Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘેશ્વરી મંદિર પાસે શિકારની શોધમાં બે સિંહની લટાર:લોકોના ટોળા ઉમટ્યા, વનવિભાગ અને પોલીસે સિંહોને સુરક્ષિત જંગલમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો

    7 hours ago

    જુનાગઢમાં ભવનાથ વિસ્તારમાં વાઘેશ્વરી મંદિર નજીક શિકારની શોધમાં બે સિંહ આવી ચડતાં સમગ્ર વિસ્તારમાં ભારે કૂતુહલનો માહોલ સર્જાયો હતો. ગીરના જંગલમાંથી અચાનક સિંહો રસ્તા પર આવી જતાં આ અદ્ભુત દ્રશ્ય જોવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓના મોટા ટોળા ઉમટી પડ્યા હતા. લોકો રસ્તા પર એકઠા થઈ જતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. વન વિભાગે સિંહોને જંગલ તરફ ખસેડ્યા ​ઘટનાની જાણ થતાં જ ભવનાથ રાઉન્ડનો વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ભવનાથ રાઉન્ડના ફોરેસ્ટર બી.બી.મકવાણા, વી.એમ.ડાભી તેમજ ટ્રેકરની ટીમે સ્થળ પર પહોંચીને ત્વરિત કામગીરી હાથ ધરી હતી અને બંને સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ પાછા ખસેડ્યા હતા. વનવિભાગની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી અને સિંહોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વગર જંગલમાં પરત મોકલી દેવાયા હતા. ​PSIની ટીમે ટ્રાફિક હળવો કરાવ્યો બીજી તરફ, સિંહોને જોવા માટે લોકોની ભારે ભીડ જામી જતાં ભવનાથ PSI ડામોર સહિતનો પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સમયસૂચકતા વાપરીને રસ્તા પરથી લોકોના ટોળાને દૂર કરાવ્યા હતા અને જામી ગયેલા ટ્રાફિકને હળવો કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. વનવિભાગ અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરીથી પરિસ્થિતિ પર સફળતાપૂર્વક કાબૂ મેળવાયો હતો.
    Click here to Read More
    Previous Article
    મેસીના 4 ગોલથી ઇન્ટર મિયામી જીત્યું:લીગમાં સીઝનનો ટૉપ ગોલ સ્કોરર બન્યો; 20 મલ્ટી ગોલ કરનાર સૌથી ઝડપી ખેલાડી પણ બન્યો
    Next Article
    નવસારીમાં મામલતદાર કચેરી સામે રોડ પર ભુવો પડ્યો:₹1288 કરોડના બજેટ છતાં રસ્તાઓની ગુણવત્તા પર સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment