Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૉન્ટાજ:ડીસીઃ દાસ અને ચંદ્રાનું પાગલપન!

    12 hours ago

    પાર્થ દવે એનું નામ દેવદાસ. કાયદો ન્યાય અપાવવામાં નિષ્ફળ ગયો હોય, એમની મદદ કરવા તૈયાર. નાનકડી ગૅંગ છે, તેનો બૉસ. થાય છે એવું કે દાસ અને તેની ગૅંગ પોલીસનાં હથિયારો લઈ જતી ગાડી લૂંટી લે છે. એ જ વખતે એક ભ્રષ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પૈસા માટે ખેડૂતની હત્યા કરે છે. પોલીસ અને વહીવટીતંત્ર ખેડૂતના પરિવારની મદદ કરવાનો ઇનકાર કરે છે ત્યારે તેઓ દેવદાસ પાસે પહોંચે છે. હવે દેવદાસની ટુકડી સારી છે અને પોલીસ ખરાબ! દેવદાસ ન્યાય અપાવે છે. પોલીસ દાસ આણિ મંડળીને પકડવા ટાસ્ક ફોર્સ બનાવે છે. પોલીસથી બચવા તે બધા એક લૉજમાં છુપાય છે. લૉજમાં પાર્વતી નામની સિંગર છે. દેવદાસ અને તે મળે છે. બંને અજાણ્યા છે એકબીજા માટે, પણ દેવદાસને થાય છે પ્રેમ. લૉજનો માલિક દેવદાસની જાણકારી આપી દે છે. ત્યાં દેવદાસ અને પોલીસની અથડામણમાં પાર્વતીનું મૃત્યુ થાય છે. દેવદાસને દુઃખ અને ગિલ્ટ થાય છે. તે જેલમાંથી ભાગે છે અને બદલો લેવા લૉજના માલિકને શોધતો શોધતો વેશ્યાલયમાં જાય છે. ત્યાં તેને મળે છે ચંદ્રા! દેવદાસ અને ચંદ્રાની વાર્તાની અહીં થાય છે શરૂઆત! ફિલ્મનું નામ છે: ‘ડીસી’ (DC). ‘ડીસી’ એટલે દેવદાસ અને ચંદ્રા. *** ‘દેવદાસ’ (શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય)ની વાર્તાને વર્ષોથી એકાધિક રીતે રજૂ કરાઈ છે. મોટા ભાગે તેનો નાયક મૅન-ચાઇલ્ડ છે, જેને લૂઝર કહી શકાય. તેની પ્રેમિકા તેને છોડે છે અને તે અટકી જાય છે, પોતાની જાતને બરબાદ કરે છે. ચંદ્રમુખી તેને મળે છે - ચાહે છે તેને, પણ તે પાર્વતીને નથી ભૂલી શકતો, નથી છોડી શકતો. અરુણ માથેશ્વરનનો દેવદાસ પોતાની માતાના મૃત્યુથી પીડાય છે. તેનામાં સારા ગુણો પણ છે. પાર્વતી એક પ્રોફેશનલ સિંગર છે. તેના હાથ પર આત્મહત્યાનો પ્રયાસ કર્યાનાં નિશાન છે. મેકર્સ તેની પાછળ કોઈ સ્પષ્ટતા નથી કરતા. ફિલ્મ જોતી વખતે તેની જરૂર પણ નથી જણાતી, પણ સમજાય છે કે તેનો ભૂતકાળ સારો નહોતો. તેના ભાર સાથે પાર્વતી જીવે છે. દેવદાસ તેને પૂછે છે કે, તે પોતાના મનનું ધાર્યું કરી શકે છે? દેવદાસ તેની મદદ કરવા ચાહે છે, પણ થાય છે ઊલટું. ત્રીજું પાત્ર ચંદ્રાનું છે. તે મૂળ કોલકાત્તાની છે (ચંદ્રમુખી!), પણ તેની પાસે બધાં સ્ટેટના ગ્રાહકો આવે છે એટલે તેને બધી ભાષાઓ આવડે છે! તેનું અહીં સતત શોષણ થયું છે. ચંદ્રા અને દેવદાસ બંને પોતાના ભૂતકાળના ભારથી દબાયેલાં છે, સમાજથી ગિન્નાયેલાં છે. મુલાકાત બાદ બંને સાથે સફર ખેડે છે, જ્યાં ડ્રામા છે, ઇમોશન્સ પણ છે; પરંતુ બંનેના વ્યક્તિત્વ જેવું—રૂક્ષ અને ખરબચડું! પહેલા સીનથી ચંદ્રા પાસે એક ગુલાબનું ફૂલ છે. દેવદાસ પૂછે છે ચંદ્રાને, ‘આ ફૂલ સુકાતું નથી?’ ચંદ્રા કહે છે, ‘આ પ્લાસ્ટિકનું ગુલાબ છે, મારા જેવું!’ અરુણ રંજન અને અરુણ માથેશ્વરને લખેલી ‘ડીસી’ ફિલ્મમાં ઇમ્પેક્ટફુલ એક્શન સીન્સ છે. એક્શન સીન્સ પાછળ લાગણી છે, પણ તે સપાટી પર છે. તેની ઊંડે મેકર્સ નથી ગયા. લાગે છે કે તે મેકર્સે ઈરાદાપૂર્વક લીધેલો નિર્ણય છે. આપણને ખ્યાલ આવે છે કે, દેવદાસનો ભૂતકાળ શું હતો. પાર્વતી માટે હિન્ટ મળે છે. ચંદ્રાનું દુઃખ એક જેસ્ચરમાં અને જેસ્ચર બાદના સંવાદમાં ખૂલે છે. તમામનો અભિનય એવો છે કે જાણે કલાકારોને સંપૂર્ણ બૅક સ્ટોરી કહેવાઈ હોય! ચંદ્રા તરીકે વામિકા ગબ્બી છે, પાર્વતીના ટૂંકા રોલમાં સંજના ક્રિશ્નામૂર્તિ છે અને દેવદાસ તરીકે લોકેશ કનગરાજ છે. લોકેશ કનગરાજ એટલે ‘માનગરમ’, ‘કૈથી’, ‘માસ્ટર’, ‘વિક્રમ’, ‘લિઓ’ અને ‘કૂલી’ના ડિરેક્ટર! અભિનેતા તરીકે આ તેમની પહેલી ફિલ્મ છે. લોકેશ કનગરાજ અને અરુણ માથેશ્વરને અમુક દૃશ્યોમાં કમાલ કરી છે. દાસની ટુકડી એક વ્યક્તિના ઘરમાં આશરો લે છે. વ્યક્તિ પોલીસને જાણ કરી દે છે. આશરા બાદ બીજા દિવસે બધા ઘરની બહાર નીકળી ચૂક્યા છે ત્યારે દાસ પેલી વ્યક્તિને પૈસા આપવા પાછો આવે છે. તેવા સમયે પોલીસ આવે છે. દેવદાસ સારો માણસ બની રહ્યો હતો અને પોલીસ તેને પકડી લે છે! તેને દુઃખ થાય છે, પણ પેલી વ્યક્તિ પર ગુસ્સો નથી આવતો. પેલી વ્યક્તિના ચહેરા પર પણ પોતાના કૃત્ય બદલ અફસોસ છે. લોકેશ કનગરાજ અને વામિકા ગબ્બી વચ્ચેનાં દૃશ્યો અફલાતૂન ફિલ્માવાયાં છે. પત્થર જેવી સ્થિરતા છે દેવદાસના ચહેરા પર અને ચંદ્રા બેફિકર છે; કેમ કે તેની સાથે અત્યાર સુધી જે થયું, તેના કરતાં વધુ ખરાબ કંઈ થઈ શકવાનું નથી. બંને એકબીજાની મદદ કરે છે. ફિલ્મના આર્ટ ડિપાર્ટમેન્ટે મારફાડ કામ કર્યું છે. ‘ડીસી’નું સૌથી જમા પાસું તેનું સંગીત છે. સ્ટાર્ટિંગ ક્રેડિટ્સમાં મોટા અક્ષરે લખેલું આવે છે: ‘ઍન અનિરુદ્ધ મ્યુઝિકલ’ અને અનિરુદ્ધે દરેક મોરચે તે સાબિત કર્યું છે. ફિલ્મનું સંગીત એક સીન સિવાય ક્યાંય કન્વેન્શનલ નથી. એટલે કે એક્શન સીન હોય તો એક પ્રકારનું સંગીત કે પ્રણય દૃશ્ય હોય તો રોમૅન્ટિક મ્યુઝિક વાગે... પણ અહીં અનિરુદ્ધે ‘અખતરા’ કર્યા છે. અહીં શાસ્ત્રીય રાગ વાગે છે (રાગ ઑફ રિવેન્જ, થાલામ ટ્રિપ, નમસ્તે). સ્ક્રીન પર જે દેખાય છે તે ડિરેક્ટરનું વિઝન છે અને તેમના વિઝન આધારિત અનિરુદ્ધે પોતાનું વિઝન પીરસ્યું છે! એક શૂટઆઉટ દરમિયાન લગ્નમાં વાગતા બ્રાસ-બૅન્ડ સાઉન્ડનો ઉપયોગ કરાયો છે. દેવદાસની ધરપકડ દરમિયાન સ્પેગેટી વેસ્ટર્નની શૈલીમાં ફાડો (fado) સંગીત સંભળાય છે! }
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:જટિલતામાં ગૂંચવાયેલું જીવન
    Next Article
    વિકાસની વાટે:દરેક જણ ઈચ્છે છે કે તેને કોઈ સાંભળે પણ સાંભળનાર મળતું નથી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment