Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:ધન, મકર રાશિને વેપાર- વ્યવસાયમાં ભાગીદારીથી ફાયદો થશે

    13 hours ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) આવકના નવા રસ્તા શોધી શકશો. કાર્યસ્થળે પડકારજનક સ્થિતિનો સામનો કરી શકશો. સાહસિક કાર્યોથી સફળતા મળશે. શેરબજારમાં કામ કરતી વ્યક્તિઓને નવી પ્રેરણા મળે. નવી મિલકત, વાહન ખરીદી થઇ શકે. સારાં-નરસાંનો ભેદ પારખવાની કાબેલિયત રાખવી. તા. 30 નિરર્થક દિવસ. તા. 01-02-03 કાર્યકુશળતા. સિંહ (મ. ટ.) સુખ-સુવિધાનાં સાધનો વધે. આર્થિક તંગી દૂર થાય. વેપાર-વ્યવસાયમાં થોડી અગવડતા પડે, પરંતુ આવક વધશે. નાણાંની બચત કરી શકશો. તમારું વ્યક્તિત્વ આકર્ષક બને. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે. કઠોર વાણી ન ઉચ્ચારવી. કોઈની માયાજાળમાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. તા. 31 મનદુઃખ. તા. 03-04-05 પ્રવાસ થાય. ધન (ભ. ધ. ફ. ઢ.) ભાગદારીનાં કામો ઝડપથી ઉકેલાશે અને પ્રગતિ થશે. વ્યાપાર-ધંધામાં નફો વધે. નોકરી, વ્યવસાયના કાર્યક્ષેત્રમાં સુમેળ સાધી કામ કરી શકશો. સંપત્તિ વિષયક મહત્ત્વના દસ્તાવેજ પૂર્ણ થશે. ધીરજ અને સમજદારીપૂર્વક કામ કરવું. પોતાની મહત્તા વધારવામાં ફસાઈ ન જવાય તેનું ધ્યાન રાખવું. તા. 01 હતોત્સાહ. તા. 03-04-05 હર્ષોલ્લાસ રહે. વૃષભ (બ. વ. ઉ.) રોજગારીના નવા રસ્તા ખૂલશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. સંતાનસુખ વધે. વધુ પડતા લાગણીશીલ અને વ્યવહારુ બનવાથી સતર્ક રહેવું. શેરબજારમાં મંદીની સ્થિતિનો લાભ ઉઠાવી શકાશે, પરંતુ નવાં રોકાણોમાં ઉતાવળે નિર્ણય ન લેવા સલાહ છે. યુવાન સંતાનની ગતિવિધિ ઉપર ધ્યાન રાખવું. તા. 01 વ્યગ્રતા અનુભવાય. તા. 03-04-05 વાણીસિદ્ધિ કન્યા (પ. ઠ. ણ.) બાહ્ય પ્રભાવથી સફળતાનો માર્ગ સરળ બનાવી શકશો. ઝીણવટ ભરેલા પ્રશ્નો અંગે સમાધાન મળી રહેશે. દાંપત્યજીવનમાં પરસ્પર ને સમજવા પ્રયત્ન કરવાથી સંબંધોની મીઠાશ માણી શકશો. સાહસિક કાર્યોમાં સફળતા મળશે. સૌંદર્યલક્ષી સુવિધાઓ પાછળ ખર્ચ થશે. ટીકા-ટિપ્પણી કરવાનું ટાળવું. તા. 30-31-01 શત્રુવિજય. તા. 02 અકળામણ થાય. મકર (ખ. જ.) વેપાર- વ્યવસાયમાં ભાગીદારીથી અવશ્ય ફાયદો થશે. નાણાકીય સ્થિરતા જળવાશે. પરિવારના સભ્યો સાથે સારો મનમેળ રહેશે. ભૌતિક સુવિધા વધે. સંયમિત વાણી અને વ્યવહાર આપના કાર્યને સરળ બનાવશે. આર્થિક જોખમો ઉઠાવતાં પહેલાં વિચારવું. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. વાદવિવાદથી દૂર રહેવું. તા. 30-31-05 ભાગ્યવર્ધક. તા. 02 દ્રવ્યહાનિ. મિથુન (ક. છ. ઘ.) નોકરિયાતોને કોઈ મોટી ઉપલબ્ધિ થાય. કેરિયરમાં અણધારી સફળતા મળે. પોતાની પ્રતિભા વધશે. નવું વાહન અને મકાન-મિલકત વસાવી શકો. આર્થિક આયોજનમાં સફળતા મળે. કોઈ પણ બાબતે ઉગ્ર થઈ જવું નહીં. બિનજરૂરી વિવાદો ટાળવા. મનમાં ઉશ્કેરાટ ઊપજે તેવી સ્થિતિથી દૂર રહેવું. તા. 30-31-01 અર્થપ્રાપ્તિ. તા. 03 વ્યથાજનક. તુલા (ર. ત.) વિદેશી પરિબળો અને સંપર્કો સાથે તાલ મિલાવી આગળ વધી શકશો. સુખ-સુવિધા વધે. નિકાસ વ્યાપારની અડચણ દૂર થાય. વહીવટી પકડ મજબૂત બને. આળસ આપની પ્રવૃત્તિઓમાં અવરોધરૂપ બની શકે. નાણાકીય સ્થિતિ ધ્યાનમાં રાખી ખર્ચો કરવો. બજેટ ખોરવાય નહીં તેનું ધ્યાન રાખવું. તા. 30-31-02 સ્થિરતા. તા. 04 સ્ટ્રેસ. કુંભ (ગ. શ. સ.) નીતિમત્તા જાળવી રાખી કાર્ય કરવાથી સફળતા મળશે. પોતાના લક્ષ્યને વળગી રહી પ્રયત્નશીલ રહેવું. સંબંધોમાં પારદર્શકતા રાખવી. કાર્યસ્થળે સૌમ્યતાથી વર્તવાથી ફાયદો થશે. અનૈતિક પ્રવૃત્તિઓ પરેશાની વધારશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાવા-પીવામાં કાળજી રાખવી. તા. 01-02-03 ઉત્સાહપ્રેરક. તા. 04 સંકટમય. કર્ક (ડ. હ.) પોતાના કાર્યક્ષેત્ર અને સમાજમાં માનસન્માન મળે. લગ્ન સંબંધમાં સફળતા મળશે. તૂટતા જતાં સંબંધમાંથી બચવાનો રસ્તો કાઢી શકશો. નાની યાત્રા થઇ શકે. આર્થિક રીતે પ્રગતિ થશે. પ્રોફેશનલ રીતે સારો સંવાદ રચી શકશો. કોઈને દીવાસ્વપ્ન બતાવી છેતરવાનો પ્રયાસ કરવો નહીં. તા. 01-02-03 આત્મબળ વધે. તા. 05 અનિદ્રા. વૃશ્ચિક (ન. ય.) સામાજિક અને રાજકીયક્ષેત્રે સક્રિયતા વધશે. નવાં વસ્ત્રાભૂષણ અને પ્રસાધન પાછળ ખર્ચ થશે. શારીરિક અને માનસિક શુદ્ધતા જળવાઈ રહેશે. ભાગ્યવૃદ્ધિ અને આર્થિક લાભ થવાના સંજોગો છે. બિનજરૂરી ઘર્ષણથી દૂર રહેવું. વિરોધીઓ અને હિતશત્રુઓથી સાવધ રહેવું. જિદ્દી સ્વભાવ ન રાખવો. તા. 02-03-04 પ્રગતિકારક. તા. 05 નાણાખેંચ રહે. મીન (દ. ચ. ઝ. થ.) વૈવાહિક જીવનના પ્રશ્નો ઉકેલવાની અનુકૂળતા થાય. વિવાહ થઇ શકે. સંતાન પ્રાપ્તિનો યોગ બનશે. વધુ પડતા પરિશ્રમવાળાં કામો ટાળવાં. હિતશત્રુઓના પ્રલોભનથી સાવધાની રાખવી. નાની નાની બાબતોને લઈ થતા વાદવિવાદથી મનની સ્થિરતા ડગે. સંબંધોમાં કડવાશ ઊભી ન થાય તે જોવું. તા. 30-31-04 સંકલ્પસિદ્ધિ. તા. 2 મનોવેદના.
    Click here to Read More
    Previous Article
    મજાતંત્ર:ભેળસેળથી થતા ફાયદા
    Next Article
    દેશી ઓઠાં . અરવિંદ બારોટ:સોનાનાં બોર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment