Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુદાસણા મહારાણા વિરેન્દ્રસિંહજીએ 6.20 કરોડ રૂપિયાનું દાન કર્યું:સ્વ. કીર્તિકુમારસિંહજીના જનકલ્યાણના સ્વપ્નને સાકાર કરવા દાન

    1 day ago

    સુદાસણા સ્ટેટના મહારાણા વિરેન્દ્રસિંહજીએ સ્વર્ગસ્થ મહારાણા કીર્તિકુમારસિંહજીના જનકલ્યાણના સ્વપ્નને સાકાર કરવા માટે ૬ કરોડ ૨૦ લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ દાન જરૂરિયાતમંદ સેવકો, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે કરવામાં આવ્યું છે. સ્વ. મહારાણા કીર્તિકુમારસિંહજીનું સ્વપ્ન હતું કે તેમના જરૂરિયાતમંદ સેવકો તેમજ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને યોગ્ય આર્થિક સહાય મળે. તેમણે આ માટે એક રાશી વિતરણ યોજના વિચારી હતી. આ વિચાર અને સંકલ્પને આગળ ધપાવતાં, વર્તમાન મહારાણા વિરેન્દ્રસિંહજીએ અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આ રાશી વિતરણ કાર્યક્રમ યોજ્યો. તેમણે સ્વ. મહારાણા પ્રત્યેનું ઋણ અને પ્રજાધર્મ બંને સાચા અર્થમાં અદા કર્યા. આ પ્રસંગે મહારાણા વિરેન્દ્રસિંહજીએ જણાવ્યું કે, "પૂજય મહારાણા કીર્તિકુમારસિંહજીએ દોરેલો કલ્યાણનો માર્ગ આપણા સૌ માટે શિરોધાર્ય છે, અને તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવું એ જ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે." કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પ્રજાજનો અને રાજપરિવારના સભ્યોની આંખોમાં સ્વ. મહારાણાશ્રીની સ્મૃતિઓ સાથે વર્તમાન મહારાણાશ્રી પ્રત્યેનો આદરભાવ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે રાજવી પરિવારની પ્રજા પ્રત્યેની સેવાભાવના અને ભવ્ય પરંપરા અવિરતપણે વહેતી રહે છે. મહારાણા વિરેન્દ્રસિંહજીએ સ્વ. મહારાણાશ્રીના સંકલ્પને પૂર્ણ કરીને રાજ્યના ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું છે.
    Click here to Read More
    Previous Article
    માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શિક્ષક મંડળની ચિંતન શિબિર યોજાઈ:શિક્ષકોના શોષણ અને પડતર પ્રશ્નો પર ચર્ચા
    Next Article
    એ વન ઝેવિયર્સના વિદ્યાર્થીઓની હેવમોર ફેક્ટરી મુલાકાત:ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયાનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment