Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં મામલતદાર કચેરી સામે રોડ પર ભુવો પડ્યો:₹1288 કરોડના બજેટ છતાં રસ્તાઓની ગુણવત્તા પર સવાલ

    6 hours ago

    નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે ₹1288 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેમ છતાં, શહેરમાં નવા બનેલા રસ્તાઓ પર વારંવાર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે પાલિકાની કામગીરી અને રસ્તાઓની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. તાજેતરમાં વોર્ડ નંબર 6માં આવેલી મામલતદાર કચેરી સામેના માર્ગ પર એક મોટો ભુવો પડ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વ્યસ્ત માર્ગ પર ભુવો પડવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક નાગરિકોના મતે, શહેરમાં રસ્તા નિર્માણની કામગીરીમાં ગેરરીતિ થઈ હોઈ શકે છે, જેના કારણે વારંવાર ભુવા પડી રહ્યા છે. અગાઉ મેયર દ્વારા 'ભુવા તો પડશે જ, સંયમ રાખજો' તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનને લઈને વિપક્ષ અને જનતામાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વાઘેશ્વરી મંદિર પાસે શિકારની શોધમાં બે સિંહની લટાર:લોકોના ટોળા ઉમટ્યા, વનવિભાગ અને પોલીસે સિંહોને સુરક્ષિત જંગલમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો
    Next Article
    1 Dead, 5 Injured In Shooting Near Rave Attended By 3,500 In Switzerland

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment