Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:જીવનના બ્લેકબોર્ડ પર મીંડાની ગણતરી…

    7 hours ago

    આંકડાઓ ભૂંસીને શિક્ષક તો ચાલતા થયા. તો પણ બ્લેકબોર્ડ પર રહી ગયાં હતાં, સરવાળા, બાદબાકી અને મીંડું. જોસેફ સરવાળો લઈને નીકળી પડ્યો અને અમીના બાદબાકી લઈને. ઘરે જતો હતો ત્યારે મારા ગજવામાં તો હતું મીંડું. કાગડાઓના જંગલી અવાજો રસ્તાને પાર કરતું વૃક્ષ ખરી પડયો તારો અને ખૂણામાં વીખરાઈ ગયો. ચિક્કાર વરસાદ પડ્યો મીંડું એમ ને એમ પીગળી ગયું ઘરે પહોંચ્યો ત્યારે મેં અરીસામાં તાકી તાકીને જોયું તો મને મૂછ ફૂટતી હતી. કે. સચ્ચિદાનંદન અનુ: ઉત્પલ ભાયાણી રેશ દલાલે કહેલું: ‘મીંડાને કપડાં પહેરાવીને સુઘડ કરીએ તો શૂન્ય બની જાય!’ જિંદગી આખી જે સરવાળા-બાદબાકી શીખ્યા છીએ એને ભૂલવાનો પ્રયત્ન કે બીજું કશું? જેમણે ગણિત શિખવાડ્યું છે એ શિક્ષક પણ આમાંથી બાકાત ક્યાં રહે છે? ધારેલું અને જિવાયેલું – બંને વચ્ચે અસંતોષની સ્પર્ધા જ ચાલે છે. જેમને જે જોઈતું હતું એમણે એ બધું જ કહ્યા વગર કે કહીને આપણી પાસેથી લીધું જ છે. જેમને સરવાળો જોઈતો હતો એમણે સંબંધ અને જેમને બાદબાકી કરવી હતી એમણે સ્વાર્થ! છેક છેલ્લે આપણા ખિસ્સામાં મીંડું જ બચે છે. મીંડા અને શૂન્યમાં સ્વભાવનો ફરક છે. આખી કવિતા જે બ્લેકબોર્ડ ઉપર શિક્ષકે ગણિત શિખવાડેલું એની આસપાસ રચાઈ છે – જિંદગીની જેમ. જિંદગીના ગણિતમાં આંકડાઓ જીતે કે આત્મીયતા? જવાબો આપનારા સુખડના હાર પાછળ ફોટો બની ગયા છે. સાચા રસ્તે ખિસ્સામાં મીંડું રહે છે એની ખબર સરવાળો કરવાનું ભૂલી જઈએ છીએ ત્યારે પડે છે. કાગડાઓના જંગલી અવાજ જેવી ઘેલછા આપણી તો નથી જ હોતી! બીજાની ઘેલછાને પૂર્ણ કરવામાં શ્વાસના અવાજોને સોળ પડે છે. રસ્તો સ્થિર અને એને પસાર કરતું વૃક્ષ કેટલાય નવા રસ્તાઓને જોતાં જોતાં પાંદડાંઓની નવાજૂનીમાં વર્ષો પસાર કરે છે. ખરી પડેલા તારા જેવા થોડાક ચમકારા દિવસને તાજોમાજો રાખે છે. શું મેળવ્યું અને શું ઝંખ્યું હતું? એમાં બિચારું ખિસ્સામાં રહી ગયેલું મીંડું પણ ઓગળી જાય છે. જિંદગી આખી સંબંધોના વરસાદમાં શરદી થઈને પસાર થઈ જાય છે. ઘરે એટલે કે છેક છેવટે જ્યારે સમજણ ખરેખર સમજાય છે ત્યારે નજર ઝાંખી, વાળ ઓછા, ચામડી કરચલીવાળી અને રસ્તો લાંબો લાગે છે. બીજે જન્મીને યુવાન થવા થનગનતી કુંડળી રાહ જોતી હોય છે. જુવાની ક્યારે આવી એની ખબર તરત પડે છે પણ ક્યારે જતી રહી એના મૂળાક્ષરો શ્વાસના દેશી હિસાબમાંથી ગાયબ જ થઈ જાય છે. મલયાલમ ભાષાના અગ્રણી કવિ છે કે. સચ્ચિદાનંદન. એમની કવિતાનો અનુવાદ આપણા જાણીતા વાર્તાકાર અને દિલચસ્પ મહોબ્બતીલા વ્યક્તિ ઉત્પલ ભાયાણીએ કર્યો છે. આખી કવિતા પેલા મીંડાની આસપાસ અને ચહેરા પરની મૂછોને તાવ દેતા સ્વભાવની આસપાસ ઘૂમે છે. અરીસો આખી કવિતાનું મૂળ છે. શેખાદમ આબુવાલાનો શેર યાદ આવે છે: ‘જે દિવસ જોશો તમારી જાતને દર્પણ વિના તો સમજજો જિંદગી થઈ ગઈ શરૂ ઘર્ષણ વિના.’
    Click here to Read More
    Previous Article
    મરક મરક:નવદંપતી માટે કેટલાંક સજેશન્સ
    Next Article
    ટૂંકી વાર્તા:બેફિકર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment