Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં . અરવિંદ બારોટ:સોનાનાં બોર

    13 hours ago

    વરિયાળીના છોડ જેવું રૂડું એક ગામ છે. ગામને છેવાડે એક કઠિયારાનું ઘર છે. રોજ વહેલી પરોઢે કઠિયારો જાગે. કુહાડી ને બંધણું લઈને જંગલની વાટ પકડે. બપોર થાય ન્યાં લગણમાં જેટલાં લાકડાં કપાય, એનો ભારો બાંધીને ગામના ચોકમાં આવે. લાકડાં વેચાય એના જે કંઈ પૈસા આવે એમાંથી ઘરનું ગુજરાન ચલાવે. રોજ જતાં-આવતાં મારગને કાંઠે એક મઢૂલી આવે. ઈ મઢૂલીમાં એક સાધુ માત્યમા પરભુનું ભજન કરે. કઠિયારો કારેક કારેક આ મઢૂલીના ઝાંપે પોરો ખાય. સાધુ હાર્યે ઝાઝી વાતચીત નો કરે. સાધુ પણ એની ધૂનમાં હોય. એક દી’ કઠિયારો વે’લો નવરો થઈ ગ્યો. મઢૂલીને ઝાંપે પોરો ખાવા બેઠો. બાવાજીએ સાદ કરીને બોલાવ્યો. ‘આ જા, કુટિયા મેં આ જા, બચ્ચા!’ સાધુએ પ્રેમથી બેસાડ્યો. એક પડિયામાં લાડવો આપ્યો. ‘ લે, બચ્ચા! પ્રસાદ લે. આજ ગણપતિ કા ચોથ હૈ, તો લડ્ડુ કા ભોગ લગાયા હૈ .’ કઠિયારાએ લાડુ ખાઈને પાણી પીધું. માતમાએ પૂછ્યું:’ જંગલ મેં કિતના છેટા અંદર જાતે હો?’ ‘બાપુ, ભૂખરા પાણા કી ધાર લગી જાતા હૈ.’ સાધુ બોલ્યા: ‘કલ તુમ ભૂખરા પાણા સે આગે જાઓ, ઉધર તમેરે કું અચ્છા લકડી મિલેગા.’ બીજે દી’ કઠિયારો ભૂખરા પાણાની ધાર વટાવી થોડુંક આગળ હાલ્યો, ન્યાં બહુ સુગંધ વાળાં લાકડાં એને ઓછી મે’નતે મળી ગ્યાં. કઠિયારો તો મોજમાં આવી ગ્યો. એણે ઈ લાકડાંનાં કોલસા પાડીને વેચ્યાં તો થોડાક વધારે પૈસા આવ્યા. આવું થોડા દી’ હાલ્યું. સાધુ સમજી ગ્યા કે કઠિયારાને જાણ જ નથી કે ઈ જે લાકડાંના કોલસા પાડે છે ઈ ચંદનનાં લાકડાં છે. સંતને દયા આવે છે. એક દી’ કઠિયારાને કીધું: ‘તુમ થોડા આગે જાના. તો સફેદ પાણા કા ધાર આયેગા. ઉસકે પાર ચલે જાના વહાં તુમકુ ચાંદી કા કાંકરા મિલેગા.’ બીજે દી’ કઠિયારો સફેદ પાણાની ધાર વટાવીને સો ડગલાં હાલ્યો તો ચાંદીના એક મુઠ્ઠી ભરીને ચાંદીના કાંકરા મળ્યા. કઠિયારો તો રાજીનો રેડ થઈ ગ્યો, પછેડીમાં કાંકરા બાંધીને પાછો વળ્યો. બાવાજીના પગમાં પડી ગ્યો. બીજે દી’ ઘણું હાલ્યો તોય ચાંદીના કાંકરા નો મળ્યા. પાછો સાધુ પાસે આવ્યો. ‘ બાપુ, થોડાક વધારે ચાંદીના કાંકરા મળી ગ્યા હોત તો ખોરડું બનાવી લેત.’ બાવાજીને કરુણા ઊપજી. ‘ કલ તુમ આગે જાઓગે તો પીલા પાણા આયેગા. ઉસકે આગે બોરડીના જંગલ આયેગા. બોરડી કી ડાલી પર સોને કે બોર હોંગે. પન તુમ બોર કો તોડના નહીં. નીચે ખરેલા હી લેના.’ બીજે દી’ કઠિયારો બોરડીના જંગલમાં ગ્યો. બોરડીની ડાળે ડાળે સોનાનાં બોર ઝળહળે છે. કઠિયારો તો હરખનો માર્યો ઠેકડા મારે છે. પણ બાપુએ બોર તોડવાની ના પાડી છે. જમીન માથે પડેલાં બોર વીણ્યાં, તો માંડ એક મુઠ્ઠી થયાં. બોરડી માથે ઢગલા મોઢે સોનું દેખીને લાલચ થઈ. લોભ જાગ્યો. સાધુની વાત ગણકારી નહીં, બોરડીને થડમાંથી હલાવીને ઝંઝેડી, તો બોરનો ઢગલો થયો. પણ ઈ બોર સોનાનાં નહોતાં. ખાઈને પેટ ભરાય એવા ટબ્બા જેવાં પાક્કાં બોર હતાં. ઘણો પસ્તાવો થ્યો. લાલચમાં બધું ખોયું. }
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:ધન, મકર રાશિને વેપાર- વ્યવસાયમાં ભાગીદારીથી ફાયદો થશે
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના .:કાર્પેથિયનની કુંજ ગલીએ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment