Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિકિટ લીધા વિના મુસાફરી કરતા 342 ખુદાબક્ષ ઝડપાયા:રાજકોટ ડિવિઝનમાં ચેકિંગ દરમિયાન એક જ દિવસમાં 551 કેસ, રૂ.5 લાખ કરતા વધુનો દંડ વસૂલાયો

    1 day ago

    રાજકોટમાં મુસાફરોને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવા, વગર ટિકિટે અને અનિયમિત મુસાફરી કરવાના દૂષણ પર અસરકારક અંકુશ લાવવા તથા રેલવે આવકનું નુકસાન અટકાવવાના હેતુથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા એક દિવસીય સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં 342 ટીકીટ વિના મુસાફરી કરતા ખુદાબક્ષો સહિત 551 કેસ નોંધાયા હતા. તેમજ રૂ. 5 લાખ કરતા વધુનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો. આ ઝુંબેશ દરમિયાન વંદેભારત સહિતની ટ્રેનનાં મુસાફરોની ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ ડિવિઝનમાં ટિકિટ ચેકિંગ ઝુંબેશ અંતર્ગત વંદે ભારત, એક્સપ્રેસ, સુપરફાસ્ટ, પેસેન્જર અને મેઇલ/ઇન્ટરસિટી ટ્રેનો સહિત ડિવિઝનમાંથી પસાર થતી વિવિધ મુખ્ય ટ્રેનોમાં વ્યાપક ધોરણે ટિકિટ ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર (ACM), ટિકિટ ચેકિંગ સ્ટાફ, કોમર્શિયલ ઈન્સ્પેક્ટર અને કોમર્શિયલ વિભાગના અન્ય કર્મચારીઓએ સક્રિયપણે ભાગ લઈને ટ્રેનો અને સ્ટેશનો પર સઘન તપાસ હાથ ધરી હતી. ટિકિટ ચેકિંગ દરમિયાન વિવિધ નિયમભંગ બદલ 551 લોકોને, 5.29 લાખનો દંડ રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ઝુંબેશ દરમિયાન નિયમભંગ કરીને વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષો, ઉચ્ચ શ્રેણીના ડબ્બાઓમાં અનિયમિત રીતે મુસાફરી કરતા મુસાફરો અને બુક કરાવ્યા વગરનો વધારાનો સામાન લઈ જતા લોકો પર ધ્યાન આપવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન વિવિધ નિયમભંગ બદલ કુલ 551 કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષ મુસાફરોના 342 કેસમાંથી રૂ. 3,48,185 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોતાની ટિકિટ કરતાં ઉચ્ચ શ્રેણીના કોચમાં અનિયમિત રીતે મુસાફરી કરવા બદલ 206 કેસ નોંધવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રૂ. 1,81,510 નો દંડ વસૂલ કરાયો હતો. તેમજ ક્ષમતા કે નિયમ કરતાં વધુ બુક કરાવ્યા વગરનો સામાન સાથે રાખીને મુસાફરી કરવાના 3 કેસમાંથી રૂ. 150 નો દંડ મેળવવામાં આવ્યો હતો. આમ, આ એક જ દિવસીય આકસ્મિક અને સઘન ચેકિંગ ઝુંબેશ દરમિયાન કુલ 551 કેસમાંથી રૂ. 5,29,845ની આવક થઈ હતી. વગર ટિકિટે મુસાફરી કરનારા પર રેલવેની કાર્યવાહી રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ તમામ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ હંમેશા પોતાની મુસાફરી માટે યોગ્ય અને માન્ય ટિકિટ લઈને સન્માનપૂર્વક મુસાફરી કરે તથા રેલવેના નિયમોનું પાલન કરે. મુસાફરોના સક્રિય સહયોગથી જ સુરક્ષિત, સુવિધાજનક અને શિસ્તબદ્ધ રેલ મુસાફરી સુનિશ્ચિત કરી શકાય છે. આ ટિકિટ ચેકિંગ ઝુંબેશનો મુખ્ય હેતુ અનિયમિત અને વગર ટિકિટે મુસાફરી કરનારા ખુદાબક્ષો પર કડક અંકુશ લાવવાનો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વ્યારા હોસ્પિટલમાં ધાર્મિક પ્રવૃત્તિનો વિવાદ વકર્યો:દર્દીઓના વોર્ડમાં ધાર્મિક પ્રાર્થનાનો વીડિયો વાયરલ; દેવ બિરસા સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપી FIRની માંગ કરી
    Next Article
    93 Workers Disappeared Inside Nepal Tunnel. Thermal Drones Found Nothing

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment