Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં વીજ પૂરવઠો પૂર્વવત કરવા PGVCLની 192 ટીમો મેદાનમાં:368 ફીડર કાર્યરત કર્યા, 380થી વધુ થાંભલા ફરી ઊભા કર્યાં, 80થી વધુ ગામોમાં અંધકાર દૂર

    9 hours ago

    અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપની (PGVCL) દ્વારા વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. PGVCLની 192 ટીમોએ દિવસ-રાત કામ કરીને 80થી વધુ ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી. વરસાદથી પ્રભાવિત 370 ફીડરમાંથી 368 ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે નુકસાન પામેલા 397 વીજ થાંભલામાંથી 380થી વધુ થાંભલા ફરી ઊભા કરવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લાના અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના પરિણામે અંધકાર છવાઈ ગયો હતો. પાણી ભરાયેલા રસ્તાઓ, કાદવ અને જોખમી પરિસ્થિતિઓ વચ્ચે પણ PGVCLના અધિકારીઓ, ઇજનેરો અને વીજકર્મીઓની ટીમોએ નાગરિકોના ઘરોમાં ફરી પ્રકાશ પહોંચાડવા માટે સતત પ્રયાસો કર્યા. અમરેલી PGVCL સર્કલના અધિક્ષક ઇજનેર સી.સી. ડામોરના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર મેદાનમાં ઉતરી પડ્યું હતું. ભારે વરસાદના કારણે સર્કલના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અધિકારીઓએ કચેરીમાં બેસીને સૂચનાઓ આપવાને બદલે જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું. અધિકારી સી.સી ડામોરે જણાવ્યું હતું કે, 4 જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદથી શરૂઆતમાં 24 ગામોમાં સંપૂર્ણ વીજળી ગુલ થઈ ગઈ હતી. ત્યારબાદ 5 જુલાઈથી 68 વિશેષ ટીમો સાથે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમ જેમ વરસાદની અસર વધતી ગઈ તેમ તેમ કામગીરીનું વ્યાપ પણ વધારવામાં આવ્યું. PGVCLની 125 ટીમો અને કોન્ટ્રાક્ટર એજન્સીની 67 ટીમો – કુલ મળીને 192 ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત સમારકામ હાથ ધર્યું. પાણી ભરાયેલા ખેતરો વચ્ચે થાંભલા ઊભા કરવા અને વરસાદ વચ્ચે તૂટેલી લાઇનો જોડવા જેવી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ ટીમોએ કામગીરી ચાલુ રાખી. ડામોરે જણાવ્યું હતું કે, આ અવિરત પ્રયાસોના પરિણામે પ્રભાવિત 370 ફીડરમાંથી 368 ફીડર પૂર્વવત કરવામાં આવ્યા છે. વરસાદથી નુકસાન પામેલા 397 વીજ થાંભલામાંથી380થી વધુ થાંભલા ફરી ઉભા કરવામાં આવ્યા છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં નુકસાન પામેલા 32 ટ્રાન્સફોર્મરમાંથી 30 ટ્રાન્સફોર્મર કાર્યરત કરી દેવામાં આવ્યા છે. પરિણામે આજે 80 થી વધુ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થઈ ગયો છે, જ્યારે બાકીના ગામોમાં પણ અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી છે અને આજે જ તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ખેતીવાડીના બંધ ફીડરો પૈકી જે ખેતરો સુધી ટીમ પહોંચી શકી છે ત્યાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય બંધ ફીડરો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ છે. આ સમગ્ર કામગીરી દરમિયાન વીજકર્મીઓ માટે વરસાદ કોઈ અવરોધ બન્યો નહીં. સતત વરસતા વરસાદ, કાદવભર્યા માર્ગો, પાણીમાં ગરકાવ વિસ્તારો અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ એક પછી એક ખામી દૂર કરતા રહ્યા. તેમના માટે દરેક ગામ માત્ર એક સ્થળ નહોતું, પરંતુ હજારો પરિવારોના જીવનમાં ફરી પ્રકાશ પહોંચાડવાની જવાબદારી હતી.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદના કારણે અમદાવાદ એરપોર્ટ પર 4 ફ્લાઇટ્સ રદ:20થી વધુ ફ્લાઇટ્સ લેઈટ, મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા
    Next Article
    વરાછામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, બેના મોત:મિનીબજારમાં ઝાડ પડતા 5 લોકો દટાયા, બાઈક જતા 2ના કમકમાટીભર્યા મોત; 3 ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment