Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાર્દિક પટેલે સોમનાથ મહાદેવના દર્શન કર્યા:વિરમગામ કાર્યકર્તાઓ સાથે ધ્વજારોહણ કર્યું; પેપરલીક પર કડક કાયદાની પ્રશંસા કરી

    6 hours ago

    વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેઓ વિરમગામ વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સોમનાથ આવ્યા હતા અને દેવાધિદેવના આશીર્વાદ લીધા હતા. શ્રાવણના પવિત્ર સોમવારે સોમનાથમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ મુલાકાત દરમિયાન, વિરમગામ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે સોમનાથ ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યકર્તાઓએ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે આ ધાર્મિક પ્રસંગમાં ભાગ લીધો હતો. સોમનાથના વિકાસ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરના ધાર્મિક સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે સોમનાથ જેવા જ્યોતિર્લિંગ તીર્થધામમાં પણ ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને વિકાસકાર્યો ચાલી રહ્યા છે. તેમણે સોમનાથ કોરિડોરના વખાણ કરતા કહ્યું કે તેના કારણે ટ્રાફિક અને ભીડની સમસ્યામાં રાહત મળી છે. શ્રદ્ધાળુઓને સરળતાથી અવરજવર અને સુવ્યવસ્થિત દર્શનનો લાભ મળી રહ્યો છે. આ વિકાસકાર્યોથી તીર્થયાત્રીઓને શાંતિપૂર્ણ અને સુવિધાજનક વાતાવરણ મળે છે, તેવો દાવો તેમણે કર્યો હતો. આ દરમિયાન, હાર્દિક પટેલે પેપર લીક મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે હવે કડક કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. પેપર લીક જેવી ગંભીર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોને ₹10 કરોડ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. હાર્દિક પટેલે ઉમેર્યું કે આવા કડક કાયદાથી ભવિષ્યમાં પેપર લીક જેવી ઘટનાઓ પર અંકુશ આવશે અને મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળશે. તેમણે કહ્યું કે સરકાર યુવાનોના ભવિષ્યને સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    રૂ.188 કરોડના સાયબર ફ્રોડનો મુખ્ય સૂત્રધાર ઝડપ્યો.:જૂનાગઢ અને પોરબંદરના રૂ. 351 કરોડના મહાઠગાઈના કેસમાં દોઢ વર્ષથી ફરાર મુખ્ય સૂત્રધાર નૈતિક માવાણીને સ્માઇલી ફેસ સાથે SOGએ રજૂ કર્યો.
    Next Article
    बिजनौर में गरजी मशीन, दुकानदारों ने खूब किया हंगामा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment