Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ-કાલ:આઝાદીના ગુમનામ નાયક રેજિનાલ્ડ સિંહ

    8 hours ago

    એક જ જીવનમાં ભૌગોલિક અને બૌદ્ધિક રીતે આટલી લાંબી સફર બહુ ઓછા માણસો ખેડી શકે છે. હા, ચોક્કસપણે આ રેજિનાલ્ડ લાલ સિંહ વિશે જ કહેવાયું છે. તેમના માતા લક્ષ્મી અને પિતા બાબુલાલ થોડો સમય સાથે રહ્યાં બાદ ફરી છૂટાં પડી ગયાં. આ વિકટ સમયે લક્ષ્મી વતન પાછાં ફર્યાં. આફત આવે છે ત્યારે સાગમટે આવે છે. થોડાં વર્ષો પછી બાબુલાલ ઈશ્વરના ધામમાં પહોંચી ગયા. રેજિનાલ્ડ સિંહ વિદેશી ધરતી પર સાવ એકલા પડી ગયા. તેઓ હામ ન હાર્યા, બલ્કે આ વેદનાને તાકાતમાં રૂપાંતરિત કરીને અડીખમ રહ્યા. રેજિનાલ્ડે સિરાક્યુઝ યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સમાં પ્રવેશ લીધો. અહીંની કોસ્મોપોલિટન ક્લબે તેમને વિશ્વભરના વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ રાજકીય વિચારધારાઓનો પરિચય કરાવ્યો. તેઓ સામ્યવાદીઓથી પ્રભાવિત થયા, કારણ કે તેઓ ખરેખર સ્વતંત્રતા અને ન્યાય માટે લડી રહ્યા હોવાનું તેમણે અનુભવ્યું. ત્યારે તેમણે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ અને ગાંધીજીના પ્રભાવ વિશે વાંચ્યું. પૂર્વજોની ધરતીનું આકર્ષણ એટલું પ્રબળ બન્યું કે તેઓ અભ્યાસ પડતો મૂકીને ભારત જવા તલપાપડ થયા હતા. આ અગાઉ 1939માં રેજિનાલ્ડ સિંહ બ્રિટનમાં અમેરિકાના રાજદૂત જોસેફ પી. કેનેડીના મોટા પુત્ર જોસેફ પી. કેનેડી જુનિયર જેવા એક અનપેક્ષિત મહાનુભાવને મળ્યા. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં રસ ધરાવતા જુનિયર કેનેડીએ સિંહને દૂતાવાસમાં આમંત્રણ આપ્યું, જ્યાં પિતા-પુત્રે તેમને અમેરિકામાં પોતાનું રાજકીય કાર્ય ચાલુ રાખવા સહર્ષ પ્રોત્સાહિત કર્યા. થોડા જ સમય પછી તેઓ બ્રિટનથી અમેરિકા જવા દરિયાઈ માર્ગે નીકળ્યા. બ્રિટનના યુદ્ધ જહાજ પર નાઝી યુ-બોટે હુમલો કર્યો અને ભયંકર વિસ્ફોટ બાદ તે ડૂબી ગયું. આ જોઈને સિંહનું જહાજ ‘કોલિંગ્સવર્થ’ બચાવકાર્ય માટે પાછું ફર્યું. સમુદ્રમાંથી સેંકડો ઘાયલ અને દાઝેલાં લોકોને બહાર કાઢવામાં આવ્યાં. સિંહ પોતાના તબીબી જ્ઞાનનો ઉપયોગ કરીને ઘાયલોને બચાવવામાં જોતરાઈ ગયા હતા. અમેરિકા પરત ફર્યા બાદ 1941માં તેમણે માસિક સામયિક ‘ઈન્ડિયા ન્યૂઝ’ શરૂ કર્યું, જે લોસ એન્જેલસ અને વોશિંગ્ટન ડી.સી.માંથી ભારતીય સ્વાતંત્ર્ય લડાઈનું બોલકું સમર્થક હતું. સંપાદક તરીકે તેઓ સામાન્ય રીતે ‘આર. લાલ સિંહ’ નામનો ઉપયોગ કરતા હતા. તેમણે વ્યાપક પ્રવાસ કરીને ગાંધીજી, અહિંસા, બીજા વિશ્વયુદ્ધમાં ભારતની ભૂમિકા અને સ્વતંત્ર રાષ્ટ્ર સામેના પડકારો વિશે જોરદાર વ્યાખ્યાનો આપ્યાં. ક્યારેક એક જ દિવસે 11 ભાષણો આપ્યાં હતાં. અમેરિકાના ભારતીય સમુદાયો વચ્ચે રાજકીય સંગઠન ઊભું કરવું તેમના માટે પડકારજનક હતું. ભારતમાં રેજિનાલ્ડ સિંહનું પ્રથમ મુકામ મદ્રાસ હતું. પોતાના લોકોના દેશમાં એક ‘મહાન વ્યક્તિ’ વિશે સૌને વાત કરતા સાંભળવું એ સિંહ માટે હૃદયસ્પર્શી અનુભવ હતો. તેમના દાવા મુજબ તેઓ હથિયારો અને દારૂગોળો લઈને ભારત આવ્યા હતા, જે મળી ગયાં હોત તો તેમની ધરપકડ અને કદાચ ફાંસી થઈ શકી હોત. તેઓ કોંગ્રેસમાં જોડાયા અને બંગાળમાં કામ કરવા લાગ્યા. તેઓ બ્રિટિશરોની નજરમાં જ હતા અને પ્રદર્શનો બદલ ધરપકડ બાદ બે વર્ષ માટે મદ્રાસ જેલમાં કેદ રખાયા, જ્યાં કેદીઓથી ખીચોખીચ નાનકડી કોટડીમાં નજીવા ખોરાક પર ગુજારો કરતા હતા. જેલમાંથી મુક્તિ પછી ઘરે પહોંચીને વી. કે. કૃષ્ણ મેનનની ‘ઈન્ડિયા લીગ’ સાથે નજીકથી કામ કર્યું અને ભારતીય સ્વાતંત્ર્ય સમર્થન ઊભું કરવા માટેનાં પ્રકાશનો અને પ્રચાર સામગ્રી તૈયાર કરવામાં મદદ કરી. આ દરમિયાન તેમણે બાળકો માટે ‘ગિફ્ટ ઓફ ધ ફોરેસ્ટ’ પુસ્તક પણ પૂર્ણ કર્યું. ઓક્ટોબર 1956માં લગ્ન કર્યા બાદ સિંહ અને ગ્વેન મે હોબસને લોસ એન્જેલસમાં ‘India-America Society’ની સ્થાપના કરી. રેજિનાલ્ડ સિંહ હોલિવૂડની અનેક ફિલ્મોમાં મોટાભાગે નાની ભૂમિકાઓમાં દેખાયા. તેમની કારકિર્દી The Day the Earth Stood Still (1951)થી શરૂ થઈ અને Thunder in the East તથા Storm Over Tibet (1952), Around the World in Eighty Days (1956)માં નામ વગરના ડ્રાઈવર, Khyber Patrol (1954)માં બારટેન્ડર, Family Man (1966) અને The Bamboo Prison (1954)માં રાષ્ટ્રસંઘના ક્લાર્કનું પાત્ર ભજવ્યું. તો આલ્ફ્રેડ હિચકોકની To Catch a Thief (1955)માં સિંહ દાગીના પહેરેલા પાઘડીધારી મહારાજાના નાનકડા પાત્રમાં દેખાયા. રેજિનાલ્ડ લાલ સિંહનું શ્રેષ્ઠ પ્રદર્શન અભિનય કારકિર્દીના અંતમાં આવ્યું. 1967માં તેમણે મૂળ Star Trek શ્રેણીના Court Martial એપિસોડમાં કેપ્ટન ચંદ્રાનું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત ફિલ્મ સ્ટુડિયોને પૂર્વ વિશે સાચી માહિતી કે સમજની જરૂર પડતી, ત્યારે તેઓ ટેક્નિકલ સલાહકાર પણ બની જતા હતા. રેજિનાલ્ડ સિંહની આ અસાધારણ જીવનકથા તેમનાં સંસ્મરણોમાં જીવે છે, જે ન્યૂયોર્ક પબ્લિક લાઈબ્રેરીમાં સચવાયેલાં છે. તેમજ તેમની પત્ની ગ્વેન દ્વારા લખાયેલાં વર્ણનો-દસ્તાવેજો યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસના આર્કાઈવ્સમાં છે. 1970માં 65 વર્ષની વયે રેજિનાલ્ડ લાલ સિંહે બહુવિધ ભૂમિકાઓ ભજવ્યા બાદ જીવનના રંગમંચ પરથી આખરી એક્ઝિટ લીધી. ઓનલાઈન-ઓફલાઈન સમાજવાદીઓ બ્રિજ સારી રીતે રમતા; શાંતિવાદીઓ ઉત્તમ તમાકુ પીતા અને ટેનિસ તથા નૃત્યમાં સારા સાથીદાર હતા; સામ્રાજ્યવાદીઓ શ્રેષ્ઠ સૂટ પહેરતા અને પોકરમાં હોશિયાર હતા. પ્રચારકો હંમેશાં પૈસા ઉધાર લેતા, જ્યારે સામ્યવાદીઓને શહેરની બધી ગુપ્ત દારૂની જગ્યાઓની ખબર હતી. - રેજિનાલ્ડ લાલ સિંહ (કોલેજના દિવસોની નોંધ)
    Click here to Read More
    Previous Article
    બનાવેલા કેટલાક અબજોપતિઓ:AI યુવાનોને અબજોપતિ બનાવતો જાદુ
    Next Article
    ક્રાઇમ સિક્રેટ:બીચ પરથી ગાયબ પત્ની બેંગ્લોરમાંથી કેવી રીતે મળી?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment