Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુનું સુવર્ણ ધરોહર, અમર મહેલ પેલેસ:ફ્રેન્ચ આર્કિટેક્ચર અને 120 કિલો સોનાનું સિંહાસન, જમ્મુ જાવ તો દુર્લભ પહાડી ચિત્રો-આર્ટ ગેલેરી જોવાનું ચુકતા નહીં

    6 hours ago

    ભારતની ઉત્તરે જમ્મુમાં તાવી નદીના કિનારે 19મી સદીનો ઐતિહાસિક અમર મહેલ પેલેસ આવેલો છે. આ રાજમહેલ ડોગરા રાજા અમર સિંહ માટે એક ફ્રેન્ચ આર્કિટેક્ટ દ્વારા યુરોપિયન કેસલ શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને આ પેલેસનું સૌથી મોટું આકર્ષણ 120 કિલો શુદ્ધ સોનાનું સિંહાસન છે, જ્યાં બેસીને મહારાજા પોતાની પ્રજાને નિષ્પક્ષ ન્યાય આપતા હતા. આજે આ સ્થાન ડોગરા રાજવંશની અમૂલ્ય ધરોહર તરીકે સાચવવામાં આવ્યું છે. શું તમે જાણો છો કે ભારતની ઉત્તરે આવેલા જમ્મુમાં એક એવો મહેલ છે, જેની ડિઝાઇન ફ્રાન્સના મહેલો પરથી પ્રેરિત છે. 19મી સદીનો ઐતિહાસિક અમર મહેલ પેલેસ, જે ડોગરા રાજા અમર સિંહ માટે એક ફ્રેન્ચ આર્કિટેક્ટે ડિઝાઇન કર્યો હતો. તેનું સ્થાપત્ય યુરોપિયન કેસલ શૈલીનું છે. જમ્મુના મહારાજા પોતાની પ્રજાને નિષ્પક્ષ ન્યાય આપતા અહીંનું સૌથી મોટું આકર્ષણ છે 120 કિલો શુદ્ધ સોનાનું સિંહાસન છે. આ માત્ર એક વૈભવી સિંહાસન ન હતું, પણ એક એવું સ્થાન હતું જ્યાંથી જમ્મુના મહારાજા પોતાની પ્રજાને નિષ્પક્ષ ન્યાય આપતા હતા. સિંહાસન આજે પણ રાજાશાહી ન્યાયપ્રણાલીનું સાક્ષી જમ્મુના પ્રખ્યાત અમર મહેલ પેલેસમાં આ 120 કિલો સોનાનું સિંહાસન ડોગરા રાજવંશની અમૂલ્ય ધરોહર છે. અદ્ભુત કોતરણી અને રોયલ શાન ધરાવતું આ સિંહાસન આજે પણ ભારતના ભવ્ય ઇતિહાસ અને રાજાશાહી ન્યાયપ્રણાલીની સાક્ષી પૂરે છે. આ સિવાય અહીં કાંગડા અને પહાડી શૈલીના દુર્લભ ચિત્રોનો અદ્ભુત ખજાનો છે. ઈતિહાસના શોખીનો માટે અહીં એક સમૃદ્ધ પુસ્તકાલય પણ છે, જેમાં હજારો જૂના અને દુર્લભ પુસ્તકો સાચવવામાં આવ્યા છે. અહીંના પુસ્તકાલયમાં હજારો પુસ્તકોનો સંગ્રહ છે, જેમાં ફિલોસોફી અને સંસ્કૃત-પર્શિયન હસ્તપત્રો સહિત અનેક પ્રાચીન પુસ્તકનો સમાવેશ થાય છે. અહીં આધુનિક આર્ટ ગેલેરી છે, જ્યાં દિગ્ગજ ચિત્રકારોના ચિત્રો છે. જમ્મુ આવો ત્યારે તાવી નદીના કિનારે આવેલા આ મહેલની મુલાકાત લેવાનું ચૂકતા નહીં.
    Click here to Read More
    Previous Article
    'રિક્ષા ચાલકો ખોટી રાઇડ બુક કરી માર મારે છે':ઓનલાઇન બાઇક રાઇડર્સે કલેક્ટર સમક્ષ સુરક્ષાની ગુહાર લગાવી, ભાડાવધારા અને પીળી નંબર પ્લેટ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article
    રૂ.188 કરોડના સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપ્યો.:જૂનાગઢ અને પોરબંદરના રૂ. 351 કરોડના મહાઠગાઈના કેસમાં દોઢ વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધાર નૈતિક માવાણીને સ્માઇલી ફેસ સાથે SOGએ રજૂ કર્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment