Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:ફિલ્મ ‘શોલે’માં વીરુ બસંતીને નાચવાની ના કેમ પાડે છે?

    11 hours ago

     ઈશ્વરે પુરુષને કોયલ જેવો અવાજ કેમ નથી આપ્યો? (સાગર ખોરસીયા, પાલિતાણા) - કોયલ પુરુષના કંઠમાં ‘કુહુક…’ કરતી હોત તો તમને ગમત? ઓડકાર ખાતી હોય એવું લાગત!  પત્ની કહે છે કે, તમારી સાથે ઝઘડું નહીં તો બીમાર થઇ જવાય! (ડૉ. મહેન્દ્ર મૈસૂરીયા, અમદાવાદ) - પાડોશણો કરતા તમને ઊંચા સ્થાને મૂકે છે.  સમજદાર પત્ની પાસેથી શું શીખવાનું? (મહાસુખ દરજી, અમદાવાદ) - એ જ કે, એની પાસે બહુ ડાહ્યા નહીં થવાનું!  રસ્તાઓ ઉપરના ખાડા બમ્પનું કામ કરે છે! (ડૉ. સંકેત શેઠ, કરમસદ) - બમ્પ વચ્ચેથી રસ્તો શોધવાનું કામ સહેલું નથી!  સુરતની સૂતરફેણી ઉપરાંત શું વખણાય છે? (કિરણ મોવડીયા, માણસા) - ગાળો.  મહાકુંભમાં જવા જેવું હતું, ખરું? (હિતેશ દમણીયા, સુરત) - ના રે ના...નહાવા માટે એટલે દૂર જવું ન પોસાય!  ટી-શર્ટની પાછળ વિચિત્ર સ્લોગન કેમ લખાવે છે? (શશિકાંત મશરૂ, જામનગર) - ભ‘ઈ ખોવાઇ જાય તો જલદી મળી આવે, એટલે!  ‘ચોર ચોરી સે જાય, હેરાફેરી સે ન જાય‘.. એ તમે ક્યા સંદર્ભમાં લખ્યું હતું? (શિવમ યાજ્ઞિક, રાજકોટ) - એ મારી આત્મકથાનો ભાગ છે.  મચ્છર લોહી પીએ છે, તો ખાય છે શું? (જાવેદ દસાડીયા, વલ્લભીપુર) - જે ‘પીવાનું’ આપે છે... એ જમવાનુંય આપી રહે છે!  અંગ્રેજી શબ્દ Futureનો ઉચ્ચાર ‘ફૂટુરે‘’કેમ નહીં? (યોગેશ જોશી, હાલોલ) - હાલોલનો ઉચ્ચાર ‘હલો હલો’ થાય છે કાંઈ?  કાળું દાળમાં જ કેમ હોય છે, શાકમાં કેમ નહીં? (અમૃત સોલંકી, બોટાદ) - કોઇ વહેમ પડે ત્યારે દાળને બદલે શાકમાં કાળું બોલી જોજો!  ચૂંટણી પ્રચાર માટે નીકળેલાઓને પ્રજા-વિરોધનો સામનો કેમ કરવો પડે છે? (અબ્બાસ કૌકાવાલા, સુરત) - ઘેર ઘેર ફૂલહાર તો ન ચઢાવાય ને?  સગાઇ પછી હકીભાભીને સાઇકલ પર બેસાડીને કાંકરિયા લઇ જતા ખરા?(પંકજગીરી ગોસ્વામી, લુણીવાવ) - હા. હકીને પણ લઇ જતો!  ફિલ્મી અદાલતોના જજ વારંવાર ટૅબલ પર હથોડી કેમ ફટકારતા હોય છે? (વિદુર પંડ્યા, ગાંધીનગર) - બચાવ પક્ષના વકીલના લમણાં ઉપર ન ફટકારાય માટે!  સાંસદોની સંખ્યા વધારવાથી સરકારી કામકાજોની ગુણવત્તા સુધરશે? (પરેશ અંતાણી, રાજકોટ) - ‘સાંસદ‘ અને ‘કામકાજ’ બે વચ્ચે શું સંબંધ?  ‘પતિત પાવન’માં પતિને તપાવવાનો શું અર્થ? (ચંદ્રહાસ પટેલ, ગાંધીનગર) - પત્નીને તપાવી શકાય… પતિને તપાવવો પૉસિબલ નથી! મરેલાને શું મારવો?  પંખો ચાલુ રાખીને મમરા ખાવાનો ઉપાય બતાવશો. (નરેશ પરમાર, ભરૂચ) - આવાં અરમાનો સાથે તમે દાળ-ઢોકળી સુધી કદી પહોંચી નહીં શકો!  તમે બ્રાહ્મણ છો. કેટલા લાડવા ખાઈ શકો? (મૂળજી પટેલ, વડોદરા) - કોના ઘરે ખાવાના છે, એની ઉપર બધો આધાર છે!  પત્ની પિયર જવા તરત માની જાય, એ માટે શું કરવું? (કાનજી વેણ, કુંભારડી, વાવ-થરાદ) - સોગંદ ખાઈને કહો કે, જમવા માટે બાજુવાળી ઉપર આધાર નહીં રાખું!  ચૂંટણી વખતે જ દેખાતા નેતાઓને શું કહેવું? (સંજય લકુમ, ચુડા-સુરેન્દ્રનગર) - એવાં મોઢાં વારંવાર જોઇને તમારે કામેય શું છે?  સવાલ તમે પૂછો ને જવાબ અમે આપીએ. એવું ક્યારે બને? (રોહિત દરજી, હિંમતનગર) - હું તમારી રોજી ઉપર લાત મારવા આવ્યો?  ટિકિટ ન મળે તો ઉમેદવારો પાટલી કેમ બદલે છે? (શૈલેષ દરજી, અમદાવાદ) - બીજું શું બદલી શકે?  ‘સોળે સાન ને વીસે વાન....‘ તો વીસ પછી શું? (મનન ખાખરિયા, રાજકોટ) - વીસે પહોંચ્યા પછી કોઇ આવા સવાલો પૂછતું હશે?  સંતાન કરતાંય મોબાઈલ બીમાર પડે, એની આજકાલ ચિંતા વધારે કેમ હોય છે? (જીતેન્દ્ર કેલા, મોરબી) - અમારામાં તો એવું ન હોય! અમે તો વાઇફનો મોબાઈલ લઇ લઇએ!  લાગે છે, હવે બગડેલા સંબંધો માટેય બેસણું રાખવું પડશે! (રાજેશ સિનરોજા, એમને પોતાના ગામનું નામ ખબર નથી!) - તમારે ચિંતા કરવા જેવું નથી. તમારી સાથે કોને કોને બગડ્યું છે, એય તમને યાદ નહીં હોય!  ટપાલ પાડોશીના ઘેર પહોંચી જાય તો? (શરદ મહેતા, ભાવનગર) - તોય, તમારે ચૂકવવાના હોય એ તો ચૂકવવા જ પડે! દર વખતે પાડોશી કામમાં ન આવે!  અભિમાન તો રાવણ સિવાય અન્ય રાજાઓમાંય હતું, છતાં બદનામ રાવણ જ કેમ? (મધુકર માંકડ, રાજકોટ) - એ બદનામ હતો, એમાં તો નામ થયું!  આ જમાનામાં સાચો પ્રેમ શક્ય છે? (નંદિની જોશી, પોરબંદર) - અફ કૉર્સ, શક્ય છે. મા-બાપ કે ભાઈ-બહેન સિવાય પણ પ્રેમ ઉચ્ચ કોટિનો હોઇ શકે છે… બધો આધાર અર્થઘટનો ઉપર છે.  તમે હાસ્યલેખક છો… પોતે હસો છો ખરા? (મિતેશ શાહ, વલ્લભવિદ્યાનગર) - ખૂબ હસું છું. સમાજ, શરીર કે ઇશ્વર... કોઈની સામે ફરિયાદ નથી!  અમેરિકા અને ઈરાન યુદ્ધ વિશે શું કહો છો? (પ્રફુલ્લ દવે, ભાવનગર) - બેમાંથી એકેય ખલાસ થાય એવા નથી, પણ એમને લીધે ઘણા બર્બાદ થઈ જશે!  હાસ્યલેખો લખવા ઉપરાંત તમને બીજું શું ફાવે? (નૂતનકુમાર ભટ્ટ, સુરત) - હાસ્યલેખોય ફાવે છે, એવું તમે માનો છો, માટે આભાર!  તંગી દરેક ચીજોની ચાલે છે.... સ્મશાનનાં લાકડાંની તંગી થશે તો? (હેમંત ત્રિવેદી, વડોદરા) - તો વગર લાકડે બળીશું!
    Click here to Read More
    Previous Article
    કૉલાજ:અનુવાદનો આનંદ, આનંદનો અનુવાદ
    Next Article
    માય સ્પેસ .:લિ. હું આવું છું: હસ્તાક્ષરમાંથી ઊઘડતા મેઘાણી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment