Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:સફળતાનો રસ્તો કંટાળાજનક જ હોય

    11 hours ago

    મારું નામ પહેલી વારમાં કોઈ સાચું બોલી શકતું નથી, પણ મારું નામ સંસ્કૃત મૂળમાંથી આવે છે. અવધિજા એટલે પાણી કે સમુદ્રમાંથી જન્મેલી. લક્ષ્મીમાતાનું એક નામ છે— જેની કથા સમુદ્રમંથન સાથે જોડાયેલી છે. મારો જન્મ દિવાળીના દિવસે થયેલો એટલે મારી મમ્મીએ આ નામ પાડ્યું હતું. મારા નામની બીજી કોઈ વ્યક્તિને હું મળી નથી. મને અંગત રીતે મારું નામ ખૂબ ગમે છે.’ અનોખું નામ ધરાવતાં અવધિજા ગુપ્તા ગુજરાત કેડરનાં IAS અધિકારી છે. દરિયાની જેમ જ પિતાની ફરતી નોકરી અને પોસ્ટિંગના કારણે અવધિજાનો અભ્યાસ ભારતના અલગ અલગ શહેરોમાં થયો. મધ્યપ્રદેશમાં જન્મ થયો, ત્યારબાદ છત્તીસગઢ, રાજસ્થાન અને પછી 11-12, કોલેજ તથા સિવિલ સેવાના પહેલા બે પ્રયાસ પશ્ચિમ બંગાળ— કોલકાતામાં અને છેલ્લે પૂણેથી. ‘સાતમા ધોરણમાં મારી એક કઝિને UPSC પાસ કરેલી, એમને IPS મળેલું. બાળપણમાં મનેય આવું કંઈક કરવાની ઇચ્છા થઈ આવી. મેં પપ્પાને વાત કરી— એમણે પણ મારા વિચારને ટેકો આપ્યો. પરીક્ષા શું છે એ ખબર નહોતી પણ એ તરફ આકર્ષણ કાયમી રહ્યું. 11મા ધોરણમાં એટલે જ મેં આર્ટ્સ પસંદ કર્યું. ઇતિહાસ મારો ગમતો વિષય હતો— મેન્સમાં પણ એ જ વિષય હતો મારો. ગ્રેજ્યુએશન પણ એ જ વિષયમાં કર્યું. કોલેજના પહેલા વર્ષથી જ અખબારો ઊંડાણપૂર્વક વાંચવાની શરૂઆત કરી નાખી હતી.’ ‘...પણ આટલી ધગશ છતાં પહેલા ત્રણ પ્રયાસમાં મારી પ્રીલિમિનરી જ ન થઈ. મારી લેખન ક્ષમતા પર મને ભરોસો હતો પણ પ્રીલિમિનરી જ મારા રસ્તા વચ્ચે હતી અને કારણ હતું ગણિત. ગણિત મારું નબળું હતું અને એટલે CSATમાં જ માર ખાઈ રહી હતી વારંવાર. ચોથા પ્રયાસમાં મેં CSAT પાછળ જીવ રેડીને તૈયારી કરી અને જાણે તમામ અવરોધો પાર થઈ ગયા!’ અવધિજાનો મુખ્ય વૈકલ્પિક વિષય ઇતિહાસ હતો. તેઓ ઇતિહાસના ચાહક અને સ્નાતક હોઈ તેમણે આ વિષય પસંદ કર્યો હતો.‘ઉમેદવારોએ શક્ય હોય તો પોતાની રુચિનો કે પછી સ્નાતકનો વિષય લેવો જોઈએ. સ્નાતકનો વિષય લેવાથી ઉમેદવાર પાસે વિષયનું જે ઊંડાણ હશે એ, આ જ વિષયને સ્નાતક વિના રાખનારા લોકો પાસે નહીં હોય અને બધાના સ્ત્રોત પણ એક જ જેવા હશે જેમાં જવાબ અનન્ય નહીં રહે.’ ‘બીજું એ કે ઇતિહાસ વાંચવા અને લખવામાં થોડો લપસણો વિષય છે. તથ્યો, દૃષ્ટિકોણ અને નવી વિગતોનો અંત નથી આવતો. એટલા માટે અભ્યાસક્રમ સામે રાખીને વાંચવો જરૂરી છે. વાંચવાના સ્ત્રોત પણ મર્યાદિત રાખવા જરૂરી છે, નહીંતર અભ્યાસક્રમ પૂરો થશે જ નહીં.’ ‘મેં શરૂઆતમાં લખવાની ખૂબ પ્રેક્ટિસ કરી પણ પ્રીલિમિનરીની સતત નિષ્ફળતાઓએ લખવાથી મારો રસ ઉડાડી દીધો, જે પ્રીલિમિનરી પાસ કર્યા પછી પાછો આવ્યો. હું રોજ નહોતી લખતી કે આખા જવાબો પણ નહોતી લખતી. એની જગ્યાએ મિની ટેસ્ટ આપતી, સવાલો જોઈને માઇન્ડમેપ બનાવતી, એમાં મુદ્દા, તથ્યો, ઇતિહાસકારોના અવતરણો વગેરે નોંધની જેમ લખતી. એક સમયે 10 સવાલો.’ ‘સતત ત્રણ પ્રીલિમિનરીની નિષ્ફળતા નિરાશા તરફ લઈ જઈ રહી હતી. મેં અન્ય વિકલ્પો સાથે રાજ્ય લોકસેવા આયોગની પરીક્ષાઓ આપી, એની સફળતાએ વિશ્વાસ આપ્યો. મારું માનવું છે કે ઉમેદવારોએ પહેલા બે પ્રયાસો પૂરી શક્તિથી આપવા પણ આ પરીક્ષાની અનિશ્ચિતતાઓ જોતાં અન્ય વિકલ્પ પણ મનમાં રાખવા.’ ‘ત્રીજું સોશિયલ મીડિયા. એને બહુ દૂર કે નજીક રાખી શકાય નહીં. ‘ટેલિગ્રામ’ની ચેનલો અભ્યાસ સામગ્રી માટે ઉપયોગી હતી પણ ‘ઇન્સ્ટાગ્રામ’થી દૂર રહેવું. સમય ક્યાં ખવાઈ જાય એની ખબર ન રહે. કેટલાક લોકો ચાર દિવસ અનઇન્સ્ટોલ કરી પાંચમા દિવસથી આખો દિવસ એના પર કાઢે એ પણ યોગ્ય નથી. એના કરતાં ટાઇમર મૂકવું બરાબર છે, પણ બને તો દૂર જ રહેવું.’ ‘પર્સનાલિટી ટેસ્ટમાં મને મોટા ભાગના સવાલો ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મમાંથી મારી પૃષ્ઠભૂમિને લગતા આવ્યા. જબલપુરથી પૂણે સુધીના સમૃદ્ધ અનુભવોથી માંડીને ઇતિહાસ સુધીના સવાલો.’ અવધિજા કહે છે કે, સફળતાનો રસ્તો બોરિંગ હોય છે, કેમ કે સાતત્ય રાખવું પડે. રોજ એક જ પ્રકારનું કામ કરવાથી કંટાળો આવે એ શક્ય છે પણ એ કંટાળો નિરાશા કે હતાશા છે એમ ન માની લેવું. સફળતાની ક્ષણ સુધી રાહ જોવી જ પડે છે. અંતે સતત ત્રણ વાર પ્રીલિમિનરીમાં જ નિષ્ફળ જનાર અવધિજા ગુપ્તા ચોથા પ્રયાસમાં UPSC-2024ની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 43 સાથે 2025 બેચના ગુજરાત કેડર IAS તરીકે પસંદગી પામ્યાં. અવધિજાનો લક્ષ્યવેધ શૈશવની સ્વપ્નનગરીને સાતત્યથી સાકાર કરતી જીવતી વાર્તા છે. }
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:સંધ્યા શ્રાવણની રમે હોળીયે રે લોલ…
    Next Article
    કૉલાજ:અનુવાદનો આનંદ, આનંદનો અનુવાદ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment