Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વિચરતી-વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી:સમાજ શિક્ષણ શિબિર યોજાઈ, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા

    1 day ago

    સુરેન્દ્રનગરમાં વિચરતી અને વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રોટરી ક્લબ હોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો, જેમાં નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ અધ્યક્ષતા કરી હતી. આયોજન જિલ્લા નાયબ નિયામક (વિકસતી જાતિ)ની કચેરી, સુરેન્દ્રનગર અને વિચરતા સમુદાય સમર્થન મંચ, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે થયું હતું. આ શિબિરમાં વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો અને યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા નાયબ નિયામક બી.પી. જોગરાણાએ વિચરતી-વિમુક્ત જાતિ વિકાસ નિગમની લોન, આશ્રમશાળા, બેન્કેબલ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજના જેવી મહત્ત્વપૂર્ણ યોજનાઓની જાણકારી આપી હતી. વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદભાઈ વ્યાસે વિચરતી અને વિમુક્ત જાતિના ઇતિહાસ તથા તેમના સંઘર્ષ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સમાજના લોકોમાં શિક્ષણ, જાગૃતિ અને સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા અંગે પણ ચર્ચાઓ થઈ હતી. આ કાર્યક્રમમાં હર્ષદ વ્યાસ, છનાભાઈ રાવળ, ડી.પી. મોરડીયા, ગોરખનાથ વાદી સહિત મોટી સંખ્યામાં વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તૃપ્તિબેન શુક્લા દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વાપી પોલીસે ગુમ થયેલા 23 મોબાઈલ, દાગીના શોધી કાઢ્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 13.16 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા
    Next Article
    37 વર્ષ જૂની વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને ધારાસભ્યને રજૂઆત:​1987 થી વળતર વગર ઊભા કરાયેલા વીજ પોલ મુદ્દે ખેડૂતોની જનપ્રતિનિધિઓને રજૂઆત: ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું-આ પ્રશ્ન અત્યારે કેમ ઉઠાવ્યો 'અત્યાર સુધી ક્યાં ગયા હતા?'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment