Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:ભેળસેળથી થતા ફાયદા

    13 hours ago

    ચેતન પગી લેખના મથાળામાં કટાક્ષ કરવાનો કોઈ જ પ્રયાસ કર્યો નથી. હવે કટાક્ષ, મજાક, રમૂજ, ટીખળ જેવી પ્રવૃત્તિઓનું સરકારીકરણ થઈ ગયું છે. ખાનગી લોકો આગોતરી મંજૂરી વિના એ કરી શકે એમ નથી. કફોડી હાલત વાતેવાતે ઢાળ જોઈને ગાળ ગબડાવતા સ્ટેન્ડ અપ કોમેડિયનોની થઈ છે. એમની પાસે કોમેડી ઉપજાવી શકાય એવું કન્ટેન્ટ જ બચ્યું નથી. હવે રાજકારણીઓ પાર્ટ ટાઈમમાં રાજકારણ અને ફુલ ટાઈમ કોમેડી કરી રહ્યા છે. એટલે કોમેડિયનો, હાસ્યલેખકો કે હાસ્યાસ્પદ લેખકોએ ગંભીર વાત કર્યા સિવાય છૂટકો નથી. હા, પેલી જૂના જમાનાની હોટેલના નોટિસ બોર્ડ પર લખાતી સૂચના જેવું, ‘જે વાનગી તૈયાર હશે એ મળશે, સ્ટાફ સાથે દલીલ કરવી નહીં.’ તમે નોટિસ કર્યું? છેલ્લા ઘણા વખતથી અખબારનાં પાનાંઓમાં ભેળસેળના સમાચારોમાં ઓચિંતો વધારો થયો છે. અગાઉ મસાલા ઢોંસાના સંભાર, ભાજીપાંઉની ભાજી કે પનીરના શાકમાં જીવડું નીકળે એવા સમાચારો વાંચીને લોકો ચોંકી અને ઓકી બંને જતા હતા. પણ આ ટાઈપના સમાચારોમાં વાચક ‘જીવડું આપણી ડિશમાં નથી નીકળ્યું ને? ધ્યાન રાખવાનું બીજું શું’ એવું વિચારીને ધરપત અનુભવી શકતો હતો. પણ એ વખતે વાચકને જરાઅમથી પણ કલ્પના નહોતી કે જીવડું ન નીકળે એટલે રાજી થવાની જરૂર નથી. ખરો ખેલ તો ડિશ જે રસોડામાં બને છે ત્યાં જ કરી દેવામાં આવ્યો છે. જે પનીરનું શાક આપણે કાંદા પર લીંબુ-મસાલો ભભરાવીને તંદૂરી સાથે ઝાપટતા હતા એ પનીરને દૂધ સાથે સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. આપણે ક્યારેય વિચાર્યું જ નહોતું કે ગાય, ભેંસો જેટલું દૂધ આપે છે એનાથી હજારોગણી વધારે દૂધની બનાવટો માર્કેટમાં ખડકાય છે. હવે લાલ મરચાંમાં એટલી બધી ભેળસેળ થાય છે કે હોળીમાં તમને રંગો ન જડે તો મુઠ્ઠીમાં મરચું લઈને પણ ધુળેટી રમી શકો છો. અત્યાર સુધી આપણે કઈ-કઈ ચીજવસ્તુઓમાં ભેળસેળ થાય છે એની યાદી બનાવવી પડતી હતી. હવે શેમાં ભેળસેળ નથી થતી એની યાદી બનાવવી પડે છે. આપણી આસપાસ માણસથી લઈને જણસ સુધી એટલું બધું નકલી મળે છે કે ભવિષ્યના ઇતિહાસકારો હાલના સમયને ગુપ્તવંશ, મૌર્યવંશ, મુઘલકાળ, બ્રિટિશકાળની જેમ ‘નકલીયુગ’ નામે ભણાવતા હશે. આપણે ખાધે-પીધે સુખી હતા, પણ રાતોરાત ખાધે-પીધે દુઃખી થઈ ગયા છીએ, પણ દુઃખી થવાની જરાય જરૂર નથી. સ્કૂલમાં વિજ્ઞાનના પિરિયડમાં ભણેલો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત યાદ છે? જેની ડહાપણની દાઢ વહેલી આવી ગઈ હતી એવા ડાર્વિન નામના માણસના ભેળસેળમુક્ત મગજમાંથી આ સિદ્ધાંત નીકળ્યો હતો. સ્કૂલમાં ઉત્ક્રાંતિવાળો ટોપિક મોઢે કરતી વખતે ‘આ ડાર્વિનને કશું સહેલું નહોતું સૂઝ્યું?’ એવા વિચારો આવતા હતા. પણ તેણે આપેલો આ સિદ્ધાંત આજે સારી રીતે સમજી લઈશું તો ખાનપાનથી લઈને રાજકારણ સુધીના બધા ક્ષેત્રોમાં થયેલી ભેળસેળને સ્વીકારી લેવામાં વાંધો નહીં આવે. આ સિદ્ધાંત એવું કહે છે કે બદલાતા સમય સાથે આપણી શારીરિક રચનામાં પેઢી દર પેઢી વારસાગત ફેરફારો થાય છે. એટલે ડાર્વિન જો ચાઇનીઝ, પંજાબી, મેક્સિકન, કોન્ટિનેન્ટલ વાનગીઓ પીરસતી હોટેલ ચલાવતો હોત તો આજે એવી દલીલ જરૂર કરતો કે, ‘નાહકના તમે ભેળસેળની ચિંતા કરો છો, આપણા બોડીને ભેળસેળિયું ભોજન માફક આવી ગયું છે!’ હવે આપણા શરીરને બહારનો ચટાકો એટલો માફક આવી ગયો છે કે આવનારા સમયમાં માણસ બીમાર થશે ત્યારે ડૉક્ટરો ત્રણ ટાઈમ જમ્યા પછી પિત્ઝા, નૂડલ્સ કે વડાપાંઉ લેવાની સલાહ લખી આપતા થશે. ભેળસેળથી દવાઓ પણ ક્યાં મુક્ત છે? સૌથી અસરકારક ઉદાહરણ પાણીપૂરીનું છે. ઘરે ભલે ગમે એટલી મહેનત કરીને પાણી કે મસાલો તૈયાર કર્યો હોય અને એકદમ ક્રિસ્પી કડક પૂરીઓ મગાવી હોય, પણ ઘરની 100-150 પાણી-મસાલો ભરેલી પૂરી ખાધા પછી પણ ચાર રસ્તે લારી પર 20 રૂપિયાની પાણીપૂરી જેવી મજા આવતી નથી. આવું કેમ? કારણ કે આપણું શરીર અને મન પેલા ભૈયાના હાથના મેલથી મિશ્રિત, બોરવેલના નળમાંથી આવતાં પાણીમાં બનેલી પાણીપૂરીથી ટેવાઈ ગયા છે. ટીવીના એક કોમેડિયને કહ્યું હતું એમ, ‘ઇમલી કા તો બહાના હૈ, ખટ્ટા તો હાથોં કા મૈલ હી હોતા હૈ.’ }
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:દરેક જણ ઈચ્છે છે કે તેને કોઈ સાંભળે પણ સાંભળનાર મળતું નથી
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:ધન, મકર રાશિને વેપાર- વ્યવસાયમાં ભાગીદારીથી ફાયદો થશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment