Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીલીમોરામાં HIV/AIDS જાગૃતિ માટે સેમિનાર યોજાયો:જિલ્લા આરોગ્ય અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    2 days ago

    બીલીમોરા નગરપાલિકા હોલ ખાતે HIV/AIDS અને જાતીય રોગો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ઇન્ટેન્સિફાઇડ I.E.C. કેમ્પેન' અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રોગનો વ્યાપ ઘટાડવાનો અને લોકોમાં વ્યાપક જાગૃતિ લાવવાનો હતો. આ સેમિનાર NACO (નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન) અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિર્દેશાનુસાર યોજાયો હતો. લક્ષ્યાંક હાંસલ કરવા માટે ૧૨ ઓગસ્ટ ૨૦૨૬ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ચાલનારા બે મહિનાના જાગૃતિ અભિયાનનો એક ભાગ છે. આ સમગ્ર કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રંગૂનવાલા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મયંક, જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પિનાકીન, જિલ્લા રોગચાળા અધિકારી ડૉ. ભાવેશ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અંજનાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. સેમિનારમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પિનાકીન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં HIV/AIDS કેવી રીતે ફેલાય છે, તેના પ્રાથમિક લક્ષણો શું છે અને આ રોગથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે અંગે ઉપસ્થિત તમામ લાભાર્થીઓને વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મનિષભાઈ, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. રાજેન્દ્ર એમ. ગઢવી, ડૉ. ભૂમિ મેડમ, નગરપાલિકા કોર્પોરેટર પાર્વતીબેન અને મલંગભાઈ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન LIONS CLUB ANTALIA દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું હતું. ક્લબના પ્રમુખ ગગનપ્રીત શાહાની, અરૂણભાઇ અને જીતેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં ૨૫ જેટલા TB (ક્ષય) ના દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, અર્બન હેલ્થ સેન્ટરના ડૉ. રાજેન્દ્ર ગઢવીએ સમગ્ર જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરનાર HIV આરોગ્ય કર્મચારીઓ રાજુભાઈ, હિતેશભાઈ, રીમાબેન અને અમિતભાઈની ઉમદા કામગીરીને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃક્ષારોપણ:હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વલસાડમાં કાર્યક્રમ
    Next Article
    દેશભક્તિના અનન્ય રંગોથી રંગાયું વડોદરા:સંસ્કારી નગરીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગાયાત્રા, નાયબ મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment