Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિનજવાબદાર પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ‎:આહવામાં જાહેર રસ્તાઓ પર અડિંગો જમાવતા ઢોરોના કારણે અકસ્માતનો ભય

    11 hours ago

    ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો, ચોક અને જાહેર રસ્તાઓ પર ઢોરો આવી રીતે અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, પશુપાલકો પોતાના ઢોરને જાહેર રસ્તાઓ પર બિનવારસી હાલતમાં છોડી દે છે. પોતાના પશુઓ પ્રત્યે માલિકોની કોઈ જવાબદારી કે ભાન દેખાતું નથી. રસ્તા વચ્ચે બેઠેલા ઢોરોને કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા અચાનક બાઇક કે ફોર-વ્હિલર લઈને નીકળતા વાહનચાલકો માટે આ રખડતા ઢોર મોટા અકસ્માતનું કારણ બની શકે તેમ છે. કોઈ અજાણ્યો રાહદારી કે નિર્દોષ વાહનચાલક પશુ સાથે અથડાય અને મોટી હોનારત કે જાનહાનિ સર્જાય, તો તેનો જવાબદાર કોણ ? એવો સવાલ સ્થાનિક જનતામાં ઉઠી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનો અને ચાલકો દ્વારા ગ્રા. પં. તેમજ સ્થાનિક તંત્રને ઉગ્ર રજૂઆત સાથે વિનંતી કરવામાં આવી છે કે, રસ્તા પર રખડતા પશુઓને પકડીને તાત્કાલિક પાંજરાપોળ કે ઢોર ડબ્બે પૂરવામાં આવે. આ સાથે જ બિનજવાબદાર પશુપાલકોને શોધી તેમની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. તંત્ર આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, મોટી દુર્ઘટના સર્જાવાની પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    4 વિષયમાં 24 થી 34 માર્ક્સ મળતાં નાપાસની માર્કશીટ:MSUની ભરતીનો ખેલ,40 અરજી છતાં 69 શરતનું કવચ રચી ભાજપ નેતાને પીઆરઓ તરીકે સેટ કર્યા!
    Next Article
    સિટી એન્કર:મુંદ્રાથી રાજકોટ, જામનગર અને દીવ વચ્ચે એર ટેક્સી સેવા શરૂ: બેઝિક ભાડું માત્ર રૂ.500, બિઝનેસમેનોને મોટો ફાયદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment