Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ .:તમારો ફોન તમારી વાતો સાંભળે છે એ વાત કેટલી સાચી?

    7 hours ago

    કેવલ ઉમરેટિયા કલ્પના કરો કે સાંજના સમયે તમે કોઈ મિત્રને મળવા માટે તેના ઘરે ગયા છો. ચાની ચુસ્કી અને વાતોનાં વડાં કરતાં કરતાં તમે બોલો છો કે, ‘યાર, હવે નવું વૉટર પ્યુરિફાયર લેવું પડશે, જૂનું બગડી ગયું છે.’ વાત પૂરી થાય છે, મુલાકાત પણ પૂરી થાય છે. તમે ઘરે આવો છો. રાત્રે સૂતી વખતે તમે ફોન હાથમાં લો છો અને જેવું ‘ફેસબુક’ કે ‘ઇન્સ્ટાગ્રામ’ સ્ક્રોલ કરો છો, કે તરત જ તમારી સામે વૉટર પ્યુરિફાયરની જાહેરાતો આવે છે! અલગ-અલગ કંપનીઓનાં ફિલ્ટર અને તેના પર મળતા ડિસ્કાઉન્ટ, અમારું પ્યુરિફાયર બેસ્ટ છે તેવા દાવા સાથે. આવું થાય એટલે આપણા મગજમાં સૌથી પહેલો વિચાર આવે છે કે આ લોકોને કઈ રીતે ખબર પડી કે મારે નવું વૉટર પ્યુરિફાયર ખરીદવું છે? સૌથી પહેલો અને સ્વાભાવિક વિચાર જે કોઈના પણ મનમાં આવે, તે એ છે કે ફોનનું માઇક્રોફોન હંમેશાં ઑન રહે છે અને આપણી વાતો રેકોર્ડ કરે છે. શું ખરેખર કોઈ તમારી વાતો સાંભળે છે? મોટા ભાગના લોકો એવું દૃઢપણે માને છે કે સ્માર્ટફોન બધું સાંભળે છે. આવું માનવા માટે તેમની પાસે કારણ પણ છે. ફોનમાં આવતા વૉઇસ આસિસ્ટન્ટ્સ ‘હે સિરી’ કે ‘ઓકે ગૂગલ’ સાંભળતાં જ ઍક્ટિવ થઈ જાય છે. જેથી લોકોને એવું લાગે છે કે ફોનનાં માઇક્રોફોન 24 કલાક ઍક્ટિવ રહે છે અને આપણી સામાન્ય વાતચીત પણ સાંભળે છે. જોકે, આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. સીધા શબ્દોમાં કહીએ તો તમારા સ્માર્ટફોનનું માઇક્રોફોન તમારો અવાજ રેકોર્ડ કરવામાં સક્ષમ છે. પરંતુ ફોન સક્ષમ છે અને 24 કલાક તમારી વાતો સાંભળે છે, આ બંને બાબતો વચ્ચે બહુ મોટો તફાવત છે. આ વિષય પર દુનિયાભરની યુનિવર્સિટીઓ અનેસાઇબર સિક્યૂરિટી નિષ્ણાતોએ અનેક સંશોધનો કર્યાં છે; જેમાં વારંવાર સાબિત થયું છે કે તમારી સામાન્ય વાતચીતને રેકોર્ડ કરીને ઍડવર્ટાઇઝિંગ કંપનીઓને મોકલાતી નથી. ટેક્નૉલૉજીની દુનિયાનું લૉજિક સેન્સર લાઇટ્સ: દરેક ફોનમાં પ્રાઇવસી માટે ખાસ ફીચર આવે છે. જ્યારે પણ તમારા ફોનનું માઇક્રોફોન ચાલુ થાય છે, ત્યારે સ્ક્રીનના ઉપરના ખૂણામાં એક નારંગી કે લીલું ટપકું (સેન્સર લાઇટ) આવી જાય છે. જો ફોન તમારી વાતો સાંભળતો હોત, તો આ લાઇટ સતત ચાલુ જ રહેત. બેટરી અને ડેટાનો વપરાશ: જો તમારો ફોન તમારી દરેક વાત રેકોર્ડ કરીને સર્વર પર મોકલવા લાગે, તો ફોનનો ડેટા ઝડપથી (અમુક કલાકોમાં) પૂરો થઈ જશે અને પ્રોસેસર પર એટલો લોડ પડશે કે ફોનની બેટરી ભયંકર ગરમ થઈ જશે. ઑપરેટિંગ સિસ્ટમ: iOS અને Android કોઈપણ સામાન્ય ઍપને બૅકગ્રાઉન્ડમાં સતત માઇક્રોફોન વાપરવાની મંજૂરી જ આપતાં નથી, સિવાય કે તમે તેને પરમિશન આપી હોય. ડેટા અને સર્વરનો ખર્ચ: અબજો લોકોની ઑડિયો ફાઇલો એટલી મોટી હશે કે તેને સ્ટોર કરવા અને પ્રોસેસ કરવા માટે કંપનીઓએ અસંખ્ય નવાં સર્વર લગાવવાં પડે, જે પ્રેક્ટિકલી શક્ય નથી. ફોનને કેમ ખબર કે આપણે શું જોઈએ છે? આ સવાલનો જવાબ સાંભળવામાં નહીં, પરંતુ સમજવામાં છુપાયેલો છે, જેને પ્રિડિક્ટિવ અલ્ગોરિધમ અને ડેટા ટ્રેકિંગ કહેવામાં આવે છે. કંપનીઓને તમારી વાતો સાંભળવાની જરૂર જ નથી! તમે અજાણતામાં જ તેમને એટલી બધી માહિતી આપી દો છો કે અલ્ગોરિધમ તમારા મગજને તમારા કરતાં પણ વધુ સારી રીતે વાંચી લે છે. તમારું લોકેશન: તમારો ફોન GPS દ્વારા સતત તમારું લોકેશન ટ્રેક કરે છે. જ્યારે તમે કોઈ મિત્રને મળો છો અને એક જ વાઇ-ફાઇ કે નેટવર્કની નજીક સમય વિતાવો છો, ત્યારે સિસ્ટમ સમજી જાય છે કે તમે મિત્રો છો. જો તમારા મિત્રએ તાજેતરમાં ઇન્ટરનેટ પર ‘વૉટર પ્યુરિફાયર’ સર્ચ કર્યું હોય, તો AI અંદાજ લગાવે છે કે તમારી વચ્ચે આ વિશે વાત થઈ હશે અને પરિણામે તમને પણ તેની જાહેરાત બતાવે છે. ડેટા ટ્રેકિંગ: તમે કોઈ ફર્નિચર સ્ટોરની મુલાકાત લીધી હોય, ગૂગલ મૅપ પર લોકેશન સર્ચ કરીને ત્યાં ગયા હો કે કોઈ હોમ ડેકોર વેબસાઇટ જોઈ હોય, તો કૂકીઝ અને ટ્રેકર્સ આ બધી બાબતો યાદ રાખે છે. તમારી આંગળીઓની ઝડપ: જ્યારે તમે ‘ફેસબુક’ કે ‘ઇન્સ્ટાગ્રામ’ સ્ક્રોલ કરો છો ત્યારે એ પણ ટ્રેક થાય છે કે તમે કયા ફોટો કે વિડીયો પર કેટલી વાર રોકાયા. તમે કોઈ નવા ગૅજેટની તસવીર પર માત્ર 3 સેકન્ડ માટે પૉઝ લીધો, તરત તેની નોંધ લેવાઈ જાય છે. સર્ચ હિસ્ટ્રીની જાળ: ઇન્ટરનેટ પર કરેલા નાના સર્ચ (જેમ કે પેટ ખરાબ થવાનાં કારણો) પરથી ડેટા બ્રોકર્સ તમારી હાલની જરૂરિયાતોનો અંદાજ લગાવી લે છે. પ્રિડિક્ટિવ AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરોડો લોકોના ડેટાનું વિશ્લેષણ કરે છે. જો તમે કોઈ રિયલ એસ્ટેટ ઍપ્સ જોઈ હોય અથવા નવું ઘર ખરીદ્યું હોય, તો AI અંદાજ લગાવી લેશે કે હવે તમને ફર્નિચરની જરૂર પડશે. દિવસભરમાં આપણે હજારો જાહેરાતો જોઈએ છીએ. જ્યારે કોઈ જાહેરાત આપણી વાત સાથે સંબંધ ન ધરાવતી હોય, ત્યારે આપણું ધ્યાન નથી જતું. પરંતુ વાત સાથે જોડાયેલી જાહેરાત આવતાં જ મગજ ઍલર્ટ થઈ જાય છે. આપણને લાગે છે કે ફોન આપણી વાતો સાંભળે છે. આપણે 99% ખોટી જાહેરાતો ભૂલી જઈએ છીએ અને માત્ર એક ટકાને જાસૂસી માનીએ છીએ. આ સિવાય વૉઇસ આસિસ્ટન્ટ્સ સતત રેકોર્ડિંગ નથી કરતા. તેઓ માત્ર વેક વર્ડ સાંભળવા અવાજ બફર કરીને તરત ડિલીટ કરે છે. તમે ઍક્ટિવેટ કરો, પછી જ ઑડિયો ડેટા કંપનીના સર્વર પર જાય છે. શું ખરેખર કોઈ ખતરો નથી? મોટી કંપનીઓ જાહેરાતો માટે તમારી વાતો સાંભળતી નથી, છતાં માઇક્રોફોનનો ખતરો તો છે. જો તમે કોઈ થર્ડ પાર્ટી ઍપને માઇક્રોફોનની પરમિશન આપો છો, તો તેઓ બૅકગ્રાઉન્ડમાં તમારી વાતો સાંભળી શકે છે. આ સિવાય ઇન્ટરનેટ પર ખતરનાક સ્પાયવેર અને માલવેર પણ છે જે તમારો કૅમેરો કે માઇક્રોફોન હૅક કરી શકે છે. તેનો ઉપયોગ જાહેરાતો માટે નહીં, પરંતુસાઇબર ક્રાઇમ અને ડેટા ચોરી માટે થાય છે. }
    Click here to Read More
    Previous Article
    ટૂંકી વાર્તા:બેફિકર
    Next Article
    વિસ્મય:પાયરેટ્સ ઓફ સોમાલિયાઃ સમુદ્રના વાઘે જ્યારે પહેલી વાર ખંડણીનું લોહી ચાખ્યું એ ઘડીની કથા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment