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નિઝરની એકલવ્ય સ્કૂલમાં પોલીસનો જાગૃતિ કાર્યક્રમ:નવા કાયદા, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિયમો પર માર્ગદર્શન અપાયું
    Next Article
    વલસાડ જિલ્લાને સંસ્કૃત સપ્તાહમાં ઉત્કૃષ્ટ આયોજન બદલ સન્માન:ગાંધીનગરમાં યોજાયેલા સમારોહમાં જિલ્લા શિક્ષણ વિભાગને સન્માનપત્ર અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment