Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ક્ષત્રિય સમાજે કાજરા ચોથ પર્વ ઉજવ્યો:સિંધવાઈ માતાજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી, હિંગળાજ માતાજીનો આશ્રય આપી હાથવણાટ શીખવ્યાની દંતકથા

    10 hours ago

    ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત કાજરા ચોથ પર્વની સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સેવાશ્રમ રોડ પર આવેલા સિંધવાઈ માતાજીના મંદિરેથી કાજરાના પ્રતિક અને હિંગળાજ માતાજીના વરઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સભ્યો જોડાયા હતા. કાજરા ચોથનો તહેવાર ક્ષત્રિય સમાજની હિંગળાજ માતા પ્રત્યેની આસ્થા અને પરંપરા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન પરશુરામ દ્વારા ક્ષત્રિયોના સંહાર સમયે, ક્ષત્રિયોએ પોતાની જાતિના રક્ષણ માટે હિંગળાજ માતાનો આશ્રય લીધો હતો. ત્યારબાદ માતાજીએ તેમને જીવનનિર્વાહ માટે હાથવણાટનો હુન્નર શીખવ્યો હતો. ક્ષત્રિયોએ હાથવણાટ દ્વારા પ્રથમ ચૂંદડી તૈયાર કરીને માતાજીને અર્પણ કરી હતી. સમાજના સભ્યોના મતે, આ પરંપરાની યાદમાં ભરૂચમાં કાજરા ચોથની ઉજવણી કરવામાં આવે છે. આ પર્વના દિવસે સમાજની પરિણીત મહિલાઓ ઉપવાસ રાખીને ધાર્મિક વિધિઓમાં ભાગ લે છે. શ્રાવણ સુદ અગિયારસથી વિવિધ ઘરોમાં માતાજીના જવારા સ્થાપિત કરવામાં આવે છે. શ્રાવણ વદ ચોથના દિવસે માતાજીને બાજટ પર બિરાજમાન કરીને ચૂંદડી ઓઢાડવામાં આવે છે. સોમવારે સિંધવાઈ માતાજીના મંદિરે હોમ-હવન અને પૂજા સહિતની ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. ત્યારબાદ કાજરાનું પ્રતિક શોભાયાત્રા સ્વરૂપે કબીરપુરા અને ખત્રીવાડ વિસ્તારમાં લઈ જવામાં આવ્યું હતું. પરંપરા અનુસાર, કબીરપુરામાં વિવિધ સમાજના લોકોના ઘરે કાજરાના પ્રતિકનું નમન કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રાનો સમાપન બરાનપુરા ખત્રીવાડ સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે થયું હતું, જ્યાં કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજન દરમિયાન ક્ષત્રિય સમાજમાં ધાર્મિક આસ્થા અને પરંપરાનો માહોલ છવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથના ભેટાળી ગામમાં દીપડો ઘૂસ્યો:વાછરડાનું મારણ, વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો
    Next Article
    પાટણમાં શ્વાનની અંતિમયાત્રા:આઠ વર્ષથી પાળેલા શ્વાનનું મૃત્યુ થતાં પરિવારજનો ધ્રુસકે ધ્રુસકે રડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment