Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃક્ષારોપણ:હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વલસાડમાં કાર્યક્રમ

    2 days ago

    વલસાડમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ૧૪ ઓગસ્ટે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૦૮ ઈમરજન્સી સેવા અને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનના સ્ટાફ સહિત અન્ય સહભાગીઓ જોડાયા હતા. વૃક્ષારોપણ દરમિયાન 'સશક્ત નારી, સશક્ત પરિવાર, સશક્ત રાષ્ટ્ર' અને 'મહિલા સશક્તિકરણ, રાષ્ટ્ર સશક્તિકરણ' જેવા સ્લોગન સાથે મહિલા સશક્તિકરણ, દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે 'દેશ માટે તિરંગો, ધરતી માટે વૃક્ષ', 'તિરંગાને સલામ, પ્રકૃતિને પ્રણામ' અને 'દેશની શાન તિરંગો, ધરતીની શાન હરિયાળી' જેવા સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વાવેલાં વૃક્ષોના જતન તથા સંરક્ષણનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ડાયલ 112ના જનરક્ષક પાયલોટોના પગારમાં ઘટાડો:AAPએ સરકાર પાસે યોગ્ય પગાર અને કાયમી ઉકેલની કરી માંગ
    Next Article
    બીલીમોરામાં HIV/AIDS જાગૃતિ માટે સેમિનાર યોજાયો:જિલ્લા આરોગ્ય અધિકારી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment