Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત:ઉભા પાકને નુકસાનની ભીતિ, સરકાર પાસે સિંચાઈના પાણીની માંગ

    7 hours ago

    બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના અભાવે કપાસ, મગફળી, જુવાર અને બાજરી સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. ખેડૂતો આગામી દસ દિવસમાં સારો વરસાદ ન આવે તો સ્થિતિ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર પાસે તાત્કાલિક સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. ચાલુ વર્ષે બોટાદ જિલ્લામાં અત્યાર સુધી માત્ર 71 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં 150 ટકા વરસાદ થયો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી નદી-નાળા છલકાયા નથી, જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની તીવ્ર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદ જિલ્લામાં કુલ 1 લાખ 89 હજાર 262 હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, જુવાર, બાજરી, તુવેર, મગ, મઠ અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પૂરતું પાણી મળતા ખેડૂતોએ પાકને મોટો કર્યો હતો. જોકે, ઓછો વરસાદ પડવાને કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવ્યા નથી. ખેડૂત અરવિંદભાઈ ગઢીયાના જણાવ્યા મુજબ, હાલ જિલ્લાના આશરે 90 ટકા ખેડૂતો પાસે સિંચાઈ માટેનું પાણી ખૂટી ગયું છે. ખેડૂતોની ભીતિ છે કે જો આગામી દસેક દિવસમાં સારો વરસાદ નહીં થાય તો ઉભા પાકને વ્યાપક નુકસાન થશે. આથી, પાકને બચાવવા માટે સરકાર તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ઓઢવના જડેશ્વર વન યોગ ક્લાસમાં રક્ષાબંધન પર્વ ઉજવાયું:ગુજરાત યોગ બોર્ડ સંચાલિત ક્લાસના ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉજવણી કરી
    Next Article
    'રિક્ષા ચાલકો ખોટી રાઇડ બુક કરી માર મારે છે':ઓનલાઇન બાઇક રાઇડર્સે કલેક્ટર સમક્ષ સુરક્ષાની ગુહાર લગાવી, ભાડાવધારા અને પીળી નંબર પ્લેટ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment