Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    37 વર્ષ જૂની વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને ધારાસભ્યને રજૂઆત:​1987 થી વળતર વગર ઊભા કરાયેલા વીજ પોલ મુદ્દે ખેડૂતોની જનપ્રતિનિધિઓને રજૂઆત: ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું-આ પ્રશ્ન અત્યારે કેમ ઉઠાવ્યો 'અત્યાર સુધી ક્યાં ગયા હતા?'

    1 day ago

    ​જૂનાગઢ જિલ્લામાં વીજ કંપની જેટકો અને સ્થાનિક તંત્રની અન્યાયી નીતિરીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષ 1987માં નાખવામાં આવેલી 220 કેવી જેતપુર-શાહપુર વીજ લાઈન સામે ખેડૂતોએ હવે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. એક આરટીઆઈ અરજીના માધ્યમથી એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આજથી 37 વર્ષ પહેલાં તંત્ર દ્વારા ખેડૂતોની કોઈ પણ પ્રકારની લેખિત કે મૌખિક મંજૂરી લીધા વિના રાતોરાત જમીનમાં વીજળીના મહાકાય થાંભલા ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ ગંભીર અન્યાય સામે ખેડૂત સંગઠનો અને ગ્રામજનો દ્વારા કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. ખેડૂતોએ તંત્રને 90 દિવસની આખરી ચીમકી આપતાં જણાવ્યું હતું કે જો યોગ્ય વળતર અને જમીનનું ભાડું આપવામાં નહીં આવે તો તેઓ કટર મશીન વડે વીજ થાંભલા કાપી નાખશે અને ભૂખ હડતાલ જેવા આંદોલનાત્મક પગલાં ભરશે. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે ખેડૂતો દ્વારા જૂનાગઢ, માણાવદર, કેશોદ અને માંગરોળના ધારાસભ્યોને રૂબરૂ મળીને વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ​આ સમગ્ર વિવાદ વચ્ચે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પાસે રજૂઆત કરવા પહોંચેલા ખેડૂતોને અત્યંત કડવો અનુભવ થયો હતો. આવેદનપત્ર સ્વીકારતી વખતે ખેડૂતોની સમસ્યા સાંભળી તેનો ઉકેલ લાવવાને બદલે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ખેડૂતોને એવો સવાલ પૂછ્યો હતો કે "તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા?". જનપ્રતિનિધિ દ્વારા ખેડૂતો પર આવા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ ફેલાયો છે. ખેડૂતોનું માનવું છે કે ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આવા પ્રશ્નો કરવાને બદલે પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવા માટે સરકારમાં સક્રિયપણે મદદ કરવી જોઈએ. વધાવી ગામના ખેડૂત આગેવાન રમેશભાઈ ઝાલાએ પોતાના આક્રોશમાં જણાવ્યું હતું કે વર્ષ 1987 માં તત્કાલીન સરકારે અને જેટકો કંપનીએ ખેડૂતોને અંધારામાં રાખીને એક પણ રૂપિયો વળતર આપ્યા વગર ગેરકાયદેસર રીતે વીજ ટાવર ઊભા કરી દીધા હતા. આ અન્યાય સામે ખેડૂત સંઘર્ષ સમિતિના લેટરપેડ પર ધારાસભ્ય સંજય કોરડિયા, દેવાભાઈ માલમ અને અરવિંદ લાડાણીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી ૧૫ દિવસની અંદર આ બાબતે કોઈ સંતોષકારક નિર્ણય કે જવાબ નહીં મળે તો તમામ અસરગ્રસ્ત ખેડૂતો ધારાસભ્યોના ઘરે જઈને આંદોલન પર બેસશે. આ આંદોલન દરમિયાન ખેડૂતોના જમણવાર અને રોજના મહેનતાણાની તમામ જવાબદારી જે-તે વિસ્તારના ધારાસભ્યોની રહેશે. ​બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે તેમને 'ખેડૂત સંઘર્ષ સમિતિ' તરફથી એક આવેદનપત્ર મળ્યું છે, જેમાં જેટકો કંપની દ્વારા વર્ષો પહેલાં ઊભા કરવામાં આવેલા ટાવરોના વળતરની માગણી કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રશ્નને તેઓ પણ ખૂબ જ ગંભીરતાથી સમજે છે અને આ મુદ્દે સરકારમાં યોગ્ય રજૂઆત કરવામાં આવશે. હાલમાં જ આવેદનપત્ર મળ્યું હોવાથી સમગ્ર પ્રશ્નનો પૂરો અભ્યાસ કરવાનો બાકી છે. અભ્યાસ કર્યા બાદ સરકારમાં જે પણ સકારાત્મક રિપોર્ટ આપવાનો થશે તે આપીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવડાવવાના પ્રયાસો કરવામાં આવશે
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં વિચરતી-વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી:સમાજ શિક્ષણ શિબિર યોજાઈ, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા
    Next Article
    વ્યારા હોસ્પિટલમાં ધાર્મિક પ્રવૃત્તિનો વિવાદ વકર્યો:દર્દીઓના વોર્ડમાં ધાર્મિક પ્રાર્થનાનો વીડિયો વાયરલ; દેવ બિરસા સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપી FIRની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment