Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર 4 ફ્લાઇટ્સ રદ:20થી વધુ ફ્લાઇટ્સ લેઈટ, મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા

    13 hours ago

    ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સાર્વત્રિક અને ભારે વરસાદના કારણે હવે સામાન્ય જનજીવનની સાથે-સાથે હવાઈ સેવાને પણ મોટી અસર પહોંચી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર ખરાબ હવામાન અને મુશળધાર વરસાદને પગલે વિમાની કામગીરી ખોરવાઈ ગઈ છે. એરપોર્ટ પરથી ઉડાન ભરતી અને લેન્ડ થતી 4 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જ્યારે 20થી વધુ ફ્લાઇટો કલાકો સુધી મોડી પડી છે. જેને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના એરપોર્ટ પર સોમવારથી જ ફ્લાઇટ ઓપરેશન્સ પ્રભાવિત સમગ્ર રાજ્યમાં વરસી રહેલા અવિરત વરસાદ અને નીચી વિઝિબિલિટીના કારણે અમદાવાદના એરપોર્ટ પર સોમવારથી જ ફ્લાઇટ ઓપરેશન્સ પ્રભાવિત થયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલ અને એરલાઇન્સ કંપનીઓ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. 4 ફ્લાઇટ્સ કેન્સલ અને 20 કલાકો સુધી લેઈટ અમદાવાદ એરપોર્ટ પ્રશાસન અને વિવિધ એરલાઇન્સ દ્વારા મળતી વિગતો મુજબ, ખરાબ હવામાનના કારણે અલગ-અલગ શહેરોથી આવતી-જતી 4 ફ્લાઇટ્સને સંપૂર્ણપણે કેન્સલ કરી દેવામાં આવી છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મુખ્ય મેટ્રો શહેરો તરફથી આવતી અને ત્યાં જતી 20થી વધુ જેટલી સ્થાનિક ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી છે. બે ફ્લાઇટોને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ આ ઉપરાંત, સિંગાપુર અને દિલ્હીથી મુંબઈ જતી બે ફ્લાઇટોને મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી હતી. મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદને કારણે અનેક વિમાનોનું લેન્ડિંગ શક્ય બન્યું નહોતું. આ પરિસ્થિતિમાં સિંગાપોરથી મુંબઈ જતી અને દિલ્હીથી મુંબઈ જતી બે ફ્લાઇટોને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. બંને ફ્લાઇટોએ અમદાવાદ એરપોર્ટ પર સલામત લેન્ડિંગ કર્યું હતું. મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા અચાનક ફ્લાઇટ કેન્સલ થવા અને કલાકો સુધી વિલંબ થવાના કારણે અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. કટોકટીના કામ કે બિઝનેસ અર્થે પ્રવાસ કરી રહેલા અનેક મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા હતા. મુસાફરોએ એરલાઇન્સ કંપનીઓ દ્વારા પૂરતી માહિતી ન મળવા અંગે અને નબળા વ્યવસ્થાપન સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ જવા માટે નીકળતા પહેલાં પોતાની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરીને ફ્લાઇટનું લાઈવ સ્ટેટસ ચોક્કસથી ચકાસી લે, જેથી કરીને એરપોર્ટ પર લાંબો સમય સુધી રાહ જોવી ન પડે.
    Click here to Read More
    Previous Article
    36 કલાકમાં 18 ઈંચ વરસાદથી સ્માર્ટ સિટી સુરતની સૂરત બગડી:રસ્તાઓ પર વાહનોના બદલે બોટ ચાલી, પોશ વિસ્તાર પણ પાણી પાણી; આવતીકાલે શહેર-જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર
    Next Article
    અમરેલીમાં વીજ પૂરવઠો પૂર્વવત કરવા PGVCLની 192 ટીમો મેદાનમાં:368 ફીડર કાર્યરત કર્યા, 380થી વધુ થાંભલા ફરી ઊભા કર્યાં, 80થી વધુ ગામોમાં અંધકાર દૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment