Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એ વન ઝેવિયર્સના વિદ્યાર્થીઓની હેવમોર ફેક્ટરી મુલાકાત:ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયાનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

    1 day ago

    અમદાવાદના નરોડા GIDC સ્થિત LOTTE ઇન્ડિયા – હેવમોર આઇસ્ક્રીમ ફેક્ટરીની એ વન ઝેવિયર્સ સ્કૂલના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક મુલાકાત લીધી હતી.આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કોમર્સ વિષયનું માત્ર પુસ્તકિયું જ્ઞાન નહીં, પરંતુ વાસ્તવિક ઔદ્યોગિક અને વ્યવસાયિક જગતનું પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવાનો હતો. શાળા વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન સાથે જોડાયેલું શિક્ષણ આપવા પર ભાર મૂકે છે. મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ આઇસ્ક્રીમના ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાઓ, કાચા માલનો ઉપયોગ, ઉત્પાદન વ્યવસ્થાપન, ગુણવત્તા નિયંત્રણ, પેકેજિંગ, સ્ટોરેજ, માર્કેટિંગ અને વિતરણ વ્યવસ્થા અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી.તેમણે ઉદ્યોગના વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને વર્ગખંડમાં શીખેલા કોમર્સના સિદ્ધાંતોનો વાસ્તવિક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સાથેનો સંબંધ સમજવામાં મદદ મળી. આ ઔદ્યોગિક મુલાકાતથી વિદ્યાર્થીઓને ઉદ્યોગની કાર્યપ્રણાલી, ઉત્પાદનથી ગ્રાહક સુધીની સપ્લાય ચેઇન અને વ્યવસાયના વિવિધ વિભાગોની ભૂમિકા વિશે પ્રાયોગિક સમજ પ્રાપ્ત થઈ. શાળા આવા પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    સુદાસણા મહારાણા વિરેન્દ્રસિંહજીએ 6.20 કરોડ રૂપિયાનું દાન કર્યું:સ્વ. કીર્તિકુમારસિંહજીના જનકલ્યાણના સ્વપ્નને સાકાર કરવા દાન
    Next Article
    Netanyahu's Son Flown Back To Israel From US Over 'Significant Iran Threat'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment