Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શિક્ષક મંડળની ચિંતન શિબિર યોજાઈ:શિક્ષકોના શોષણ અને પડતર પ્રશ્નો પર ચર્ચા

    1 day ago

    ગાંધીનગર ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા શિક્ષક મંડળ દ્વારા ચિંતન શિબિર યોજાઈ હતી. રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીઓ તેમાં ઉપસ્થિત રહ્યા હતા.શિબિરમાં, સભ્યોએ આશ્રમશાળાઓની વર્તમાન સ્થિતિ, કર્મચારીઓના હિતો અને તેમની સમસ્યાઓ અંગે વિગતવાર ચર્ચા કરી. ભવિષ્યમાં શૈક્ષણિક અને કર્મચારીઓના હિતોનું રક્ષણ થાય તે માટે યોગ્ય આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા થઈ. જેમાં ગૃહપતિ અને ગૃહમાતાને પૂરો પગાર આપવો, ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલોનો નિકાલ કરવો, તેમજ અગાઉથી ફરજ બજાવતા શિક્ષકોની ભરતી અને તેમની સેવાકીય બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશ્રમશાળાઓમાં સંચાલકો દ્વારા થતી કથિત દાદાગીરી અને હેરાનગતિના પ્રશ્નો અંગે પણ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી. તેના નિરાકરણ માટેના ઉપાયો પર પણ વિચારણા થઈ.શિક્ષકોના હિતોને ધ્યાનમાં રાખીને, આ તમામ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવા અંગે ચર્ચા થઈ. સંઘે ખાતરી આપી કે શિક્ષકોને તેમના હક્કો અને સેવાકીય લાભો સમયસર મળે તથા પડતર પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ આવે તે માટે સતત પ્રયત્નો કરાશે. આ બેઠકમાં ગુજરાત રાજ્ય સંઘના પ્રમુખ અજિતદાન ગઢવી અને મંત્રી મિતેશ પટેલ સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરે આશ્રમશાળાના શિક્ષકોના હિતો અને અધિકારો માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરો પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સ્ટુડિયો ધૂમના ડિરેક્ટર્સને ભારતીય દૂતાવાસનું આમંત્રણ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસ દરમિયાન સ્વાગત માટે બોલાવાયા
    Next Article
    સુદાસણા મહારાણા વિરેન્દ્રસિંહજીએ 6.20 કરોડ રૂપિયાનું દાન કર્યું:સ્વ. કીર્તિકુમારસિંહજીના જનકલ્યાણના સ્વપ્નને સાકાર કરવા દાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment