Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ.188 કરોડના સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપ્યો.:જૂનાગઢ અને પોરબંદરના રૂ. 351 કરોડના મહાઠગાઈના કેસમાં દોઢ વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધાર નૈતિક માવાણીને સ્માઇલી ફેસ સાથે SOGએ રજૂ કર્યો.

    6 hours ago

    ​જુનાગઢ SOG દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશ અંતર્ગત SOGના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ ટીમે રૂ. 188 કરોડના જૂનાગઢ સાયબર ફ્રોડ તેમજ રૂ.163 કરોડના પોરબંદર સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય સૂત્રધાર નૈતિક પરેશભાઈ માવાણીને સફળતાપૂર્વક ઝડપી લીધો છે. ધરપકડ બાદ જૂનાગઢ SOG દ્વારા આરોપીનો હસતો અને સ્માઇલી ફેસ સાથેનો ફોટો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો છે. ​આ મહાઠગાઈની વિગતવાર મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો, મુંબઈના કાંદીવલી ખાતે રહેતા 32 વર્ષીય આરોપી નૈતિક માવાણીએ તેના સહ-આરોપીઓ હિરલબા જાડેજા, સચીન મહેતા અને હીતેષ ઓડેદરા સાથે મળીને પૂર્વઆયોજિત ષડયંત્ર રચ્યું હતું. તેઓએ સાહેદોને કપટપૂર્વક પ્રલોભન આપીને વિઠ્ઠલ પલ્સ કોમોડીટીઝ, અર્હમ કોમોડીટી અને ભરત એન્ટરપ્રાઈઝ નામની ત્રણ બોગસ પેઢીઓ ઊભી કરી હતી. સાહેદોની જાણ બહાર ખોટા જીએસટી નંબર અને સર્ટિફિકેટ્સ કઢાવી, અલગ-અલગ બેંકોમાં કુલ 21 કરંટ એકાઉન્ટ્સ ખોલાવ્યા હતા. આરોપીઓએ કોરા ચેકો અને RTGS ફોર્મ પર સહીઓ મેળવીને દેશભરના નાગરિકો સાથે સાયબર ફ્રોડ આચર્યો હતો. આ 21 એકાઉન્ટ અને સાહેદના એક એકાઉન્ટ મળીને કુલ 22 બેંક ખાતાઓમાં રૂ. 1,88,03,19,281/- (રૂ. 188 કરોડથી વધુ) ના ટ્રાન્ઝેક્શન કરીને નાણાં સગેવગે કર્યા હતા. ​જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર નૈતિક માવાણી દિલ્હી-રાજસ્થાન હાઈવે પરથી ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપાઈ ગયો હતો. આરોપી નૈતિક સામે પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પણ રૂ. 163 કરોડના ફ્રોડનો ગુનો નોંધાયેલો છે, જ્યારે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પણ તેનો ગુનાહિત ઈતિહાસ છે. SOGના પીએસઆઈ એચ.જે. બારડ, પ્રતાપભાઈ શેખવા, મયુરભાઈ ઓડેદરા, કૃણાલસિંહ પરમાર અને પરબતભાઈ દિવરાણીયા સહિતની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સાયબર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુનું સુવર્ણ ધરોહર, અમર મહેલ પેલેસ:ફ્રેન્ચ આર્કિટેક્ચર અને 120 કિલો સોનાનું સિંહાસન, જમ્મુ જાવ તો દુર્લભ પહાડી ચિત્રો-આર્ટ ગેલેરી જોવાનું ચુકતા નહીં
    Next Article
    હાર્દિક પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા:વિરમગામ કાર્યકર્તાઓ સાથે ધ્વજારોહણ કર્યું; પેપરલીક પર કડક કાયદાની પ્રશંસા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment