Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાવેલા કેટલાક અબજોપતિઓ:AI યુવાનોને અબજોપતિ બનાવતો જાદુ

    8 hours ago

    અમેરિકાના લોસ એન્જલસ પાસે 6 બેડરૂમ ધરાવતું મકાન વેચાયું. ડીલના સમાચાર ચીનનાં સોશિયલ મીડિયામાં બરાબર ચમક્યા, કેમ કે ખરીદદારનું નામ હતું ટોની વૂ. નામથી ખ્યાલ આવે કે વૂભાઈ મેડ ઈન ચાઈના છે. વૂભાઈએ મકાન 7 કરોડ ડૉલર (600 કરોડ રૂ)માં ખરીદ્યું છે. ઉંમર હજુ એકત્રીસ છે ત્યાં આટલા ધનના ઢગલા ક્યાંથી આવ્યા? જવાબ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત્ એઆઈમાંથી. નાની ઉંમર, મોંઘેરાં મૂલ એઆઈ સબંધિત સમાચારો-અહેવાલો આવે ત્યારે એનો મુખ્ય સૂર ચિંતાનો હોય છે. એઆઈ નોકરી છીનવી રહ્યું છે. જેમની પાસે કંઈ કામધંધો નથી એ બધાં એઆઈ સાથે ટાઈમપાસ કરી રહ્યાં છે. સામે પક્ષે એઆઈ હજુ તો સગપણ કરવાનુંય બાકી છે એવા જુવાનિયાઓને કરોડપતિ, અબજોપતિ બનાવી રહ્યું છે. અસર શું થઈ રહી છે? AIમાંથી પૈસા આવે એટલે જંગી રોકાણ પ્રોપર્ટીમાં થઈ રહ્યું છે. ઓટોમેશન એટલે કે મશીનનો વ્યાપક ઉપયોગ વધી રહ્યો છે. ઉપયોગ વધે એટલે પૈસા વધે એટલે ફરી ઉપયોગ વધી રહ્યો છે. અમેરિકા કે રશિયા નહીં જેમની પાસે એઆઈની શક્તિ છે એ વ્યક્તિઓ દેશ કરતાં વધારે શક્તિશાળી બની રહ્યાં છે. એક સમયે પેટ્રોલિયમ સૌથી મોટી શક્તિ હતું, હવે એઆઈ-ઈન્ટરનેટે એ સ્થાન લીધું છે. ચીપનું ઉત્પાદન, ડેટા સેન્ટર વગેરે એવા ઉદ્યોગો બન્યા છે જેમની મોનોપોલી ઊભી થઈ છે. કેટલીય નોકરીઓ ખતમ થઈ રહી છે, સામે નવી નવી ઊભી થઈ રહી છે. અબજોપતિ બનતાં કેટલાં વર્ષ લાગે? ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવાર પૈકીના એક તાતા ફેમિલીને અબજોપતિ બનતાં 70 કરતાં વધારે વર્ષ લાગ્યાં હતાં. પોણા બસ્સો વર્ષથી વધુ સમયથી ભારતના ઉદ્યોગ જગતમાં દબદબો ભોગવતા તાતાની સંપત્તિ આજે ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં એટલી છે, પણ એ હાંસલ કરતા દાયકા લાગ્યા. અંબાણી પરિવારે કંપનીની સ્થાપના કર્યા પછી અઢી દાયકે અબજોપતિ બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. અમેરિકામાં રોકફેલર પરિવારની સંપત્તિનો કોઈ પાર નથી. સ્ટાન્ડર્ડ ઓઈલ નામની કંપની સ્થાપીને જોન ડી રોકફેલરે સંપત્તિ ઉલેચવાનો જાણે પમ્પ ગોઠવ્યો હતો. તો પણ તેમને 1 અબજ ડૉલરના આંકડે પહોંચતા 45 કરતાં વધારે વર્ષ લાગ્યાં હતાં. જગતના એ પ્રથમ બિલિયોનેર અર્થાત્ અબજપતિ પણ ગણાય છે. તો ફોર્ડ મોટરના સ્થાપક હેનરી ફોર્ડને એ સિદ્ધિ મળતાં બે દાયકા લાગ્યા હતા. બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે જે કોઈ અબજોપતિ થયાં એ બધાં માટે સમયગાળો બે-પાંચ વર્ષ કરતાં વધારે નથી થયો. ચેટજીપીટીનું આગમન 2023માં થયું એ પછી વિવિધ એઆઈ મોડેલ્સ બજારમાં આવવા લાગ્યાં, પરંતુ ટેક્નોલોજી કંપનીઓ એ પહેલાંથી કામ કરતી હતી. એટલે થોડાં વર્ષો ઉમેરીએ. તો પણ અબજોપતિ બનતાં કોઈને દાયકાથી વધુ સમય થયો નથી. સંજોગો એવા ઊભા થયા છે કે અગાઉ સોશિયલ મીડિયા અને ડોટ-કોમ બૂમ વખતે જે રીતે નવા કરોડપતિઓ બન્યા હતા, તેનાથી પણ વધુ ઝડપે અત્યારે AIની મદદથી નવી સંપત્તિનું સર્જન થઈ રહ્યું છે!
    Click here to Read More
    Previous Article
    રિફ્લેક્શન:સંવેદનાના રંગો ફિક્કા પડતા જાય છે
    Next Article
    આજ-કાલ:આઝાદીના ગુમનામ નાયક રેજિનાલ્ડ સિંહ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment