Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:નવદંપતી માટે કેટલાંક સજેશન્સ

    8 hours ago

    ધ્રુવ બોરીસાગર મનસુખભાઈએ એમના દીકરાનાં લગ્નના રિસેપ્શનમાં આઇસક્રીમ કાઉન્ટરની બાજુમાં કાઉન્ટર મૂકીને એના પર ‘નવદંપતીને સજેશન’ માટે બૉક્સ મૂક્યું. આઇસક્રીમની ઠંડકની સાથે ઊભરો ઠાલવીને ટાઢક મેળવવા માટેની મળેલી તકનો લાભ લેવા દરેકે પોતાની (ઉ)પરીની સામે જોયું. (આમ તો તાપમાન 100°C હોય ત્યારે ઊભરો આવતો હોય છે, પરંતુ આ પ્રકારના ઊભરા માટે 10°C તાપમાન પણ ઘણું છે!) આ વિષય દળદાર નિબંધ લખી શકાય એવો અતિ સંવેદનશીલ હોવાથી બૉક્સની બાજુમાં નાનું કાર્ડ અને દસેક પેન મૂકી. ‘અમ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં’. મંજૂરી મેળવેલા થોડા હિંમતવાન લોકોએ ભારે હોંશથી કરેલાં કેટલાંક સજેશન... (આ કાઉન્ટર પાસેથી પત્ની દ્વારા ટૉઇંગ થઈ ગયેલા પતિઓને સજેશન ન આપી શકવાના અફસોસને કારણે જમ્યા પછી પણ સુગર અને સોડિયમ ઘટી ગયાં!) ઘરમાં કોઈપણ દુર્ઘટના ઘટે એટલે મેં કાંઈ સાંભળ્યું નથી, જોયું નથી અને બોલ્યો તો છું જ નહીં - ગાંધીજીના ત્રણેય વાંદરાઓની મુદ્રાઓ એકસાથે અપનાવીને ખૂણામાં બેસી જવું. રસ્તા કરતાં ઘરમાં HIT RUNની શક્યતા વધુ હોય છે! (‘નજર હટી દુર્ઘટના ઘટી.’) પ્રસંગોમાં સાડી કે ડ્રેસ રીપીટ ન કરનારી પત્ની પણ પતિને દરેક જન્મમાં રિપીટ એટલે કરવા માગે છે, કારણ કે આને સીધો કરવા માટે આખો જન્મ મહેનત કરી હોય તો વળી આવતા જન્મમાં નવા પતિને સીધો કરવામાં નવેસરથી ક્યાં મહેનત કરવી? કુંડળી મેળવો ત્યારે ભલે ગમે એટલા ગુણ મળ્યા હોય, પરંતુ ‘કેવા રે મળેલા મનના મેળ…’ આ મેળને ગણવા માટે બે આંગળીના વેઢા પણ વધારે પડે છે, એટલે જેટલા મેળ મળ્યા હોય એની સાથે મેળ કરીને જીવવાનું. ‘મિલે સૂર મેરા તુમ્હારા તો સૂર બને હમારા…’નો બહુ આગ્રહ ન રાખવો! સૉક્રેટિસ : ‘ચોક્કસપણે લગ્ન કરો. જો તમને સારી પત્ની મળશે તો તમે ખુશ રહેશો અને જો ખરાબ પત્ની મળશે તો તમે ફિલૉસૉફર બની જશો.’ ફિલૉસૉફર તો નહીં પણ, સાંજ પડ્યે ઑફિસેથી ઘરે આવીને પત્નીના ચહેરા પરના હાવભાવને સમજવા પૂરતા સાઇકોલૉજિસ્ટ તો બનવું જ પડશે! ‘તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસકો છુપા રહે હો’ અને ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા, બાત નિકલી તો હર એક બાત પે રોના આયા’ – આ બધી ગઝલપ્રેમીઓ માટે નહીં, પરંતુ પરણેલાઓ માટે રચાયેલી છે. લાફો મારીને ગાલ લાલ રાખવાની શરૂઆત આપણા સૌના પૂર્વજ આદમે કરેલી હશે, એવું મારું માનવું છે. સોળે સાન, વીસે વાન પણ, ભાન આવવા અંગે કોઈ ઉંમર નક્કી થઈ શકતી નહોતી એટલે લગ્નપ્રથા દાખલ કરવામાં આવી. અનુભવીઓનું માનવું છે કે ભાન ક્યારેય આવતી હોતી નથી, ભાન પાડવામાં આવતી હોય છે! ‘દયા ડાકણને ખાઈ જાય છે’ એ કહેવતનો આધાર લઈ ક્યારેય કોઈ પત્ની પોતાના પતિની દયા કદાચ એટલે નથી ખાતી કે ક્યાંક પતિની દયા ખાઈએ અને પછી એ ખાધેલી દયા પોતાને જ ખાઈ જાય તો? (સમજાય તો અભિનંદન) રવીન્દ્રનાથ ટાગોર : ‘પ્રેમ એ સંગીત જેવો છે અને લગ્ન એ તે સંગીતને જીવનમાં ઉતારવા માટેનું સાધન છે.’ બાકી તો પરણેલા બધાને સંગીતનો અનુભવ કંઈક આવો હોય છે. ‘જો તાર સે નિકલી હૈ વો ધૂન સબને સુની હૈ, જો સાઝ પે ગુઝરી હૈ, વો કિસ દિલ કો પતા હૈ.’ સાત જનમવાળી વાત માણસોએ ઉપજાવેલી છે એટલે અત્યારે કયો જન્મ ચાલે છે એની પળોજણમાં ન પડવું. અંદરનો અવાજ એટલે કે અંતરાત્માનો નહીં, પરંતુ અંદરનો એટલે કે રસોડામાંથી આવતો અવાજ બરાબર સાંભળી શકો એ માટે કાન હંમેશાં સાવધ રાખવા. આ બાબતે તો ગુફા બહાર બેઠેલો સાવજ પણ સાવધ રહેતો હોય છે, તો આપણે તો પામર મનુષ્ય છીએ. લગ્નના થોડાંક જ વર્ષો પછી એવું લાગશે કે ગ્રહશાંતિની વિધિની અસર ઓછી થતી જાય છે! ગ્રંથોમાં ભલે કહેવામાં આવ્યું કે ‘માફી આપવી એ ઘણું કપરું કામ છે’, પરંતુ લગ્નજીવનમાં એનાથી બમણું કપરું કામ ‘વગર વાંકે માફી માગવી’ – એ છે! લગ્નના થોડા દિવસ પછી મનસુખે નવદંપતી સાથે આખા કુટુંબને ભેગું કરીને આ સલાહસૂચન વાંચ્યાં અને બધાં ખૂબ હસ્યાં. મનસુખે દીકરાને નજીક બોલાવી કાનમાં કહ્યું, ‘આ સાવ હસી કાઢવા જેવું નથી અને તારે તો નહીં જ.’ આઇસ ક્યૂબ ‘જીએ તો જીએ કૈસે, બિન આપકે’, પરંતુ જીવનમાં ‘આપકે’નું આગમન થયાં પછી ‘જીએ તો જીએ કૈસે?’ – આ જ પ્રશ્ન વધારે ગંભીર, ગૂંચવાડાભર્યો અને પ્રસ્તુત બને છે! }
    Click here to Read More
    Previous Article
    શબ્દસૌંદર્ય:મિત્ર
    Next Article
    જીવનના હકારની કવિતા:જીવનના બ્લેકબોર્ડ પર મીંડાની ગણતરી…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment