Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ ચોમાસાની સ્થિતિની સમીક્ષા બેઠક કરી:ઉપલેટામાં NDRF, શાપરમાં SDRFની ટીમ તૈનાત, 20 ગામ એલર્ટ પર, 11 તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના

    8 घंटे पहले

    રાજકોટ શહેર અને જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં માત્ર પાંચ ઈંચ એટલે કે સિઝનનો માત્ર 17.33 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી. જેમાં ઉપલેટામાં NDRF તો શાપરમાં SDRFની ટીમ તૈનાત હોવાની સાથે જિલ્લાના તમામ 11 તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમ રચાઈ હોવાનું જાહેર થયું હતુ. હાલ 20 ગામ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. આટકોટમાં વીજળી પડવાથી પશુનો મૃત્યુ અને ધોરાજીના ભોળા ગામે સરકારી પ્રાથમિક શાળાની દિવાલ ધરાશાયી થવા સિવાય અન્ય કોઈ માનવ મૃત્યુ જેવી નુકસાની ન થઈ હોવાનું જાહેર થયું છે. રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ શ્રમ, કૌશલ્ય વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્રની વર્ષાઋતુની પૂર્વ તૈયારીઓની સમીક્ષા યોજી હતી. તેમણે વીડિયો કોન્ફરન્સ થકી જિલ્લામાં બચાવ-રાહત કામગીરીની પૂર્વ તૈયારીઓ અને સંસાધનોની વિગતવાર માહિતી મેળવતા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન સૂચના આપ્યા હતા. આ તકે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશે મંત્રીને જિલ્લામાં વરસાદની સ્થિતિ તેમજ તંત્રની તૈયારીઓથી અવગત કરાવ્યા હતા. તેમણે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ, જળાશયોમાં પાણીની આવક, સંભવિત અસરગ્રસ્ત નિચાણવાળા ગામોની યાદી તેમજ આપત્તિના સમયે બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર રખાયેલા સંસાધનોની વિગતવાર માહિતી આપી હતી. જિલ્લામાં ભારે વરસાદ કે પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું બેઠકમાં જણાવ્યું હતું. આજી-1 અડધો, ભાદર 14 ટકા જ ભરાયો આ બેઠકમાં રજૂ થયેલી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લામાં આજની સ્થિતિએ છેલ્લા 30 વર્ષની વરસાદની સરેરાશ 741 મીમી સામે આજદિન સુધી સરેરાશ 128.45 મીમી વરસાદ નોંધાયો છે, જે કુલ વરસાદના 17.33 ટકા છે. પડધરી તાલુકામાં 6.28 ટકા, રાજકોટમાં 13.15 ટકા, લોધિકામાં 20.68 ટકા, કોટડા સાંગાણીમાં 16.08 ટકા, જસદણમાં 2.25 ટકા, ગોંડલમાં 25.5 ટકા, જામકંડોરણામાં 15.51 ટકા, ઉપલેટામાં 20.59 ટકા, ધોરાજીમાં 32.57 ટકા, જેતપુરમાં 20.39 ટકા અને વિંછીયામાં 6.08 ટકા વરસાદ નોંધાયો છે. તમામ ડેમ પર વાયરલેસ સેટ પ્રસ્થાપિત રાજકોટ જિલ્લાના મુખ્ય ડેમોની જળ સપાટીની વિગતો અંગે જણાવ્યું હતું કે, ભાદર ડેમમાં 14.36 ટકા, ભાદર-2માં 76.00 ટકા, આજી-3માં 15.55 ટકા, મોજ ડેમમાં 37.93 ટકા, વેણુ-2માં 76.43 ટકા અને આજી-1 ડેમમાં 47.47 ટકા જળસંગ્રહ ઉપલબ્ધ છે. રાજકોટ જિલ્લાની 56 નાની સિંચાઈ યોજનાઓ પૈકી 22 નાની સિંચાઈ યોજનાઓમાં કેનાલ કાર્યરત છે. જિલ્લાના તમામ ડેમમાં પ્રિ-મોનસૂન કામગીરી જેવી કે નદીઓની સાફ-સફાઈ, ડેમ સેફ્ટીના કામો અને ગેટ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને તમામ ડેમ પર વાયરલેસ સેટ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. ભોળા ગામે શાળાની દીવાલ ધરાશાયી થતા મકાનને નુકસાન ચોમાસા દરમિયાન અત્યાર સુધી નુકસાનની વિગતોમાં જણાવ્યું હતું કે, જસદણ તાલુકાના આટકોટ ગામે વીજળી પડવાના કારણે એક પશુનું (ગાય) મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ધોરાજી તાલુકાના ભોળા ગામે પ્રાથમિક શાળાની દીવાલ ધરાશાયી થતાં એક સરકારી મકાનને નુકસાન થયું છે. જિલ્લામાં કોઈ માનવ મૃત્યુ કે મકાનોને નુકસાન થયું નથી. અરણી, ભાયાવદર રોડ ડાઈવર્ઝન ડેમેજ થવાના કારણે બંધ બંધ થયેલા માર્ગો અંગેની વિગતોમાં જણાવ્યું હતું કે, ઉપલેટા તાલુકામાં આવેલો જામકંડોળા, ખજૂરડા, ટીંબડી, અરણી, ભાયાવદર રોડ ડાઈવર્ઝન ડેમેજ થવાના કારણે બંધ થયો હતો, જેનાથી ભાયાવદર ગામ અસરગ્રસ્ત બન્યું હતું. આ માર્ગ પર ડાઈવર્ઝન રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને 5 જુલાઈથી રસ્તો રિપેર કરીને હાલ ત્યાં વાહન વ્યવહાર ચાલુ કરી દેવાયો છે. જેતપુર તાલુકાનો જેતપુર-બગસરા રોડ પણ ડાઈવર્ઝન ડેમેજ થવાના કારણે પ્રભાવિત થયો હતો. આ રસ્તો બંધ થવાથી દેવકીગાલોળ, પરબવાવડી અને ભેસાણ જેવા ગામોને અસર પહોંચી હતી. આ પરિસ્થિતિમાં વાહન વ્યવહાર જાળવી રાખવા માટે દેવકીગાલોળ, ખીજડીયા, ચારણીયા, થાણાગાલોળ અને જેતપુર થઈને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને હાલ ટ્રાફિક દેવકીગાલોળ ગામની અંદરથી ચાલુ રાખવામાં આવ્યો છે. લાઠથી ભીમોરા માટે ડાઈવર્ઝન રિપેરિંગની કામગીરી પૂર્ણ ઉપલેટા તાલુકાના અન્ય એક મહત્વના માર્ગ એવા સમઢીયાળા, તલંગના, મજેઠી, લાઠ, ભીમોરા રોડ પર પણ ડાઈવર્ઝન ડેમેજ થવાની સમસ્યા સર્જાઈ હતી. આ રસ્તો બંધ થવાથી ભીમોરા, લાઠ અને મજેઠી ગામોને અસર થઈ હતી. આ અંગે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મજેઠીથી લાઠ જવા માટે મજેઠી ગામની અંદરથી રસ્તો આપવામાં આવ્યો છે, તેમજ લાઠથી ભીમોરા માટે ડાઈવર્ઝન રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ માર્ગ પર 6 જુલાઈથી મજેઠી ગામની અંદર થઈને રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે. ઉપલેટા અને જામકંડોરણાના વિવિધ ગામોને એલર્ટ પર આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત જિલ્લામાં સંભવિત પૂરની અસર અનુભવી શકે તેવા નીચાણવાળા ગામોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં ભાદર સિંચાઈ યોજના હેઠળ ગોંડલના 6, જેતપુરના 11 અને ધોરાજીના 3 ગામો તેમજ મોજ અને વેણુ-2 યોજના હેઠળ ઉપલેટા અને જામકંડોરણાના વિવિધ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા દરેક તાલુકા દીઠ એક લાયઝન ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. જેમણે તાલુકા કક્ષાની બેઠકો યોજીને સાવચેતી અને સ્થળાંતર અંગેનું આગોતરું આયોજન કરી લીધું છે. આશ્રયસ્થાનો પર પાણી, ફૂડ પેકેટ્સ અને દવાઓની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. ઈમરજન્સી રિસ્પોન્સ માટે જિલ્લા અને તાલુકા કક્ષાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે અત્યાર સુધીમાં મળેલી તમામ 11 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. તમામ 11 તાલુકાઓમાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે અને પૂરતા પ્રમાણમાં ક્લોરિન ટેબ્લેટ્સ, ઓઆરએસ પેકેટ્સ અને એન્ટી એપીડેમિક દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે. આ ઉપરાંત, આપત્તિ સમયે ત્વરિત રાહત અને બચાવ કામગીરી માટે 30 સભ્યોની 1 એન.ડી.આર.એફ.ની ટીમ ઉપલેટા ખાતે અને 30 સભ્યોની 1 એસ.ડી.આર.એફ. ની ટીમ શાપર ખાતે તૈનાત કરી દેવામાં આવી છે. જેઓ વિવિધ તાલુકાઓમાં જનજાગૃતિ અને મોક ડ્રિલના કાર્યક્રમો પણ ચલાવી રહ્યા છે. આ બેઠકમાં સાંસદ પરશોત્તમ રૂપાલા, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઓનલાઈન જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    વરાછામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, બેના મોત:મિનીબજારમાં ઝાડ પડતા 5 લોકો દટાયા, બાઈક જતા 2ના કમકમાટીભર્યા મોત; 3 ઈજાગ્રસ્ત
    Next Article
    How Sam Altman Became the Kingmaker of Silicon Valley | AI War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment