Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિઝરની એકલવ્ય સ્કૂલમાં પોલીસનો જાગૃતિ કાર્યક્રમ:નવા કાયદા, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક નિયમો પર માર્ગદર્શન અપાયું

    13 hours ago

    નિઝર પોલીસ સ્ટેશન દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ, નિઝર ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં કાયદાકીય જાગૃતિ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફને નવા કાયદા, ડિજિટલ સુરક્ષા અને રોડ સેફ્ટી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન, પોલીસ ટીમે દેશમાં અમલમાં આવેલા નવા કાયદાકીય માળખા વિશે સરળ ભાષામાં સમજૂતી આપી હતી. વિદ્યાર્થીઓને નાગરિકોના અધિકારો અને ફરજો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ સામે સુરક્ષા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા ફ્રોડ, ઓનલાઇન નાણાકીય છેતરપિંડી અને અજાણી લિંક્સથી સાવચેત રહેવા સૂચનો અપાયા હતા. સાયબર હેલ્પલાઇન નંબર 1930 અને તેના પોર્ટલના ઉપયોગ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવતા, માર્ગ અકસ્માતો નિવારવા હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, ટ્રાફિક સિગ્નલનું પાલન તેમજ સગીર વયે વાહન ન ચલાવવા અંગે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિઝર પોલીસ સ્ટાફ, એકલવ્ય મોડેલ સ્કૂલના આચાર્ય, શિક્ષકગણ, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, શાળા પરિવારે પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    6 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી:ચાણસ્મામાં શંકાસ્પદ દારુથી બેનાં મોત, રેલવે સ્ટેશનના સ્ટોલ પર ઉંદરે પફ ખાધો, ભાયલી રેપ કેસના આરોપીઓને આજીવન કેદ
    Next Article
    એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બની ધમકી મળતાં અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ:ટિશ્યુ પેપર પર બોમ્બ હોવાનો મેસેજ મળ્યો, પ્લેનને સાઈડમાં ઉભું રાખી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment