Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા હોસ્પિટલમાં ધાર્મિક પ્રવૃત્તિનો વિવાદ વકર્યો:દર્દીઓના વોર્ડમાં ધાર્મિક પ્રાર્થનાનો વીડિયો વાયરલ; દેવ બિરસા સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપી FIRની માંગ કરી

    1 day ago

    વ્યારાની સરકારી જનરલ હોસ્પિટલના દર્દીઓના વોર્ડમાં કથિત ધાર્મિક પ્રવૃત્તિને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મામલે દેવ બિરસા સેના દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. સંગઠને જવાબદારો સામે તાત્કાલિક FIR દાખલ કરવા અને હોસ્પિટલ તંત્ર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. દર્દીઓના વોર્ડમાં ધાર્મિક પ્રચારનો આક્ષેપ કરાયો આવેદનપત્ર અનુસાર 28 ઓગસ્ટ 2026ના રોજ વ્યારા જનરલ હોસ્પિટલમાં બહારની વ્યક્તિઓ દ્વારા ધાર્મિક પ્રાર્થના અને પ્રચાર કરાયાના વીડિયો સામે આવ્યા હતા. સરકારી હોસ્પિટલ તમામ ધર્મ અને વર્ગના લોકો માટે સમાન આરોગ્ય સંસ્થા છે. જેથી દર્દીઓના વોર્ડમાં ચોક્કસ ધર્મનો પ્રચાર કરવો એ હોસ્પિટલની તટસ્થતા અને દર્દીઓની સ્વતંત્રતા વિરુદ્ધ હોવાનો આક્ષેપ કરાયો છે. તમામ જવાબદારો સામે FIR નોંધવા માંગ કરાઈ સંગઠને પુરાવાઓના આધારે તપાસ કરીને જવાબદારો સામે તાત્કાલિક ગુનો નોંધી FIR કરવાની માંગણી કરી છે. આ ઉપરાંત દર્દીઓના વોર્ડમાં આ પ્રકારના કાર્યક્રમ માટે કોઈ મંજૂરી અપાઈ હતી કે નહીં તેની પણ તપાસ માંગવામાં આવી છે. ફરજ પરના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી હોવાનું જણાવાયું છે. CCTV ફૂટેજ અને દસ્તાવેજો સુરક્ષિત રાખવા માંગ સંગઠને ઘટના સંબંધિત 25 ઓગસ્ટ અને 28 ઓગસ્ટના CCTV ફૂટેજ કબજે કરવાની માંગ કરી છે. મુલાકાતી રજિસ્ટર અને ડ્યુટી રોસ્ટર જેવા મહત્વના દસ્તાવેજો પણ તાત્કાલિક સુરક્ષિત કરવા જણાવાયું છે. હોસ્પિટલના જે પણ અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા સંડોવણી જણાય તેમની સામે શિસ્તવિષયક કાર્યવાહી કરવા નિવેદન આપ્યું છે. તંત્ર પગલાં નહીં લે તો આંદોલનની ચેતવણી હોસ્પિટલ તંત્ર અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સંગઠને સ્પષ્ટ રજૂઆત કરી છે. જો આ ગંભીર બાબતે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી પણ ચિંતાજનક ચેતવણી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    37 વર્ષ જૂની વીજ લાઈન મુદ્દે ખેડૂતો અને ધારાસભ્યને રજૂઆત:​1987 થી વળતર વગર ઊભા કરાયેલા વીજ પોલ મુદ્દે ખેડૂતોની જનપ્રતિનિધિઓને રજૂઆત: ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું-આ પ્રશ્ન અત્યારે કેમ ઉઠાવ્યો 'અત્યાર સુધી ક્યાં ગયા હતા?'
    Next Article
    ટિકિટ લીધા વિના મુસાફરી કરતા 342 ખુદાબક્ષ ઝડપાયા:રાજકોટ ડિવિઝનમાં ચેકિંગ દરમિયાન એક જ દિવસમાં 551 કેસ, રૂ.5 લાખ કરતા વધુનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment