Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી પોલીસે ગુમ થયેલા 23 મોબાઈલ, દાગીના શોધી કાઢ્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ 13.16 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

    1 day ago

    વાપી ટાઉન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ₹13.16 લાખનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કર્યો છે. આ કાર્યવાહીમાં 23 ગુમ થયેલા મોબાઈલ ફોન અને સોના-ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસ દ્વારા લોકોનો વિશ્વાસ વધારવા અને પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે 'તેરા તુજકો અર્પણ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ વાપી ટાઉન પોલીસે કુલ ₹13,16,992/- નો મુદ્દામાલ શોધી કાઢીને પ્રશંસનીય કામગીરી કરી છે. રાજ્યના ડીજીપી જી.એસ. મલિકના માર્ગદર્શન અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીવાયએસપી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ અને વાપી ટાઉન પીઆઈ કે.બી. ઝાલાની રાહબરીમાં પોલીસે ગુમ થયેલા મોબાઈલની અરજીઓને CEIR પોર્ટલ પર સર્ચ કરી ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા કુલ 23 મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. પરત કરાયેલા મુદ્દામાલમાં ₹4,94,982/- ની કિંમતના 23 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ₹8,22,010/- ના સોના-ચાંદીના દાગીના પણ પરત કરવામાં આવ્યા છે. આ દાગીનાઓમાં વાપી ટાઉન પોલીસ મથકે નોંધાયેલા એક ગુનાની ₹4,17,010/- ની સોનાની ચેઈન અને સેલવાસના બાવીસા ફળિયાના રહીશ પંકજભાઈ અરવિંદભાઈ સોલંકીના ગુમ થયેલા ₹4,05,000/- ના ઘરેણાંનો સમાવેશ થાય છે. પીઆઈ કે.બી. ઝાલા દ્વારા આ તમામ મત્તા તેના મૂળ માલિકોને સુપરત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કિન્નર અઘોરીએ સળગતી ચિતામાંથી માંસ કાઢીને ખાધું:ઉજ્જૈનની કાલી ઉર્ફે નંદ ગિરીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું; નારાજ સંતો બોલ્યા-પોલીસ FIR કરે
    Next Article
    સુરેન્દ્રનગરમાં વિચરતી-વિમુક્ત જાતિ મુક્તિ દિવસની ઉજવણી:સમાજ શિક્ષણ શિબિર યોજાઈ, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment