Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર સહિત 14 આરોપી જેલહવાલે:ગૌતમ સોલંકી-રઈશ સહિત આરોપીની મેડિકલ તપાસ કરાઈ, અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ

    12 hours ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 14 આરોપીના રિમાન્ડ આજે પૂર્ણ થતા હોવાથી કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે કોર્ટે તમામ 14 આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેમાં મુખ્ય આરોપીઓ ગૌતમ સોલંકી, રઈશ અન્સારી, જતીન કાંબડ, સારસ સોલંકી, પારસ ઉર્ફે પપ્પુ ચુડાસમા, મનદીપસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો ગોહિલ, જયદીપ મકવાણા, હર્ષ ઉર્ફે હસુ ચૌહાણ, વિવેક અલગોતર, ભાર્ગવ ભટ્ટ, કેવલ ઉર્ફે સાંગો સોલંકી, સુખદેવ સલાટ અને હાર્દિક ઉર્ફે ટોંચો બારૈયાના રિમાન્ડ પૂર્ણ થતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં ન આવતા કોર્ટે તમામ 14 આરોપીને જેલ હવાલે કર્યાં હતા. એ પહેલા 30 ઓગસ્ટે સાંજે 14 આરોપીને મેડિકલ તપાસ માટે સર ટી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તો આ તરફ SMCના આઈજીપી ગગનદીપ ગંભીર પણ 30 ઓગસ્ટે ભાવનગર પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી. લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત જિલ્લાના વરતેજ સ્થિત આંબલી ફળીયામાં રહેતા ગૌતમ સોલંકીએ મધ્યપ્રદેશના મોહમ્મદ રઈશ અંસારી અને તેના સાગરીતો પાસેથી રો-મટીરીયલ મંગાવીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવ્યો હતો. આ ઝેરી દારૂના સેવનથી 61 લોકોની તબિયત લથડી હતી, જેમાંથી 13 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને વરતેજ પોલીસ મથકમાં 21 શખસો સામે ગુનો નોંધાયો હતો. અત્યાર સુધીમાં આ કેસમાં 37 આરોપીની ધરપકડ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના એસપી મયુરસિંહ ચાવડા અને તેમની ટીમે સંભાળી હતી. SMCએ મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને ઉજ્જૈનથી ઝડપાયેલા રઈશ અંસારી સહિત અત્યાર સુધીમાં 37 આરોપીની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં શ્વાનની અંતિમયાત્રા:આઠ વર્ષથી પાળેલા શ્વાનનું મૃત્યુ થતાં પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડ્યા
    Next Article
    16-Year-Old Teen Gang-Raped On Moving Bus In Greater Noida, 2 Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment