Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શ્વાનની અંતિમયાત્રા:આઠ વર્ષથી પાળેલા શ્વાનનું મૃત્યુ થતાં પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડ્યા

    10 hours ago

    પાટણના જાણીતા જીવદયા પ્રેમી હર્ષદ પંચોલીના પરિવારમાં પુત્ર સમાન ઉછેરેલા શ્વાન કબીરનું ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. કબીરની અંતિમયાત્રા સોમવારે સવારે પાટણ ખાતે યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લગભગ આઠ વર્ષ પહેલા, હર્ષદ પંચોલી 20 દિવસના એક શ્વાન બચ્ચાને ઘરે લાવ્યા હતા અને તેને કબીર નામ આપ્યું હતું. પરિવારના સભ્ય અને પુત્રની જેમ તેનું પાલનપોષણ કરવામાં આવ્યું હતું. પંચોલી પરિવાર કબીરને ગમે ત્યાં બહાર ફરવા જતા ત્યારે પણ સાથે લઈ જતા હતા, જેના કારણે કબીર સાથે ગાઢ આત્મીયતા બંધાઈ ગઈ હતી. થોડા દિવસો પૂર્વે આઠ વર્ષના કબીરની તબિયત બગડી હતી. તેને અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, પરિવારજનો અને તબીબોના અથાગ પ્રયત્નો છતાં કબીરને બચાવી શકાયો ન હતો અને તેનું નિધન થયું હતું. કબીરના નિધનથી પંચોલી પરિવાર અને જીવદયા પ્રેમીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સોમવારે સવારે કબીરને પાટણ સ્થિત નિવાસસ્થાનેથી સુજનીપુર જેલ રોડ પર આવેલી સરસ્વતી નદીના કિનારે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો હતો. વાજતે-ગાજતે નીકળેલી આ સ્મશાન યાત્રામાં જોડાયેલા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હર્ષદ પંચોલી અને તેમના પરિવાર દ્વારા એક શ્વાનનો પુત્રની જેમ ઉછેર અને લાલનપાલન કરવાની ઉમદા જીવદયા ભાવનાને સૌએ બિરદાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ક્ષત્રિય સમાજે કાજરા ચોથ પર્વ ઉજવ્યો:સિંધવાઈ માતાજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, હિંગળાજ માતાજીનો આશ્રય આપી હાથવણાટ શીખવ્યાની દંતકથા
    Next Article
    લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સહિત 14 આરોપી જેલહવાલે:ગૌતમ સોલંકી-રઈશ સહિત આરોપીની મેડિકલ તપાસ કરાઈ, અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment