Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઇમ સિક્રેટ:બીચ પરથી ગાયબ પત્ની બેંગ્લોરમાંથી કેવી રીતે મળી?

    8 hours ago

    રાજ ભાસ્કર આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે શ્રીનિવાસ અને સાંઈ પ્રિયા નામનું યુવા કપલ રહે. 25 જુલાઈ - 2022ના દિવસે તેમનાં લગ્નની સેકન્ડ એનિવર્સરી હતી. બંને સાંજે રામકૃષ્ણ બીચ પર ફરવા જાય છે. સાંઈ પ્રિયા દરિયાના પાણીમાં સેલ્ફી લઈ રહી હોય છે, એ દરમિયાન શ્રીનિવાસનો ફોન આવે છે. પણ એ વાત કરીને પાછો આવે છે ત્યારે સાંઈ પ્રિયા નથી મળતી. પછી તો પોલીસને જાણ કરાય છે અને સર્ચ ઓપરેશન ચાલુ થાય છે. બીજા દિવસે એક ચોપર, બે હેલિકોપ્ટર, ઈન્ડિયન નેવીનાં બે મોટાં જહાજો, સોથી વધુ ગોતાખોરો અને માછીમારો ઉપરાંત નેવી, મરીન પોલીસ અને સ્થાનિક પોલીસના ડઝનબંધ ઉચ્ચ અધિકારીઓ સાંઈ પ્રિયાને શોધવા લાગી જાય છે. બે દિવસમાં કુલ એક કરોડ રૂપિયાથી વધુનો સરકારી ખર્ચ થાય છે, પણ સાંઈ પ્રિયા મળતી નથી. હવે ઈન્સ્પેક્ટર કે. રામારાવે એક ટુકડી બીજી જ દિશામાં કામે લગાવી દીધી. એ ટુકડી સાંઈ પ્રિયાના પતિ શ્રીનિવાસ, એનાં સાસુ-સસરા અને માતા-પિતા પર નજર રાખીને બેઠી હતી. પોલીસે અંદરખાને સૌથી પહેલાં શ્રીનિવાસની કોલ ડિટેઈલ કઢાવી. એ દિવસે એના પર જે કોલ આવ્યો હતો એની તપાસ થઈ. એ કોલ ખરેખર એના બોસનો હતો અને દસેક મિનિટ વાત ચાલી હતી, પણ એ દરમિયાન જ થ્રી-ટાઉન પોલીસ પાસે આ સનસનીખેજ માહિતી આવી ગઈ હતી, પણ એણે કીપ મમ રાખીને કામ આગળ ચલાવ્યું. સાંઈ પ્રિયાના ગુમ થયાનો ત્રીજો દિવસ હતો. 28મી જુલાઈ-2022 અને ગુરુવારના સવારના છ વાગ્યા હતા. અચાનક પ્રિયાની મમ્મીના મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી એક વોઈસ મેસેજ આવ્યો. એમાં પ્રિયાનો અવાજ હતો. એ બોલી રહી હતી, ‘મમ્મી, હું સાંઈ પ્રિયા! મને ખબર છે તમે મને શોધી રહ્યાં છો, પણ મારી ચિંતા ના કરશો. હું સહી-સલામત છું. મેં મારા પ્રેમી રવિ સાથે લગ્ન કરી લીધાં છે અને હું અત્યારે બેંગ્લોરમાં છું. મને શોધવાની કોશિશ ના કરતા. જો પોલીસને જાણ કરશો કે અહીં આવશો તો હું સાચ્ચે જ આત્મહત્યા કરી લઈશ.’ સાંઈ પ્રિયાનાં માતા-પિતાએ તાત્કાલિક શ્રીનિવાસના ઘરે જાણ કરી, પણ તેઓ પોલીસને જાણ કરવા માગતાં નહોતાં, પણ પોલીસને સોર્સીસ દ્વારા આ મેસેજની જાણ થઈ ગઈ હતી. આથી પોલીસ પણ સીધી શ્રીનિવાસના ઘરે પહોંચી. પોલીસને જોઈને અપલારાજુ થોડાએ બધી વાત કરીને કહી દીધું કે ‘પણ સાહેબ, અમારી દીકરી પ્રેમી રવિ સાથે ભાગી ગઈ છે અને લગ્ન કરી લીધાં છે. અમારે એ જોઈતી જ નથી. હું ફરિયાદ પાછી ખેંચું છું!’ અપલારાજુએ કહ્યું, ‘સાહેબ! અમે જ અમારી દીકરી વિશે ફરિયાદ કરવા નથી માગતાં, તો તમે કેવી રીતે કરી શકો?’ પોલીસે માત્ર એટલું કહ્યું, ‘એ બધી પછી ખબર પડશે!’ અને ત્યાંથી બધાં નીકળી ગયાં. એ પછી લોકેશનના આધારે તેઓ બે દિવસમાં સાંઈ પ્રિયા અને એના પતિ રવિની ધરપકડ કરીને પોલીસ સ્ટેશને લઈ આવ્યાં. સાંઈ પ્રિયાએ પોલીસ સમક્ષ આખી કહાની રજૂ કરી દીધી. એણે કહ્યું, ‘સાહેબ, રવિ અમારી પાડોશમાં રહેતો હતો. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં, પણ ઘરનાં ના માન્યાં એટલે મારાં લગ્ન શ્રીનિવાસ સાથે થઈ ગયાં. લગ્ન પછી અમે એકબીજાને ભૂલી નહોતાં શક્યાં. શ્રીનિવાસ સાથે બે વર્ષ માંડ માંડ પસાર થયાં. આથી મેં રવિ સાથે ભાગી જવાનો પ્લાન બનાવ્યો. મેં નક્કી કર્યું કે સેકન્ડ મેરેજ એનિવર્સરીના દિવસે શ્રીનિવાસને લઈને આર. કે. બીચ પર જઈશ અને ત્યાંથી લાગ જોઈને ભાગી જઈશ. સાંજે હું તકની રાહ જોઈ રહી હતી કે ત્યાં જ એનો ફોન આવ્યો અને એ બહાર ગયો. એ ફોન પર વાત કરતો હતો એ જ વખતે હું અંધારાનો લાભ લઈને ત્યાંથી ભાગી છૂટી. રવિ દરિયાકિનારાથી દૂર એક રિક્ષામાં મારી રાહ જોઈ રહ્યો હતો. હું એની પાસે પહોંચી ગઈ અને પછી અમે ત્યાંથી રેલવે સ્ટેશને પહોંચ્યાં. ત્યાંથી ટ્રેન કરીને બેંગ્લોર આવીને લગ્ન કરી લીધાં.’ ઈન્સ્પેક્ટરે કહ્યું, ‘તારા પ્રેમ વિશે તારાં માતા-પિતાને ખબર હતી. તું ભાગી જવાની છે એ ખબર હતી?’ ‘એ દિવસે ભાગી જવાની છું એ તો ખબર નહોતી, પણ મારા પ્રેમ વિશે ખબર હતી!’ પોલીસના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો. તેમણે તરત જ અપલારાજુની ધરપકડ કરી અને કેસ ફાઈલ કર્યો. અપલારાજુ બોલ્યા, ‘પણ સાહેબ, મારો વાંક શું છે?’ ઈન્સ્પેક્ટર રામારાવ બોલ્યા, ‘તમે જાણતા હતા કે સાંઈ પ્રિયાને રવિ સાથે પ્રેમ છે, તમે જાણતા હતા કે કદાચ એ રવિ સાથે ભાગી ગઈ હોઈ શકે છે, પણ તમે આ બધી બાબતો છુપાવી અને સતત અમને એની શોધ કરવા માટે દબાણ કર્યું. તમે સરકારી તંત્રના રિસોર્સીસ અને પોલીસ, મરીન પોલીસ અને નેવીના વેલ્યુએબલ ટાઈમનો દુરુપયોગ કરી તંત્રના એક કરોડ રૂપિયા બરબાદ કર્યા છે, એટલે પોલીસ જ તમારા વિરુદ્ધ ફરિયાદી બની છે. અને તમારી દીકરી સાંઈ પ્રિયાએ પણ એના પતિ સાથે છેતરપિંડી કરી છે, એટલે એના વિરુદ્ધ પણ કેસ કરીએ છીએ.’ અને પોલીસે બધાંને જેલભેગાં કરીને કેસ આગળ ચલાવ્યો. આગળ જતાં બધાંને સજા થઈ.
    Click here to Read More
    Previous Article
    આજ-કાલ:આઝાદીના ગુમનામ નાયક રેજિનાલ્ડ સિંહ
    Next Article
    સહજ સંવાદ:એક ગુજરાતી નક્સલવાદી અજીતા નારાયણ…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment