Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, બેના મોત:મિનીબજારમાં ઝાડ પડતા 5 લોકો દટાયા, બાઈક જતા 2ના કમકમાટીભર્યા મોત; 3 ઈજાગ્રસ્ત

    9 hours ago

    સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદની વચ્ચે વરાછાના વ્યસ્ત ગણાતા મિનીબજાર રોડ પર એક મહાકાય વૃક્ષ અચાનક ચાલુ બાઈક પર પસાર થઈ રહેલા રાહદારીઓ પર ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ તોતિંગ વૃક્ષ નીચે અંદાજે 5 જેટલા લોકો દબાઈ ગયા હતા, જેમાંથી 2 નાગરિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વૃક્ષ સવારથી જ ભયજનક સ્થિતિમાં નમેલું હોવા છતાં પાલિકા તંત્રે કોઈ પગલાં ન લેતા આ કાળમુખી દુર્ઘટના સર્જાઈ છે. ચાલુ બાઈક પર કાળ બનીને તૂટી પડ્યું વૃક્ષ ધોધમાર વરસાદ દરમિયાન વરાછા મિનીબજાર રોડ પરથી પસાર થઈ રહેલા વાહનચાલકો કંઈ સમજે તે પહેલા જ એક વિશાળકાય વૃક્ષ તેમના પર ખાબક્યું હતું. બાઈક સવાર નિર્દોષ રાહદારીઓ ઝાડના તોતિંગ થડ અને ડાળીઓ નીચે કચડાઈ ગયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બે લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન અને સ્થાનિકોનો આક્રોશ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ રોડ પર આડા પડેલા વૃક્ષને કટર વડે કાપીને દૂર કર્યું હતું અને નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસે બંને મૃતકોના શબને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્રના મોડા પહોંચવાનો આક્ષેપ સ્થાનિક નાગરિકોમાં તંત્રની ઢીલી કામગીરી સામે ભારે રોષ છે. લોકોના આક્ષેપ મુજબ, કટોકટીના સમયે ફોન કરવા છતાં ફાયર અને પોલીસની ટીમો અંદાજે એક કલાક જેટલી મોડી ઘટનાસ્થળે પહોંચી હતી. સવારથી જ નમેલું હતું ઝાડ: પ્રત્યક્ષદર્શીનો ખુલાસો ઘટનાના પ્રત્યક્ષદર્શી કૈલાશભાઈના જણાવ્યા અનુસાર, વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારી આ દુર્ઘટના માટે સીધી જવાબદાર છે. અહીં કુલ ત્રણ ઝાડ હતા, જેમાંથી એક વૃક્ષ તો સવારે જ પડી ગયું હતું. આ બીજું મહાકાય વૃક્ષ પણ સવારથી જ એક તરફ નમેલું હતું અને ગમે ત્યારે પડે તેવી ભયજનક સ્થિતિમાં હોવા છતાં તંત્ર દ્વારા તેને કાપવાની કે રસ્તો ડાયવર્ટ કરવાની કોઈ તકેદારી રાખવામાં આવી નહોતી. પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની ખુલી પોલ સવારથી જોખમી બનેલા વૃક્ષ પ્રત્યે પાલિકા તંત્રની આળસ અને આડોડાઈના કારણે આખરે સાંજે બે નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ આકસ્મિક જાનહાનિને પગલે વરાછા પંથકના રહીશોમાં વહીવટી પ્રશાસન સામે તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં વીજ પૂરવઠો પૂર્વવત કરવા PGVCLની 192 ટીમો મેદાનમાં:368 ફીડર કાર્યરત કર્યા, 380થી વધુ થાંભલા ફરી ઊભા કર્યાં, 80થી વધુ ગામોમાં અંધકાર દૂર
    Next Article
    પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ ચોમાસાની સ્થિતિની સમીક્ષા બેઠક કરી:ઉપલેટામાં NDRF, શાપરમાં SDRFની ટીમ તૈનાત, 20 ગામ એલર્ટ પર, 11 તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment