Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ન્યારી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ:ટૂંક સમયમાં આજીડેમમાં પણ સૌની યોજનાનાં પાણી શરૂ થશે, રાજકોટવાસીઓને ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી પડશે નહીં

    9 hours ago

    રાજકોટમાં અપૂરતા વરસાદને કારણે આજી અને ન્યારી ડેમમાં પાણીની નવી આવક ન થતાં મહાનગરપાલિકાએ જૂન માસના અંત સુધી માટે 4000 એમએમસીએફટી નર્મદાનીરની માગણી કરી હતી. જોકે ટેકનીકલ કારણે રાજકોટનો નર્મદાનીર પુરવઠો એક સપ્તાહ માટે અટકાવી દેવાયો હતો. પરંતુ શહેરમાં પાણીકાપની સ્થિતિ ટાળવા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી સતત રજૂઆતો બાદ સિંચાઈ વિભાગે છેલ્લા બે દિવસથી સૌની યોજના હેઠળ ન્યારી-1 ડેમમાં ફરી નર્મદાનીર ઠલવવાનું શરૂ કરી દીધું છે, જોકે આજી-1 ડેમમાં હજુ પુરવઠો શરૂ કરાયો નથી. પરંતુ ટૂંક સમયમાં આજી ડેમમાં પણ નર્મદાનાં નીર શરૂ કરવામાં આવનાર હોય ઉનાળામાં રાજકોટવાસીઓને પાણીની મુશ્કેલી પડશે નહીં. વરસાદની ઘટ, મનપાએ સરકાર પાસે નર્મદાનીર આપવા માગણી કરી હતી રાજકોટમાં ચાલુ વર્ષે પૂરતો વરસાદ ન પડવાને કારણે પીવાના પાણીની ભારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી હતી. રાજકોટની જનતાને દૈનિક ધોરણે પર્યાપ્ત અને પૂરતા દબાણથી પાણી પૂરું પાડતા મુખ્ય સ્રોત એવા આજી-1 અને ન્યારી-1 ડેમમાં જોઈએ તેવી પાણીની નવી આવક થઈ ન હતી. આ સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોને પાણીના સંકટમાંથી ઉગારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ પાણી ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ આગામી જૂન માસના અંત સુધી શહેરની તરસ છિપાવી શકાય તે માટે તબક્કાવાર 4000 એમએમસીએફટી નર્મદાનીર આપવા માગણી કરી હતી. આજી-1 ડેમમાં પાણી આપવાનું શરૂ મનપાની રજુઆતનાં પગલે સિંચાઈ વિભાગે આજી-1 ડેમમાં પાણી આપવાનું શરૂ કરાયું હતું, પરંતુ ટેકનીકલ કારણોસર આ પુરવઠો અટકાવી દેવાતાં સ્થાનિક તંત્ર અને પ્રજામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. રાજકોટ શહેરમાં નર્મદાનાં નીરનો પુરવઠો એકાદ સપ્તાહ માટે સ્થગિત કરી દેવાયો હતો. જો સમયસર પાણીનો જથ્થો ઉપલબ્ધ ન થાય તો મહાનગરપાલિકાને ફરજિયાતપણે ધીમા દબાણે પાણી આપવું પડે અથવા આડકતરી રીતે પાણીકાપ ઝીંકવો પડે તેવી નોબત આવીને ઊભી રહી હતી. ન્યારી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવાયા જોકે તંત્ર દ્વારા પ્રજાહિતને ધ્યાને રાખીને સતત કરવામાં આવેલી રજૂઆતો અને ફોલોઅપને પગલે સિંચાઈ વિભાગે આખરે બે દિવસથી ન્યારી-1 ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવવાનું પુનઃ શરૂ કરી દીધું છે. એક સપ્તાહના વિરામ બાદ ફરીથી નર્મદાના પાણી ચાલુ થતાં રાજકોટ મહાનગરપાલિકાએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આજી-1 ડેમમાં હજુ નર્મદાનીર ઠલવવાની પ્રક્રિયા શરૂ થઈ નથી, પરંતુ ન્યારી-1માં પાણીની આવક ચાલુ થઈ જતાં હવે શહેરમાં પાણીનું સંકટ ઘણુંખરું ટળી ગયું છે. ટૂંક સમયમાં આજીડેમમાં પણ સૌની યોજનાનાં પાણી શરૂ થશે ન્યારી-1 ડેમમાં નર્મદાનીર ઠલવાઈ રહ્યા હોવાથી રાજકોટના રહેવાસીઓને હવે ઉનાળાના આકરા દિવસોમાં પણ પૂરતા પ્રમાણમાં અને નિયમિત રીતે પીવાનું પાણી મળી રહેશે. આમ મહાનગરપાલિકાના અધિકારીઓના સઘન પ્રયાસોને લઈ રાજકોટવાસીઓ પર તોળાતો આડકતરો પાણીકાપ અને પાણીની અછત સહિતનો મોટો ખતરો દૂર થયો છે. સિંચાઈ ખાતા દ્વારા આગામી દિવસોમાં આજી-1 ડેમમાં પણ નર્મદાના નીર ઠલવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    15 વર્ષના પુત્રને કારની ચાવી સોંપવી પિતાને ભારે પડી:ગાંધીનગરના ચરેડી ચોકડી નજીક કાવડ યાત્રીને કચડી મોત નિપજાવવાના ગુનામાં કાર માલિક સામે ગુનો દાખલ
    Next Article
    મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક કાર પલટી:એક જ પરિવારના 3 સભ્યો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment