Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'રિક્ષા ચાલકો ખોટી રાઇડ બુક કરી માર મારે છે':ઓનલાઇન બાઇક રાઇડર્સે કલેક્ટર સમક્ષ સુરક્ષાની ગુહાર લગાવી, ભાડાવધારા અને પીળી નંબર પ્લેટ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    6 hours ago

    અમદાવાદ શહેરમાં ઓનલાઇન એપ્લિકેશન આધારિત બાઇક અને ટેક્સી સર્વિસ ચલાવતા રાઇડર્સ દ્વારા ભાડાવધારા સહિત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રિક્ષા ચાલકો દ્વારા ઓનલાઇન બાઇક ટેક્સી સામે વિરોધ નોંધાવી તેને બંધ કરાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે રાઇડ બુક કરી વીડિયો ઉતારવા તેમજ રાઇડર્સ સાથે મારપીટ કરવાના બનાવો સામે યુનિયને ભારે રોષ વ્યક્ત કર્યો છે. બાઇક-ટેક્સી યુનિયને વાહનોને પીળી નંબર પ્લેટ આપવા અથવા કેન્દ્રની ગાઇડલાઇન મુજબ રાઇડ દીઠ પરમિટ ફી કાપીને આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા વહીવટી તંત્ર સમક્ષ માંગણી દોહરાવી છે. રિક્ષાની જેમ બાઇક-ટેક્સી માટે પણ ભાડાવધારાનું જાહેરનામું બહાર પાડવા માંગ છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રિક્ષા ચાલકો દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મારફતે સેવા આપતા બાઇક અને વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા ટેક્સી ચાલકોનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોતાની રોજીરોટી ચલાવવા માટે આ પ્લેટફોર્મ પર કામ કરતા યુવાનો પર દબાણ વધતાં આખરે બાઇક અને ટેક્સી યુનિયન કાનૂની લડત માટે આગળ આવ્યું છે. યુનિયને રજૂઆત કરી છે કે, જે રીતે તાજેતરમાં રિક્ષા ચાલકોના ભાડામાં સત્તાવાર વધારો કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એવી જ રીતે મોટર વ્હીકલ એક્ટ મુજબ ઓનલાઇન બાઇક અને કેબ ચાલકોના ભાડામાં પણ નવો વધારો કરી નિયમિત જાહેરનામું બહાર પાડવામાં આવે. ખોટી રાઇડ બુક કરી અઠવાડિયામાં 7થી 8 વખત માર માર્યાનો આક્ષેપ બાઇક રાઇડર લલિત વૈષ્ણવે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, રિક્ષા ચાલકો અને અસામાજિક તત્વો દ્વારા તેમને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અસામાજિક તત્વો દ્વારા એપ મારફતે ખોટી રાઇડ બુક કરાવ્યા બાદ રાઇડર સ્થળ પર પહોંચે ત્યારે મોબાઇલમાં વીડિયો ઉતારી તેમની સાથે આડેધડ મારપીટ કરવામાં આવે છે. શહેરમાં દર અઠવાડિયે આવી મારામારીના 7થી 8 બનાવો બની રહ્યા છે. કોઈ પણ ખાનગી વ્યક્તિને રસ્તા પર કાયદો હાથમાં લેવાનો કે રાઇડર્સનો વીડિયો બનાવી હુમલો કરવાનો કોઈ અધિકાર નથી, જેથી કલેક્ટર તંત્ર તાત્કાલિક દખલગીરી કરી આવા તત્વો સામે કડક પોલીસ કાર્યવાહી કરાવે. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ રાઇડ દીઠ પરમિટ ફી કાપી કાયદેસરતા આપવા રજૂઆત ટેક્સી અને બાઇક રાઇડર એસોસિએશનના પ્રમુખ રાજવીર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વ્હાઇટ નંબર પ્લેટના મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નિયમો અનુસાર જો પરમિટ ન હોય તો રાઇડ દીઠ પરમિટ ફી કાપીને કામ કરવાની મંજૂરી આપવાની ભલામણ કરાઈ છે. હાલમાં જ્યારે રાઇડર્સ RTO કચેરી ખાતે જાય છે ત્યારે તેમને યલો નંબર પ્લેટ આપવામાં આવતી નથી. જો રાજ્ય સરકાર આ સમગ્ર પ્રક્રિયાને સત્તાવાર રીતે નિયમિત કરશે તો સરકારને કાયદેસરનો ટેક્સ મળશે અને હજારો બેરોજગાર યુવાનો રિક્ષા ચાલકોના બિનજરૂરી ત્રાસમાંથી મુક્ત થઈને શાંતિથી પોતાની આજીવિકા રળી શકશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:ઉભા પાકને નુકસાનની ભીતિ, સરકાર પાસે સિંચાઈના પાણીની માંગ
    Next Article
    જમ્મુનું સુવર્ણ ધરોહર, અમર મહેલ પેલેસ:ફ્રેન્ચ આર્કિટેક્ચર અને 120 કિલો સોનાનું સિંહાસન, જમ્મુ જાવ તો દુર્લભ પહાડી ચિત્રો-આર્ટ ગેલેરી જોવાનું ચુકતા નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment